November, 2020

 

કાર્યવાહી: દાહોદની એક હોટલ કોવિડના સોશિયલ ડિસ્ટન્સિંગના ઉલ્લંઘન બદલ સીલ કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં કોરોનાના સંક્રમણના સમયે પણ બેધડક બની દુકાનોમાં મોટી સંખ્યામાં જાણ મેળાવડો જમા થતા રહે છે અને કોરોનાને જાણ્યે-અજાણ્યે તેડું આપતા નોંધાય છે. આવા સમયે શહેરના ઠક્કર ફળિયામાં આવેલ યાદગાર હોટેલને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમન ઉલ્લંઘન બદલ સોમવારે તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. શહેરના ઠક્કર ફળિયામાં આવેલ યાદગાર હોટેલમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાની માહિતી મળતા જ વહીવટી તંત્રએ સત્વરે આ સ્થળે આકસ્મિક ધસી જઈને તેને સીલ કરવામાં આવી હતી. દાહોદ શહેરમાંRead More


સંક્રમણ વધ્યું: દાહોદમાં કોરોનાના કેસ 2200ને પાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં કોરોનાના કેસ 2200ને પાર દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 16 કેસ નોંધાયા હતા. આ નવા નોંધાયેલ કેસમાં દાહોદ શહેરના 7, ગ્રામ્યના 1, ઝાલોદ શહેરી વિસ્તારના 2 ગ્રામ્ય વિસ્તારના 3, અને દેવગઢ બારીયા શહેરી વિસ્તારના અને ગરબાડાના 1-1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તા.30.11.’20 ને સોમવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 487 સેમ્પલો પૈકી 11 અને રેપીડના 1428 સેમ્પલો પૈકી 4 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 15નેRead More


ફરિયાદ: તરુણીનું અપહરણ કરતાં વજેલાવના યુવક વિરુદ્ધ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક ગરબાડા તાલુકાના વજેલાવ ગામનો અનેશ હિમા ડામોર તા.14મીના રોજ રાત્રીના આઠ વાગ્યાના અરસામાં તાલુકાના એક ગામની 14 વર્ષ અને 8 મહિનાની સગીર વયની તરૂણીને પોતાની પત્ની તરીકે રાખવા માટે ભગાડી લઇ ગયો હતો. શોધખોળ દરમિયાન વજેલાવનો અનેશ હિમા ડામોર સગીરાને પત્ની તરીકે રાખવા માટે ભગાડી ગયાની પરિવારને જાણ થતાં સગીરાના દાદાએ અનેશ ડામોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.


ફરિયાદ: ભુરા ફળીયામાં ઘાસ કાપવા તકરાર થતાં કાકા-ભત્રીજાઓ વચ્ચે હુમલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક ધાનપુરમાં પિતરાઇ ભાઇઓએ કાકાને લાકડીથી માર માર્યો ધાનપુર તાલુકાના ભુરા ફળીયા ગામના વસનાભાઇ ભાવલાભાઇ ગોહરી તથા તેમની પત્નીને ફળિયામાં રહેતા તેમના કુટુંબી પિતરાઇ ભાઇના છોકરાઓ કેશવાભાઇ ગોહરી, ધનજીભાઇ ગોહરી, નારણભાઇ ગોહરી તથા શંકરભાઇ ગોહરી તેમના ઘરેથી કહેતા હતા કે તુ અમારા ખેતરમાંથી ઘાસ કેમ કાપી લાવે છે અને બકરા કેમ ચરાવો છો તેમ કહી બિભત્સ ગાળો બોલી આજે તો તુ હાથ લાગી ગયો છે તને જીવતો છોડવાનો નથી તેમ કહી કેશવા તથા ધનજીએRead More


કાર્યવાહી: ભાઠીવાડામાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો 1 ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક મકાનમાંથી 29,800 રૂપિયાનો દારૂ મળ્યો કાંતી હકરૂ ડામોરને તાલુકા પોલીસે પકડ્યો દાહોદ તાલુકા પોલીસ મથકને પી.એસ.આઇ. એમ.એ.દેસાઇ તથા સ્ટાફના માણસો રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીટ નં.2માં પેટ્રોલીંગમા હતા. ત્યારે ભાઠીવાડા ગામે ઝેર ફળીયામાં રહેતો કાંતી હકરૂ ડામોર પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હોવાની બાતમી પીએસઆઇને મળી હતી. જેના આધારે પોલીસે રેઇડ કરતાં કાંતી હકરૂ ડામોર ઘર આગળ ઉભો હતો. પોલીસે તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતાં એક રૂમમાંRead More


