July, 2020

 

દાહોદમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સેનિટાઇઝેશનની કામગીરી પુરજોશમાં

દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 04:00 AM IST દાહોદ. શહેર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે પાલિકાએ સેનિટાઇઝેશનની કામગીરી પુરજોશમાં કરી રહી છે. દાહોદ શહેરના સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેમને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે અને જયાં સંક્રમણના કેસો વધુ પ્રમાણમાં બની રહ્યા છે. પાલિકા દ્વારા ગોધરા રોડ થી ભગીની સમાજ સર્કલ સુધી, ગોદી રોડ, અરૂણોદય સોસાયટી, જયોતિ સોસાયટી, દેસાઇવાડ, હુસેની મસ્જિદ વિસ્તાર, ટીર્ચસ સોસાયટી, મહાવીર નગર વગેરે વિસ્તારોના ખાસ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સેનિટાઇઝેશનની કામગીરી સઘન રીતે કરી હતી.


વડબારામાં ભજિયાં સારા નહીં બન્યાનો ઠપકો આપતાં પત્નીએ પતિને રહેંસી નાખ્યો

દાતરડા અને પથ્થર વડે માથામાં હુમલો કર્યો હતો 15 વર્ષના લગ્નજીવનમાં ત્રણ બાળકો પણ છે પરોઢે 4 વાગ્યે ઘટનાની જાણ થતાં ખળભળાટ દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 04:00 AM IST દાહોદ. વડબારા ગામે ભજીયા સારા બન્યા ન હોવાનો પતિએ ઠપકો આપ્યો હોવાનું માઠુ લગાડીને પત્નીએ દાંતરડા અને પથ્થર વડે માથામાં હુમલો કરીને પથારીમાં જ તેનું ઢીમ ઢાળી દેતાં ખળભળાટ મચ્યો હતો. વડગારાના મિનામા ફળિયામાં રહેતાં 35 વર્ષિય ભાદુભાઇ મિનામાના લગ્ન 15 વર્ષ પહેલાં રમીલાબેન સાથે થયા હતાં. સુખી દાંપત્યના પરિપાકરૂપે વસ્તારમાં 3 બાળકો પણ છે. 30મીની રાત્રે જાગરણ હોવાથી રમીલાRead More


બાઇક પર હેરાફેરી કરાતો દારૂનો જથ્થો જપ્ત, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 04:00 AM IST દાહોદ. તાલુકાના ચોસાલા ગામેથી એક બાઇક પર હેરાફેરી કરાતો દારૂના જથ્થા સાથે બાઇકના ચાલકને પોલીસે ઝડપી પાડવામાં આવ્યો હતો. દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે ઝેર ફળિયામાં રહેતો કાન્તીભાઈ હકરૂ ડામોર મોટરસાઈકલ પર વિદેશી દારૂનો જથ્થો લઈને જઇ રહ્યો હતો.ચોસાલા ગામે નાકાબંધીમાં ઉભેલી પોલીસે કાન્તીભાઈને મોટરસાઈકલ સાથે ઝડપી પાડ્યો હતો. કંતાનના થેલામાં ભરી રાખેલો વિદેશી દારૂ તથા બીયરની 34400ની 256 નંગ બોટલો મળી આવી હતી. ભાઠીવાડાના ઝેર ફળિયાના ગીરમલ મેડા સહિત અન્ય ત્રણ યુવકોની પણ સંડોવણી સામે આવી હતી. ત્યારે દાહોદ તાલુકા પોલીસે હેરાફેરીRead More


લીમખેડા APMC ચેરમેન, સરપંચ સહિત ત્રણ સામે એટ્રોસિટી દાખલ

રૂપિયા માટે મહિલાને ગાળો બોલીને જાતિ અપનાનિત કરી હતી દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 04:00 AM IST દાહોદ. લીમખેડામાં માર્કેટ યાર્ડની દુકાનમાં કરિયાણા અને ચાની દુકાન ચલાવતી મહિલા વેપાર કરી રહી હતી. ત્યારે ભરતભાઇ ભરવાડે દુકાને જઇને જાતિ અપમાનિત શબ્દો બોલીને મારા પિતાના પૈસા આપી દેજે કહ્યું હતું. પૈસા આપી દેવાનું જણાવતા ભરત જતો રહ્યો હતો. ત્યાર બાદ મહિલાના ઘર આગળથી પસાર થયેલા લીમખેડાના સરપંચ દીનેશભાઇ ભરવાડે પણ ગાળો બોલી પૈસાની માગણી કરી હતી. આ મામલે મહિલા એપીએમસીના ચેરમેન અને ભરતના પિતા ધનાભાઇ ભરવાડ પાસે દુકાનની પર આવેલી તેમની ઓફિસેRead More


ફતેપુરામાં વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં દુકાન આગળ પતરા માર્યા

દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 04:00 AM IST ફતેપુરા. તાલુકામાં છેલ્લા એક મહિનામાં કોરોના કેસોનો વધારો થતો જોવા મળી રહ્યો છે. એક મહિનામાં દશથી વધું કેસો નોધાઇ જવા પામ્યા છે. ફતેપુરા અને બલૈયામાં કોરાનાથી બે વ્યક્તિઓના મોત પણ થતાં પંથકમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ગતરોજ દાહોદ જીલ્લામાં એક સાથે 33 લોકો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા તેમાં દાહોદ રહેતા અને ફતેપુરાના જુના બસ સ્ટેશન વિસ્તારમાં સિમેન્ટ લોખડનો ધંધો કરતા અમીર અબ્દુલહુસેન નલાવાલાનો પણ સમાવેશ થયો હતો. ફતેપુરામાં વેપારીનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા પંચાયત તરફથી માઇક્રો કન્ટેન્ટમેન ઝોન અંતર્ગત દુકાન આગળ પતરાRead More


