Sunday, July 18th, 2021

 

ભાસ્કર વિશેષ: સંજેલીની આંગણવાડીમાં 1500 બાળકો ગણવેશથી વંચિત

દાહોદ42 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર રજિસ્ટરમાં નોંધાયેલી સંખ્યા નહીં પરંતુ હાજર સંખ્યા પ્રમાણે જથ્થો ફાળવાયો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં હાજર બાળક પ્રણે ગણવેશનો જથ્થો ન ફાળવાતા 1500 જેટલા બાળકો ગણવેશના લાભથી વંચિત રહેવાનો વારો આવ્યો બાળકોએ ગણવેશ માટે માતાપિતાને બજારમાંથી ખરીદવા મજબૂર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના 56 ગામોમાં 137 આંગણવાડી કેન્દ્રો આવેલા છે, જેમાં પાંચ સેજાનો સમાવેશ થાય છે. જેમાં કુમાર 3318 અને કન્યા 3143 મળી કુલ 6461 બાળકોની રજીસ્ટર સંખ્યા નોંધાયેલી છે. પરંતુ હાલ સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં ત્રણથી છRead More


નિર્ણય: ઇન્દોર-ગાંધીનગર સ્પે. એક્સ. 21 જુલાઇથી શરૂ

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક મહાનામા સ્પેશિયલ 20મીથી દોડશે સ્પે. ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ હોવી જરૂરી પશ્ચિમ રેલવે રતલામ મંડળના ઇન્દૌરથી ચાલનારી ટ્રેન નંબર 09309-09310 ગાંધીનગર કેપિટલ ઇન્દૌર-ગાંધીનગર સ્પેશયલ એક્સપ્રેસને ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. ટ્રેન નંબર 09309 ગાંધીનગર કેપિટલ-ઇન્દૌર સ્પેશયલ એક્સપ્રેસ 22 જુલાઇથી આગામી સૂચના સુધી અને ટ્રેન નંબર 09310 ઇન્દૌર-ગાંધીનગર કેપિટલ સ્પેશલ એક્સપ્રેસ 21 જુલાઇથી આગામી સુચના સુધી ચલાવવામાં આવશે. સ્પેશલ ટ્રેનોનું રોકાણ, પરિચાલન, સમય, સંરચના અને સંચાલન માટેની વિસ્તૃત જાણકારી માટે મુસાફરો www.enqury.indianrail.gov.in પર જઇ જોઇ શકે છે. સ્પેશયલ ટ્રેનોમાં કન્ફર્મ ટિકીટ વાળા મુસાફરો જ મુસાફરી કરીRead More


આગ: લીમખેડા તાલુકાના કુંડલી ગામે મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ, મકાન માલિકને લાખોનું નુકશાન

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક આગ લાગતાં મકાઇ, ઘઉં, ચણા, ડાંગર સહિત સર્વસ્વ આગમાં બળી ગયું લીમખેડા તાલુકાના કુંડલી ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘરવખરી બળીને ખાક થઈ ગઇ હતી. લીમખેડા તાલુકાના કુંડલી ગામે રોડ ફળિયામાં રહેતા ચૌહાણ નટવરભાઈ દામા ભાઈના મકાનમાં આકસ્મિક આગ લાગતા મકાન બળીને ખાખ થઇ ગયું હતું. મકાન બળીને ખાખ થઇ જતા મકાઈ ઘઉં ચણા ડાંગર સોના-ચાંદીના દાગીના સહિત ઘરવખરી સામાન કપડા લગતા પરિવારનું સર્વસ્વ આગમાં બળી જવા પામ્યું હતું. દેવગઢબારીયાથી ફાયર બ્રિગેડના જવાનો પણ કુંડલી ગામે દોડી આવ્યા હતા પરંતુ રસ્તાના અગવડતાના કારણે ફાયરRead More