દુર્ધટનાં: દેવધામાં પલટી ખાધા બાદ જીપ સળગી : બિયરનો જથ્થો ખાખ, બિયરના 171 ટીન જ પોલીસને મળ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગરબાડા2 કલાક પહેલા કૉપી લિંક ગરબાડાથી મ. પ્ર.ની સરહદ પાંચ કિમી દૂર છે. ત્યારે અહીંથી વાહનો દ્વારા દારૂનો જથ્થો દાહોદની હદમાં ઘૂસાડાતો હોય છે. રાતના 12.30 વાગે દાહોદ-ગરબાડા હાઇવે પર દેવઘા ખાન નદીના પુલ પાસે આ જીપ રસ્તાની બાજુમાં પલટી ગઇ હતી. પલટી ખાધેલી જીપમાં આગ ફાટી નીકળી હતી. ત્યારે અકસ્માતમાં ઉગરેલો ચાલક સળગતી જીપ છોડીને ફરાર થયો હતો. આની પોલીસને જાણ થતાં દાહોદ ફાયરબ્રિગેડને જાણ કરતા ધસી ગયેલા લાશ્કરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માત થતાં જીપમાંRead More


કાર્યવાહી: ઝાલોદમાં રવિવારે દુકાનો ખુલ્લી મળતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ, એક દુકાન સીલ કરાઇ, અન્ય સામે દંડાત્મક કાર્યવાહી

Gujarati News Local Gujarat Dahod Jhalod In Zhalod, Shops Were Found Open On Sunday And Action Was Taken By The System, One Shop Was Sealed And Punitive Action Was Taken Against The Other. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ઝાલોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા સહીત ઝાલોદ તાલુકામાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો નોંધાતા લોકોમાં ચિંતાનો વિષય જોવા મળ્યો હતો. જેથી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોરોનાની ચેન તોડવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં ઝાલોદ નગરમાં રવિવારના દિવસે બજારોRead More


ધરપકડ: દાહોદ જિલ્લામાં મહિલા સહિત ચાર વોન્ટેડ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ધનાર પાટીયાના મુકેશ બારિયાની હદના ગુનામાં સંડોવાયેલો હતો. તે છેલ્લા 11 માસથી ફરાર હતો ત્યારે પેરોલ ફર્લોએ ઝડપ્યો હતો. આ ઉપરાંત લીમડીની હદમાં નોંધાયેલા પશુ અત્યાચારના ગુનામાં ઝાલોદનો સલીમ મોઢીયા વોન્ટેડ હતો. તેને પણ પોલીસે ઝડપ્યો હતો.ગોલઆંબાનો અર્જુન ધાનપુરની હદમાં દારૂની હેરાફેરીના ત્રણ ગુનામાં નાસતો ફરતો હતો. તે ઉધલમહુડાથી ઝડપ્યો હતો. કાળાખુંટ ગામની સુમીતાબેન છેલ્લા ચાર વર્ષથી ફરાર હતી ત્યારે આર.આર સેલેે ઝડપી પાડી ગરબાડા પોલીસને સોંપવામાં આવી હતી.


કોરોના અપડેટ: દાહોદ જિલ્લામાં 15 કોરોના પોઝિટિવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં રવીવારના રોજ 15 લોકો કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં દાહોદ શહેરના 11 લોકોનો સમાવેશ થયા છે. આ ઉપરાંત ઝાલોદ નગર 1, ઝાલોદ ગ્રામ્ય 2 અને સિંગવડનો એક કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા 465 RT-PCR અને 1096 રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. 1561 ટેસ્ટમાંથી 15 પોઝિટિવ આવ્યા હતાં. રવીવારના રોજ સાજા થયેલા 18 લોકોને રજા આપવામાં આવી હતી. હાલમાં દાહોદ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 184 છે.


વિરોધ: દાહોદ જિલ્લાના MGVCLના કર્મચારીઓના સૂત્રોચ્ચારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ખાનગીકરણમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ સરકાર દ્વારા એમ.જી.વી.સી.એલ.નું ખાનગીકરણ કરવાની ચહલપહલ બાદ રાજ્યભરના 55,000 જેટલા વીજકર્મીઓ સાથે દાહોદ એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓએ પણ સૂત્રોચ્ચાર ‌સાથે દેખાવો કર્યા હતા. ખાનગીકરણ થવાથી ખેડૂતો અને મધ્યમ વર્ગી લોકોના વીજબિલોમાં તોતિંગ વધારો થશે તેવી રજૂઆત સાથે સરકારની ખાનગીકરણની નીતિ બંધ થવી જોઈએ તેવી માંગ સાથે કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો બાબતે તા.27-11-’20 ના રોજ દાહોદ એમ.જી.વી.સી.એલ.ના અલગ અલગ વિભાગના 700 ઉપરાંત કર્મચારીઓ પણ રાજ્યના વીજકર્મીઓની સાથે કાળી પટ્ટી ધારણRead More