દારૂની હેરાફેરી કરતા 2840નો દારૂ તથા બિયરનો 120 બોટલ જથ્થા સાથે 2 ઝડપાયા

દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 04:00 AM IST લીમખેડા. પોલીસે બાતમીના આધારે ઉસરા તથા કંબોઈ માં વોચ ગોઠવી હતી.તે દરમિયાન દાહોદ તાલુકાના બોરવાણી ગામનો ભરત ગલા ડિંડોર પોતાના તાબાની જીજે 06 CF 3193 નંબરની બાઈક ઉપર કાળારંગની બેગમાં 2520ની કિંમતનો 24 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાયો હતો.જ્યારે કંબોઈ ગામમાં મહેશ છગન બારીયા જીજે 11 LL 1082 નંબરની બાઈક ઉપર 12840નો દારૂ તથા બિયરનો 120 બોટલ જથ્થા સાથે ઝડપાયો હતો.


દાહોદ જિલ્લામાં વધુ 31 કોરોના પોઝિટિવ : રેપિડ ટેસ્ટમાં 13 કેસ

રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલા યુવકનું નિધન, એટેક આવ્યો હોવાની વાત, એક્ટિવ સંખ્યા 320 થઇ દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 04:00 AM IST દાહોદ. કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં પારાવાર વૃદ્ધિ થતા ગુરુવારે 31 નોંધાતા લોકોમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ સાથે છેલ્લા કેટલાક દિવસથી નોંધાય છે તેમ ગુરુવારે તા.30.7.’20 ના રોજ નોંધાયેલા 31 કેસ મહત્તમ કેસ તો માત્ર દાહોદ શહેરના આવ્યા છે. ​​​​​​​ જિલ્લામાં કુલ 38 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો​​​​​​​દાહોદમાં ગુરુવારે નોંધાયેલા કેસોમાં અજીજભાઈ મીલ્લામીઠા, સોહીનીબેન શેઠ, અભિષેક સોની, મુનીરાબેન કંજેટાવાલા, સાધનાબેન શાહ, વિપુલકુમાર શાહ, સુગરાબેન ઉજ્જૈનવાલા, ભરતકુમાર પંચાલ, સાબેરાબેન પેથાપુરવાલા,Read More


લીમડીમાં બાઇકની ટક્કરે વૃદ્ધનું મોત

દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST દાહોદ. ઝાલોદ તાલુકાના લીમડી ગામના કરંબા રોડના રહેવાસી 65 વર્ષિય રમેશચંદ્ર જૈન સવારના 10.30 વાગ્યાના અરસામાં પોતાની દુકાનેથી ઘર તરફ પગપાળા આવી રહ્યા હતાં. તે વખતે પુરપાટ આવતાં મોટર સાઇકલના ચાલકે તેમને પાછળથી ટક્કર મારી હતી. રમેશચંદ્રને ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થતાં પરિવાર સહિત ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે પૂત્ર રવીકુમારની ફરિયાદના આધારે લીમડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.


આચાર્યની રીસોર્સ પર્સન તરીકે વરણી

દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, અર્થાત્ ટીચર્સ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા વૈદિક ગણિતની ઉપયોગિતાના પ્રચાર-પ્રસાર માટે તથા તેનું સંધાન વર્તમાન ગણિત પદ્ધતિ સાથે સાધી વર્તમાન જીવનમાં વૈદિક ગણિતનો ઉપયોગ સ્થાપવાના પ્રયાસ થયો છે. જેમાં વૈદિક ગણિતનો સર્ટીફીકેટ કોર્સ આરંભાતા તેના રીસોર્સ પર્સન તરીકે દાહોદ લીટલ ફ્લાવર સ્કૂલના આચાર્ય ડો.જોશીની પસંદગી કરી છે.


રંધીકપૂરમાં મનરેગાના શ્રમિકોના નાણાં પોસ્ટમાંથી બારોબાર ઉપડતાં ફરિયાદ

સિંગવડ તાલુકામાં કાગળ પર કેટલ શેડ બનાવી લાખોના કૌભાંડની શંકા દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST લીમખેડા. રંધીકપુર ગામના પચાસ કરતાં પણ વધુ શ્રમિકોના નરેગા યોજના અંતર્ગત જમા થયેલા નાણાં સરપંચના અંગત મનાતા વિનોદ બારીયા નામના યુવકે પોસ્ટ ખાતામાં બોગસ ખાતું ખોલાવી બારોબાર ઉપાડી લીધા હોવાનો આક્ષેપ સાથેની લેખિત ફરિયાદ ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ કરતા ચકચાર મચી છે. સીંગવડ તાલુકાના રંધીકપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તથા તેમના મળતિયાઓ દ્વારા નરેગા યોજનામાં મોટાપાયે કૌભાંડ આચરી શ્રમિકોના પોસ્ટ ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી કૌભાંડ આચર્યું હોવાની લેખિત ફરિયાદ ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવીRead More