Dahod News online on www.dahod.com

 


દાહોદમાં ૭૨માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ડેન્ટલ અવેરનેશ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું

      દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખાની યુવા પાંખ,  રેડ ક્રોસ સોસાયટી, લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી, એબિલિટી અને વાઈબ્રન્ટના સંયુક્ત ઉપક્રમે “ડેન્ટલ અવેરનેશ પ્રોગ્રામ” તા.૧૫મી ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ સવારના ૧૧:૩૦ કલાકે રેડક્રોસ ભવન ખાતે યોજાયો હતો. રેડક્રોસ સોસાયટીના કન્વીનર કમલેશ ડી. લીમ્બાચીયાના આયોજન અને સંચાલનમમાં “ડેન્ટલ અવેરનેસ પ્રોગ્રામ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડો.ચીરાયું શાહ, ડેન્ટલ સર્જન દાવેસો  હોસ્પિટલ દ્વારા ખૂબ જ તલસ્પર્શી અને ખૂબ જ ઉપયોગી માહિતી જુનિયર રેડક્રોસના સભ્યોને આપવામાં આવી.Read More


દાહોદના પરેલમાં સવારે 7 વાગે કાળમુખી ડમ્પરની અડફેટે યુવતીનું કરુંણ મોત

    દાહોદના પરેલ વિસ્તારમાં આજે સવારે કરુણાન્તિકા સર્જાઈ હતી. એક પિતા પોતાની પુત્રીને લઈને જઈ રહ્યા હતા, તેવા સમયે એક કાળમુખી ડમ્પર સામેથી આવતું હતું અને ડમ્પરના ચાલકે સામે બાજુના ખાડામાં પલટી ખાવા જતા ડમ્પરને બચાવવાની કોશિશમાં પોતાની સાઈડમાં સ્કૂટર ઉપર આવી રહેલ પિતા પુત્રીને અડફેટે લીધા હતા. આ કરુણ ઘટનામાં પુત્રીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને હાથે પગે ઈજાઓ થતા દવાખાને દાખલ કરાયા હતા. આ મામલે દાહોદ પોલીસે ઘટના સ્થળ ઉપર આવી ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.


દાહોદ ખાતે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ “ત્રિરંગા યાત્રા” અને “યાદ કરો કુરબાની” કાર્યક્રમ યોજાયો : અગ્રણીઓ અને નગરજનોએ દેશભાવના સાથે ઉત્સાહભેર ભાગ લીધો

      દેશભરમાં રાષ્ટ્ર ધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લાના મુખ્ય મથકે ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે સ્વામી વિવેકાનંદ ચોકથી પોલીસ એસ્કોર્ટિંગ સાથે સાંજે ૦૫:૩૦ કલાકે નીકળી યાદગાર ચોક, નગરપાલિકા થઇ પડાવ ચોક ખાતે સાંજે ૦૬:૩૦ કલાકે સમાપન કરવામાં આવ્યું હતું. આ ત્રિરંગા યાત્રાને નિવાસી અધિક કલેક્ટર એમ.બી.ચૌધરી તથા નગર સેવા સદનના પ્રમુખશ્રી અભિષેક મેડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્રિરંગા યાત્રામાં સૌથી આગળ ક્રાંતિકારીઓ પૂ. મહાત્માRead More


દાહોદ ટાઉન P.I. કે.જી પટેલએ મહિલાઓને વ્યસન મુક્તિ અંતર્ગત વ્યસનથી દૂર કરી રોજગરી માટે કરી સરકારને ભલામણ

      સરકારના વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત દાહોદ ટાઉન P.I. કે.જી.પટેલએ દારૂ વેચતી, દારૂ પીતી, વ્યસન કરતી તથા નશો કરતી વ્યક્તિઓને બોલાવી સામાજીક જીવન કેવી રીતે જીવવું તે વિશે સમજાવી વ્યસન કરવાથી શુ નુકશાન થાય છે અને છોડવાથી શુ ફાયદા થાય છે તે વિશે સમજાવી કે જે લોકો વ્યસન છોડે છે તેમને સરકાર કયા કયા લાભ, સહાય આપે છે અને પોતે પોતાનો સ્વરોજગાર કેવી રીતે શરૂ કરી શકે તેવુ સમજાવી ત્રણ થી ચાર બહેનો કે જેઓના નામ લક્ષ્મીબેન સંગાડા, રમતુંબેન ડામોર, કાંતાબેન ડાંગી અને બુંદીબેન છે. આ મહિલાઓને વ્યસન છોડવાRead More


દાહોદ ખાતે જિલ્લા કક્ષાના ઉજવાનાર ૭૨મા સ્વાતંત્ર્ય પર્વનો રીહર્સલ કાર્યક્રમ યોજાયો

      સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટેની તમામ તડામાર તૈયારીઓ સંપન્ન. સ્વાતંત્ર્ય પર્વના મિનીટ – ટુ- મિનીટ કાર્યક્રમોનું જાત નિરિક્ષણ સાથે રિહર્સલ કરાયુ.સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરી દેશભાવના સાહિત જોમ અને જુસ્સા સાથે રજૂ થવા જોઇએ : જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાના ૭૨મા સ્વાતંત્ર્ય પર્વ, ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૮ની ઉજવણી મુખ્ય મથક દાહોદ પાોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.૧૫-૮-૨૦૧૮ ના રોજ સવારે ૦૯-૦૦ કલાકે કરવામાં આવશે. જિલ્લા કક્ષાના આ સ્વાતંત્ર્ય પર્વે જિલ્લાના પ્રભારી અને રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતભાઇ વસાવાના હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવશે. દાહોદRead More


