dahodonline

 

જેકોટમાં 1.51 લાખનો વિદેશી દારૂ જપ્ત

મધ્ય પ્રદેશના ભડવાલી ગામનો પ્રતાપત પ્રેમસીંગ વણઝારા અને દેવગઢ બારિયા તાલુકાના ડાંગરિયા ગામના નિશાળ ફળિયામાં… મધ્ય પ્રદેશના ભડવાલી ગામનો પ્રતાપત પ્રેમસીંગ વણઝારા અને દેવગઢ બારિયા તાલુકાના ડાંગરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતો વીનોદ ગોરધન પટેલ જીજે-17-એન-5048 નંબરની સ્કોર્પિયો જીપમાં વિદેશી દારૂ લઇને આવી રહ્યા હતાં.તે વખતે રાતના ત્રણ વાગ્યાના અરસામાં જેકોટ ગામે પોલીસે શંકાના આધારે ગાડી રોકી હતી. તપાસ વેળા ગાડીમાંથી વિદેશી દારૂની 1512 બોટલો મળી આવી હતી. 1,51,200 રૂપિયાનો દૌરૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને યુવકોની ધરપકડ કરીને કુલ 3.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હેડ કોન્સ્ટેબલ ઇશ્વરભાઇનીRead More


કતવારામાં વોન્ટેડને છોડાવી જવા પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી

7ને છોડાવવા 200 માણસોના ટોળાને ઉશ્કેરીને લાવ્યા હતાં ટોળામાં 7 વોન્ટેડ હોઇ પોલીસે કોર્ડન કરતાં મામલો… દાહોદ શહેર નજીક આવેલા કતવારા ગામે વન વિભાગની જમીનમાં નુકસાન કરવાના ગુનામાં કોમ્બિંગ કરીને ત્રણ આરોપીઓને પકડતાં 200 માણસોનું ટોળુ પોલીસ મથક નજીક પીકઅપ સ્ટેન્ડ પાસે હાઇવે ઉપર ભેગુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં મોટો પોલીસ કાફલો કતવારા ખડકી દેવાયો હતો. આ સાથે ઇન્ચાર્જ એસ.પી કાનન દેસાઇ સહિતના અધિકારીઓએ પણ ઘટના સ્થળે જઇને લોકોને સમજાવતાં ટોળુ ધીમે-ધીમે વીખેરાઇ ગયું હતું. જોકે, આ ટોળામાં અગાઉના ગુનામાં શામેલ વોન્ટેડ પૈકીના કાળુ મોહનિયા, દેવચંદ ગુંડીયા, નેવાRead More


દાહોદમાં છ સ્થળે ગુરુવારે, બે સ્થળે શુક્રવારે રાવણ દહન થયું

ગુજરાતીવાડ ,ગોદીરોડ સહિત પરેલમાં બે સ્થળે દહન ગોદીરોડમાં લખન રાજગોરની આગેવાનીમાં દહન આ વખતે દશેરાની બે તિથિ હોઈ લોકોમાં અસમંજસ સર્જાતા દાહોદમાં કેટલાક સ્થળે આઠ અને ક્યાંક નવ દિવસ નવરાત્રિનું આયોજન હતું. કેટલાક વિસ્તારમાં ગુરુવારે અને ક્યાંક શુક્રવારે દશેરાની ઉજવણી થઇ હતી. ગુરુવારે દાહોદના ગુજરાતીવાડ વિસ્તારમાં સતત 31 મા વર્ષે ખૂબ જ ઉત્સાહભેર રાવણદહન કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે અત્રે આશરે 20 ફૂટ ઉંચો રાવણ બનાવાયો હતો. આ સાથે દાહોદના ગોદીરોડ ખાતે સુધરાઇ સભ્ય લખન રાજગોરની આગેવાનીમાં તેમજ ગોવિંદનગર, સિદ્ધેશ્વરી સોસાયટી, કાલકા માતા મંદીર અને નગર પાલિકા ખાતે પણ રાવણRead More


