June, 2021

 

દુર્ઘટના: પિતા ઉપર ધારિયુ ઉગામતાં વચ્ચે હાથ નાંખી દેતાં પુત્રીની આંગળી કપાઇ ગઇ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ગાળો પુત્રીને સંભળાવતા પિતાએે ગાળો બોલવાની ના પાડતાં હુમલો નગરાળા ગામમાં ખેતર અમારૂ છે તેમા તમારે ખેતી કરવાની નથી કહી ગાળો બોલી પુત્રની સંભાળવતા પિતાએ ગાળો બોલવાની ના પાડતાં ધારિયુ ઉગામતા પુત્રીએ વચ્ચે હાથ નાખી બચાવવા જતાં આગળી કપાઇને લટકી ગઇ હતી. તેમજ માતા અને કાકીને પણ માર મારી ઇજા પહોંચાડી હતી. દાહોદ તાલુકાના નગરાળા ગામના ઉર્વશીબેન કનસિંહ ભુરીયાના ઘર આગળ ફળિયામાં રહેતા ચેનીયાભાઇ દલસીંગભાઇ ભુરીયા ખેતરનું હળ લઇને જતા હતા. ત્યારે કાઇડી વાળુ ખેતર અમારૂ છે તે તારે ખેડવાનું નથી કરી ઉર્વશીબેનના પિતાને ગાળોRead More


ટૂંક સમયમાં ઓક્સિજનની સુવિધા ચાલુ: ઝાલોદના સરકારી દવાખાનામાં ઓક્સિજન પ્લાન્ટની કામગીરી શરૂ

ઝાલોદ2 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ સરકારી દવાખાના ખાતે ઓક્સિજન પ્લાન્ટની કામગીરી શરૂ કરાઇ હતી. સંભવત ત્રીજી લહેરને લઈને કામગીરી હાથ ધરાઈ ઝાલોદ તાલુકામાં કોરોના કાળમાં ઓક્સિજનના બોટલો લેવા માટે છેક દાહોદનો ધક્કો ખાવો પડતો હતો.તેમાંય ખાસ ઓક્સિજનની અછતને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ કોરોનાની બીજી લહેરમા ઓક્સિજનની અછતના કારણે અનેક લોકોએ જાન પણ ગુમાવી હતી. જેને ધ્યાને લઇને ભારત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારને ઓક્સિજન ઉત્પાદન પર ભાર મૂકીને આવનારા સમયમાં ઓક્સિજનની કટોકટી ટાળવા માટે સબ ડ્રિસ્ટ્રીક લેવલે ઓક્સિજન પ્લાન્ટ નાખવાના આયોજન હેઠળ દાહોદ જિલ્લામા ચારRead More


ડોક્ટર ડે વિશેષ: દાહોદ શહેર મધ્યપ્રદેશ, રાજસ્થાન માટે મેડિકલ હબ બન્યું

દાહોદ2 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક દાહોદ જિલ્લામાં આશરે 750 જેટલા તબીબો હાલ પ્રેક્ટિસ કરી રહ્યાં છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે ગુજરાતના છેવાડે આવેલ દાહોદે આસપાસના વિસ્તારોમાં ‘મેડિકલ હબ’ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. આઝાદી સમયથી દાહોદ એ પંચમહાલ જિલ્લાનો એક ભાગ હતો ત્યારથી દાહોદમાં તબીબી સુવિધાઓ ગુજરાતના સરહદી જિલ્લાઓમાં અગ્રીમ પંક્તિની રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાથી પર રહીને દાહોદના તબીબોએ સેવા સાથે તબીબી ફરજ બજાવીને અનેક લોકોને રાહત આપી છે. દાહોદમાં આઝાદી અગાઉ મોટાપાયે મ્યુનિ. સંચાલિત દવાખાનું ચાલતું હતું બાદમાં મિશન (ચુનાખાર) હોસ્પિટલ, અંજુમન હોસ્પિટલ, રેલ્વે (ટેકરી)Read More


ઉચાપત: ​​​​​​​દાહોદ જીલ્લાના સીંગવડના કેસરપુર દુધ ઉત્પાદક મંડળીના 13 વહીવટકર્તાઓ સામે ફરિયાદ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ચેરમેને ઉચાપત કરી પૈસા ભર્યા પરંતુ, આદેશ પ્રમાણે કાર્યવાહી ના કરતા તમામ સાણસામાં દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કેસરપુર ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે .જેમાં ધી. કેસરપુર દુધ ઉત્પાદક સ.મં.લી.ના ચેરમેન દ્વારા રૂ.65038.82 ની ઉચાપત કરી પછીથી નાણાંની ભરપાઈ પણ કરી દીધા હતા. આ મામલે જિલ્લા રજીસ્ટ્રારે ચેરમેન સહિત 13 વહીવટકર્તાઓ સામે ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો પરંતુ તેમ ન કરાતા રજીસ્ટ્રાર કચેરીના સીનીયર કારકુને તમામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરતા ખળભળાટ મચી ગયો છે. સીંગવડ તાલુકાના કેસરપુર ગામે આવેલી ધી. કેસરપુર દુધ ઉત્પાદકRead More


