September, 2020
દાહોદની મહિલાને એકસાથે 4 પુત્ર જન્મ્યા
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ખાનગી દવાખાનામાં પ્રસુતિ કરાવાઇ દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારની એક મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો હતો. માતા સાથે આ ચારેય બાળકો પણ તંદુરસ્ત હોવાનું તબીબે જણાવ્યું હતું. એક સાથે 4 બાળકની પ્રસૂતિની દાહોદ જિલ્લાની આ પ્રથમ ઘટના હોવાનું કહેવાઇ રહ્યું છે. દાહોદની પડવાલ વુમન્સ હોસ્પિટલ ખાતે દાહોદ તાલુકાના બોરખેડા ગામની 23 વર્ષિય રેખાબેન સુભાષભાઈ પસાયાની તા.9ના રોજ બપોરે પ્રસૂતિ થતાં તેમણે એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો હતો. હોસ્પિટલના ડો. રાહુલ પડવાલે જણાવ્યા અનુસાર અગાઉ નાની ઉંમરે લગ્ન થઈ ગયા બાદ લગ્નRead More
દાહોદ જિલ્લામાં ફેક્ટરી માલિકોને રૂા. 1 લાખથી 5 લાખ સુધીનો દંડ થશે
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક માર્ગદર્શિકાનો ભંગ કરાશે તો કાર્યવાહી રાજ્યમાં અનલોક-4ની માર્ગદર્શિકા મુજબ વિવિધ ફેક્ટરીઓ, દુકાનો, સંસ્થાનો ખુલ્લી રહ્યાં છે તથા આંતરરાજય સ્થળાંતરિત શ્રમિકો પરત ફરી રહ્યાં છે. ત્યારે આ સંદર્ભે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ખરાડીએ જાહેરનામું બહાર પાડયું છે. જે 30 સપ્ટેમ્બર સુધી સમગ્ર દાહોદ જિલ્લામાં લાગુ પડશે. જાહેરનામા મુજબ ફેક્ટરી, દુકાન, સંસ્થાનના તમામ પરત ફરતા કામદારોને કોવીડ-19ના લક્ષણો માટે તપાસણી કરવાની રહેશે. જો કોઇ કામદારમાં કોવીડ-19નાં લક્ષણો જણાય તો તેણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચનાઓ મુજબ કવોરન્ટાઇન થવાનું રહેશે.Read More
કરંટ લાગતાં પાંચ વર્ષિય બાળક દાઝ્યો
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામના આશ્રમ પળિયામાં રહેતા કનુભાઇ સંગજીભાઇ ડામોરનો પાંચ વર્ષનો પુત્ર રાજેશ સાંજના સમયે ફળિયામાં રમતો હતો. ત્યારે રમતા રમતા રસ્તાની બાજુમાં આવેલ ઇલેકટ્રીક લાઇટના થાંભલાના અર્થિંગ વાયરને અચાનક પકડી લેતાં તેને જોરદાર વીજ કરંટ લાગતા શરીરે દાઝી ગયો હતો. રાજેશને તાત્કાલિક દાહોદ ખાનગીમાં સારવાર અર્થે લઇ જવાયો હતો. ઝાલોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 0
દાહોદમાં કોરોનાના નવા 29 દર્દી સાથે સપ્તાહના પ્રથમ 3 દિવસમાં 67 કેસ થયા
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ કલેકટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર તેમજ અધિકારીઓએ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં જાહેર થયેલ કન્ટેઇન્મેન્ટ ઝોન એવા લીમખેડા, દેવગઢ બારીયા, સિંગવડ તાલુકાઓમાં મુલાકાત લઇ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. 29માંથી દાહોદ શહેરના 10 કેસ, જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ કેસ 1317 દાહોદમાં બુધવારે નવા વધુ 29 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. સોમવારે 18 અને મંગળવારે 20 કેસ બાદ બુધવારે નવા વધુ 29 કેસ સાથે આ સપ્તાહના પ્રથમ ત્રણ દિવસમાં જ કુલ મળીને 67 કેસ નોંધાવા પામ્યા હતા. દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસારRead More
રણધીકપુરમાં પંચાયતના કામોની ખોટી રજૂઆતો મામલે બે ઉપર હુમલો
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સરપંચ, પિતા, 5 ભાઇ સહિત 8 સામે ગુનો, તપાસ માટે જતાં રજૂઆત કરી હતી રણધીકપુર ગામના ઘાટા ફળીયામાં તપાસ માટે તાલુકા પંચાયતના કર્મચારીઓ ગયા હતા. ત્યારે ગામના મોહનભાઇ હીમસીંગભાઇ કિશોરી, બારીયા લક્ષમણભાઇ દલાભાઇ, ભરતભાઇ રામસીંગભાઇ કિશોરી, જીતેશભાઇ બાબુભાઇ કિશોરી, દલુભાઇ દીતાભાઇ કિશોરી, શરદભાઇ રામસીંગભાઇ કિશોરી તથા બીજા ગામના માણસો ગામના સરપંચ રતનાભાઇ રૂપાભાઇ કિશોરીના ઘરે ભેગા થયેલા હતા. ત્યારે તાલુકા પંચાયતના કર્મચારીઓએ ગામમાં થયેલ કેટલસેડ, જમીન સમતલ તથા ચેકડેમોના કામો બાબતે પુછતાં આ લોકોને અમારા ગામમાં આવા કોઇ કામો થયા નથી તેમ જણાવ્યું હતું. ત્યારRead More
કાળીડુંગરીમાં લીમડીના ઝાડ ઉપર સગીરા-યુવકનો ફાંસો