ધાનપુર- કરજણ વચ્ચે બસ બંધ થતા હાલાકી

ધાનપુર | દાહોદ જિ.ના ધાનપુર અને વડોદરા વચ્ચે એકમાત્ર દોડતી લોકલ બસ એકાએક ફરીવાર બંધ કરી દેતા મુસાફરો હાલાકી… ધાનપુર | દાહોદ જિ.ના ધાનપુર અને વડોદરા વચ્ચે એકમાત્ર દોડતી લોકલ બસ એકાએક ફરીવાર બંધ કરી દેતા મુસાફરો હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કરજણ ડેપોની કરજણ થી ઉપડી વડોદરા હાલોલ પાવાગઢ, ઘોઘંબા, ભીખાપુરા, સાગટાળા, દેવગઢ બારીઆ થી ધાનપુર સુધી દોડતી આ બસ છાશવારે બધ કરી દેતા આ વિસ્તાર ના લોકો ને મુસાફરી કરવામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ધાનપુર અને વડોદરા ને જોડતી આ એકમાત્ર લોકલ બસ કરજણ ડેપો ના અણઘડRead More


દાહોદ રાજપૂત સમાજ દ્વારા સામુહિક શસ્ત્ર પૂજન કરાયું

દશેરાના પાવન પર્વની ઉજવણી સંપન્ન વિવિધ અગ્રણીઓએ ઉદ્દબોધન કર્યા દાહોદ શહેર સહિત જિલ્લાના રાજપૂત સમાજ દ્વારા અત્યંત શ્રદ્ધાપૂર્વક દશેરાના પાવન પર્વની અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતની અધ્યક્ષતામાં દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રથમ જ વખત જિલ્લાના સમસ્ત રાજપૂતોના શાસ્ત્રોનું પૂજન સામુહિક ધોરણે યોજાયું હતું. દાહોદના રાજમાર્ગો ઉપર રાજપૂતોએ બાઈક રેલી યોજી રાજપૂત સમાજવાસીઓની એકતાનો પરિચય આપ્યો હતો. બાદમાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે રેલી પરત આવતા શસ્ત્રોની પૂજા સંપન્ન થઇ હતી. બાદમાં વિવિધ અગ્રણીઓએ ઉદ્બોધન કર્યા હતા. More From MadhyaRead More


દાહોદના ગઢોઇમાં રાવણના મંદીરની હયાતી, દશેરાએ પૂજા પણ થઇ

પૂજા કોણ કરી ગયું ગામ લોકોને ખબર નથી : લોકો માને છે મંદીર રાવણનું છે પણ પુરાવા નથી : પૂર્વજો પણ કહેતાં હતાં કે મંદીર… રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્નાટક અને હિમાચલ પ્રદેશમાં રાવણની પૂજા કરાતીનું કહેવાય છે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં રાવણનું મંદીર હોવાનું સાંભળવા મળ્યું હતું. દશેરાએે દાહોદ શહેરથી પાંચ કિમી દૂર આવેલા ગઢોઇ ગામની ઘાટીએ જઇને રાવણના મંદીરે જવાનું પુછ્યું તો એક બાઇક સવાર ઘાટીથી અડધો કિમી અંદર બાવકા રોડ ઉપર ઘટાદાર વૃક્ષ નીચે કેટલીક ખંડિત પ્રતિમાઓ પાસે મુકી આવ્યો. પૌરાણિક લાગતાં આ સ્થળે ખંડિત પ્રતિમાઓ આગળRead More