દાહોદ LCB પોલીસને ચોરીની મોટરસાઇકલ સાથે આરોપીને ઝડપી પાડવામાં મળેલ સફળતા

      દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક ખાતે તાજેતરમાં જ નજીકના દિવસોમાં ધાર્મિક તહેવારો આવતા હોવાથી તે બાબતને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે સારું ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ડો.કાનન દેસાઈ નાઓએ મિલકત સંબંધી ગુના અટકાવવા તેમ જ શોધી કાઢવા સારું LCB PSI પી.બી.જાદવ ને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને LCB PSI પી.બી.જાદવનાઓએ LCB ની જુદી જુદી ટીમો બનાવી અગાઉ વાહનચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપી પ્રવૃત્તિઓ ઉપર વોચ ગોઠવેલ હતી તે દરમ્યાન આજ રોજ તા.૧૨/૦૮/૨૦૧૮ રવિવારે LCB PSI તથા LCBની ટીમોએ દાહોદ શહેરમાં પ્રવેશતાRead More


દાહોદ LCB અને SOG સ્ટાફે પીપલોદના લાલબહાદુર સોસાયટીમાં જુગારના અડ્ડા ઉપર રેડ પાડી ₹.67,540/- ના મુદ્દામાલ સાથે 9 લોકોની ધરપકડ કરી કર્યા જેલ ભેગા

      દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામની લાલબહાદુર સોસાયટીમાં આજ રોજ તા.૧૧/૦૮/૨૦૧૮ શનિવારના રોજ બપોરના આશરે ૦૩:૪૫ કલાકે દાહોદના LCB માં ફરજ બજાવતા સ.ત.વિરેન્દ્રસિંહ દિલીપસિંહ આ.પો.કો.બ.નં.870 તથા SOG PSI એન.જે.પંચાલ તથા સ્ટાફના માણસો સાથે રાખી મળેલ બાતમીના આધારે પીપલોદ ગામે રહેતા ભીમજીભાઈ મોરારભાઈ ભરવાડના રહેણાંક ઘરેથી કવોલિટી જુગારનો કેસ શોધી કાઢેલ હોઈ જે અમારા રૂબરૂ ની જુગરધારા કલમ 4, 5 મુજબ (૧) ભીમજીભાઈ મોરારભાઈ ભરવાડ રહે. પંચેલા ભરવાડ ફળિયું તા.દે.બારીયા જી.દાહોદ (૨) લલિતકુમાર રમણભાઈ બારીયા રહે. ગુણા ફારમ ફળિયુ તા. દે.બારીયા જી.દાહોદ (૩) ભાવેશભાઈ દિલીપભાઈ દરજી રહે.પીપલોદRead More


દાહોદ મહિલા TRB એ 2 વર્ષીય બાળકનું તેના પિતા સાથે કરાવ્યું મિલન

    દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ નજીક આવેલ સુથારવાસા ગામના સાતશેરા ફળિયામાં રહેતા વિમલભાઈ બચુભાઈ બારીયા છેલ્લા ૬ વર્ષથી વિરમગામ રેલ્વે સ્ટેશને કડિયાકામ કરે છે તેઓ તેમના ૨ વર્ષના પુત્ર અંકિતને લઈને તા.૦૮/૦૮/૨૦૧૮ ના રોજ ઘેરે સુથારવાસા આવેલ અને આજ રોજ તા.૧૧/૦૮/૨૦૧૮ તેમના પુત્રને લઈ વિરમગામ જવા તેમના ઘરે સુથારવાસાથી દાહોદ ખાતે બપોરના ૦૩:૦૦ વાગે S.T. બસ સ્ટેશને આવી ગયેલ ત્યાં તેઓ તેમના પુત્રને બસ સ્ટેશનના ગેટ પાસે આવેલ કેદારનાથ રેસ્ટોરેન્ટ આગળ એકલો મુકી બજારમાં કામ અર્થે જતા રહેલા. આ રેન્ટોરેન્ટની આગળના ભાગમાં બાળકને રડતું જોઈ ત્યાં હાજરRead More


દાહોદમાં આચાર્યશ્રી શ્રમણાચાર્યશ્રી વિમદસાગરજી મુનિરાજ શિક્ષણ શિબિરના ૧૨માં દિવસે ૧૩માં કાવ્યમાં મુનિરાજે દાનની મહિમા સમજાવી : મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લઇ રહ્યા છે

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના પુષ્પદંત નિલયમાં પાછલા કેટલાંય દિવસોથી પ.પૂ. શ્રમણાચાર્યશ્રી વિમદસાગરજી મુનિરાજના પાવન સાનિધ્યમાં ભક્તામર સમ્યકજ્ઞાન શિક્ષણ શિબિર ચાલી રહી છે. શિક્ષણ શિબિરના ૧૨માં દિવસે ૧૩માં કાવ્યમાં દાનની મહત્તા સમજાવી જણાવ્યું હતું કે દાન કરવાથી સંપત્તિ અનેકગણી વધી જાય છે. પ.પૂ. શ્રમણાચાર્યશ્રી વિમદસાગરજી મુનિરાજે શિબિરના ૧૨માં દિવસે જણાવ્યું હતું કે કંજૂસ વ્યક્તિ સૌથી મોટો ધની હોય છે કારણકે તે જીવતે જીવ તો કંઇ દાન કરતો નથી પરંતુ મૃત્યુ બાદ બધું જ છોડી જાય છે. જે પ્રકારે બીજુંકા હોય છે જે ખેતરોમાં લટકેલો હોયRead More