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચા દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી ગામે એક સગીરા અને યુવકે લીમડાના વૃક્ષ ઉપર એક સાથે ફાંસો ખાઇને જીવન લીલા સંકેલી લેતાં ખળભળાટ મચી ગયો હતો. બંને વચ્ચે પ્રેમ હતો અને લગ્ન શક્ય ન હોવાથી આ અવીચારી પગલું ભર્યુ હોવાની ચર્ચાઓ સાંભળવા મળી છે. આ બનાવ અંગે બારિયા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. કાળીડુંગરી ગામમાં રહેતાં 20 વર્ષિય વિક્રમભાઇ નરવતભાઇ પટેલ અને ગામમાં જ રહેતી એક 16 વર્ષિય સગીરા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંને એકRead More
દાહોદના દૃષ્ટિ નેત્રાલય ખાતે 7 વર્ષમાં 284 લોકોને નેત્રદાન થકી દૃષ્ટિ સાંપડી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 284 પૈકીના 80 નેત્રદાન દાહોદવાસીઓએ કર્યા ગુજરાતના છેવાડે આવેલ દાહોદના દ્રષ્ટિ નેત્રાલય ખાતે કાર્યરત ‘શાંતાબેન શાંતિલાલ કોઠારી કોર્નિયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત સાત વર્ષથી ચાલતી આઈ બેંકમાં અત્યાર સુધીમાં 284 લોકોને નેત્રદાન થકી દૃષ્ટિ મળી છે. આ પૈકી 80 આંખો તો દાહોદના લોકોએ જ પોતાના સ્વજનની મૃત્યુ પછી દાન આપવા માટેની સંમતિ આપી અને 80 લોકોને તો જે તે મૃતક દાહોદવાસીઓની આંખો વડે જ નવી દ્રષ્ટિ મળી છે. દ્રષ્ટિ નેત્રાલયના તબીબ ડોક્ટર શ્રેયા મેહુલ શાહે જણાવ્યું હતું કે આ જ રીતે જો દાહોદના લોકો પોતાના સ્વજનના મૃત્યુRead More
નાના શરણૈયામાં બે બાળકો સાથે માતાની કૂવામાં મોતની છલાંગ
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર પાંચ વર્ષીય દીકરી અને ત્રણ માસના પુત્રને લઇને કૂદી ગઇ સાસરિયાંઓના ત્રાસથી આ પગલું ભર્યુંઃ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો જિલ્લાના ફતેપુરા તાલુકાના નાના શરણૈયા ગામે સાસરિયાના ત્રાસથી પરેશાન થઇને એક મહિલાએ પોતાના ત્રણ માસના પૂત્ર અને પાંચ વર્ષિય પૂત્રી સાથે કૂવામાં મોતની છલાંગ મારી હતી. ત્રણેના ડુબી જવાને કારણે મોત થઇ જતાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ઘટના અંગે ફતેપુરા પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદના આધારે પતિ, સાસુ અને સસરા સામે આપઘાતના દુષ્ર્પેરણનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેનું ડુબી જવાનેRead More
દાહોદમાં પહેલીવાર પહાડીઓ પર પાણી સંગ્રહ, નાના ચેકડેમ પણ બનાવી દીધા
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના જૂના પાણી વિસ્તારના ડુંગરોની ડ્રોન કેમેરા દ્વારા આ તસવીર લેવાઈ છે. દાહોદ જિલ્લાના જૂના પાણી વિસ્તારના ડુંગરો અત્યાર સુધી સૂકાભઠ્ઠ રહેતા હતા, પણ સ્થાનિક વન વિભાગના અનોખા પ્રયોગના લીધે હવે આ ડુંગરો પર હરિયાળીની ચાદર છવાઈ છે. ડ્રોન કેમેરા દ્વારા આ તસવીર લેવાઈ છે. આ વિસ્તારની જમીન પથરાળ છે. જેમાં ફીલાઇટ અને સીસ્ટ પ્રકારના પથ્થરો છે જે છિદ્રાળુ ન હોવાથી તેમાં પાણી શોષાઈ જવાના બદલે ભરાઈ રહે છે. સંગ્રહની વ્યવસ્થા નહીં હોવાથી વરસાદી પાણી વહી જતું હોય છે. તેને રોકવા માટે વન વિભાગેRead More
નગરાળા ગામે કોરોના સામે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ, ઉકાળા વિતરણ સહિતની કામગીરી
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક નગરાળા ગામે કોરોના સામે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ. તાલુકાના નગરાળા ગામે ગત અઠવાડિયે કોરોના સંક્રમણના બે કેસ નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક જનજાગૃતિ, સેનિટાઇઝેશન, માસ્ક વિતરણ, ઉકાળા વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં આ ગામમાં કોરોનાના બે સક્રિય કેસ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના તાલુકા વિકાસ અધિકારી ભાવેશ વસાવાએ જણાવ્યું કે, નગરાળા ગામમાં ગત અઠવાડિયે બે કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાના નવા કેસ ન ઉમેરાય તે માટે ગામમાં લોકોને કોરોના બાબતે શું સાવચેતી રાખવી તેની માહિતી આપી રહી છે. આ માટે રીક્ષામાં માઇકRead More