મધ્ય પ્રદેશથી દાહોદ સુધી વિસ્તર્યો શસ્ત્રોનો કારોબાર

વિજ્યાદશમીના પર્વે દાહોદ જિલ્લામાં બંદૂક ધરાવતાં લોકોએ પરંપરાગત રીતે વટભેર શસ્ત્રપૂજન કર્યું હતું પરંતુ એવા ઘણા હથિયાર પરવાના વગરના લોકોને બંધ બારણે પૂજન કરવું પડ્યું હતું. દાહોદ જિલ્લામાં પાક રક્ષણ અને જાત રક્ષણના મળીને કુલ 4957 પરવાના અપાયેલા છે પણ જિલ્લામાં એવા સંખ્યાબંધ લોકો છે કે જેમણે તસ્કરો અને દુશ્મનોથી સ્વરક્ષણ માટે ,દબદબો અકબંધ રાખવા તો ચોરી કે લૂંટ વખતે લોકોને ડરાવા ધમકાવા માટે પરવાના વગર જ તમંચા અને માઉઝર જેવા જીવલેણ હથિયારો વસાવી રાખ્યા છે. મધ્ય પ્રદેશના …અનુ. પાન. નં. 2 વર્ષ 2017માં પકડાયેલા ગેરકાયદેસર હથિયાર પો.મથક તારીખ પ્રકારRead More


વડોદરાથી બેઠેલા 9 મસાફરોનો આબાદ બચાવ : ક્લીનરનું મોત

મેઘનગર પાસે રાજધાની એક્સપ્રેસ અને ટ્રક વચ્ચે અકસ્માત ટ્રેનના 2 કોચ પાટા પરથી ખડી પડ્યા : ટ્રકના ફૂરચા ઊડી… ત્રિવેન્દ્રમથી હજરત નિઝામુદ્દીન જતી વીકલી રાજધાની એક્સપ્રેસ ગુરુવારે સવારે 6:45 વાગે ` રતલામ ડિવિઝનના મેઘનગર પાસે પસાર થતી હતી. દરમિયાન એલસી ગેટનં- 61 (ઇ)નો બીમ તોડી ધસી આવેલી રેતી ભરેલી ટ્રક સાથે અંદાજે 100 કિ.મી. ઝડપે પસાર થતી રાજધાની ટ્રેન સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ટ્રેનના બે કોચ પાટા પરથી નીચે ઉતરી પડ્યા હતા. અકસ્માતને પગલે ટ્રકના ક્લીનરનું ઘટના સ્થળે મોત થયું હતું. ટ્રેનના એક પણ મુસાફરને ઇજા થઇ નહોતી. વડોદરાથી બેઠેલાRead More


સંજેલી ખાતે મોંઘવારીના પૂતળાનું દહન

દાહોદ સંજેલી તાલુકા કોંગ્રેસ કાર્યકરોએ 18મી ઓકટોબરે ગુરૂવારના રોજ સવારે 11 વાગ્યે દેશભરમાં ભાજપ સરકારની… દાહોદ સંજેલી તાલુકા કોંગ્રેસ કાર્યકરોએ 18મી ઓકટોબરે ગુરૂવારના રોજ સવારે 11 વાગ્યે દેશભરમાં ભાજપ સરકારની નિષ્ક્રીયતાના કારણે રોજ બરોજ વધી રહેલી મોંઘવારીનો વિરોધ પ્રદર્શીત કરવા સંજેલી નગરમાં કોંગ્રેસ કાર્યકરોએ મોંઘવારીના રાક્ષસનુ પુતળા દહન કરીને ગરીબો વિરુદ્ધની ભાજપ સરકાર સામે રોષ પ્રગટ કરતા એક ભવ્ય રેલી નિકળી હતી. સંજેલી હાટબજારમાં ગુરૂવારે 11 વાગ્યાના સમયે કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. More From Madhya Gujarat


દાહોદ જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ-ડાંગર ખરીદીનો પ્રારંભ

જુદા જુદા કેન્દ્રો ઉપર ખરીદી કરાશે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરાઇ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલા ટેકાના ભાવો મુજબ ખેડૂતોએ ઉત્પાદન કરેલ અનાજની ખરીદી કરવાનો દેશમાં સૌ પ્રથમ નિર્ણય કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ, બાજરી અને ડાંગર ખરીદીનો શુભારંભ ભારત સરકારના આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના અને ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે એ.પી.એમ.સી., દાહોદ ખાતે નિયત ખરીદ કેન્દ્રો પરથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય સાથે યોજનાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કેRead More