વાવેતર માટે વેર: ઝાલોદના પીપળીયામાં વાવેતર કરવા મામલે બે પરિવારે વચ્ચે સશસ્ત્ર ધિંગાણું, બંને પક્ષના પાંચ લોકો ઈજાગ્રસ્ત

Gujarati News Local Gujarat Dahod Five Persons From Both The Parties Were Injured In An Armed Clash Between Two Families Over Planting In Piplia Of Jhalod. દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે જમીનમાં વાવણી કરવા મામલે ગામમાં રહેતાં બે પરિવારો વચ્ચે તકરાર થઈ હતી.બાદમા છુટા હાથની મારમારી તેમજ કુહાડી, ધારીયા જેવા મારક હથિયારા ઉછળતા બંન્ને પક્ષના મળી કુલ પાંચ જેટલા વ્યક્તિઓને ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંબંધે બંન્ને પક્ષો દ્વારાRead More


ટાયર ચોરી: ​​​​​​​રસ્તા પર પાર્ક કરેલી ઝાલોદના મારીખેડી CHCની એમ્બ્યુલન્સમાંથી ટાયર કાઢી તસ્કરો ફરાર

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક સ્પેર વ્હિલ સહિત પાંચ ટાયરની ચોરી થયાની ફરિયાદ ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે આજથી દશ દિવસ અગાઉ સી.એસ. સી.ની એબમ્યુલંશ ગાડીના પાંચેય ટાયરો કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ ગયાં હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામેથી મીરાખેડીની સી.એસ.સી.ની એમ્બ્યુલંશ ગાડી રસ્તામાં બગડી જતાં રાત્રીના સમયે કોઈ વિકલ્પ ન મળતાં એમ્બ્યુલંશના ડ્રાઈવર સહિત સ્ટાફના માણસોએ આ એમ્બ્યુલંષશ રાત્રીના સમયે કાળીમહુડી ગામે પાટીયા પાસે એક ઘરની આગળ લોક મારી પાર્ક કરી હતી .બીજા દિવસે એમ્બ્યુલંશRead More


દંડનીય કાર્યવાહી: લીમખેડામાં નબળી ગુણવત્તાના ઘી વેચતા દુકાનદાર-સપ્લાયર-ઉત્પાદકને દંડ ફટકારાયો

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ઉત્પાદકને 1.30 લાખનો દંડ, દુકાનદાર તેમજ સપ્લાયરને રૂ. 10-10 હજારનો દંડ લીમખેડામાં નબળી ગુણવત્તાનું ઘી વેચાણ કરતા દુકાનદાર, સપ્લાયર તેમજ ઉત્પાદકને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં દુકાનદાર તેમજ સપ્લાયરને રૂ. 10-10 હજાર તેમજ ઉત્પાદકને 1.30 લાખનો દંડ કરવામાં આવ્યો છે. દાહોદના લીમખેડા તાલુકામાં આવેલી રામદેવ કિરાણા સ્ટોર પરથી દાહોદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફટી ઓફીસર એન.આર. રાઠવાએ ‘સોરઠ ગાયનું ઘી’ – 200 મીલી પેક બોટલનો નમુનો પૃથ્થકરણ કરવા ફુડ એનાલીસ્ટ વડોદરાને મોકલવામાં આવ્યો હતો. આ નમૂનો નબળી ગુણવત્તા તેમજ અખાદ્ય જણાઇ આવ્યો હોયRead More


પક્ષીઓની પહેચાન: દાહોદમા બે દિવસીય પક્ષીજગત ઓળખ તાલીમ શિબિરનું સફળ આયોજન

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક શિબિરમા યુવાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત ના સહયોગથી લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે પક્ષીઓ વિશેની પ્રાથમિક સમજ આપવા બે દિવસીય પક્ષી જગત ઓળખ તાલીમ શિબિર નું આયોજન કરવામા આવ્યુ હતુ. લિટીલ ફલાવર સ્કુલમા શિબિર ની શરૂવાત કરાઈ ત્યાર બાદ બહાર થી આવેલા તજજ્ઞો દ્વારા પ્રોજેક્ટરના માધ્યમથી કુલ 50 જેટલા લોકોએ જેમાં જુદી જુદી શાળાના શિક્ષકો વનવિભાગના કર્મચારીઓ સંસ્કાર એડવેન્ચર ટીમના સભ્યો સહિત દાહોદ વાસી ઓએ ભાગ લઈ તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. બીજા દિવસે દાહોદ પાસે જેકોટ ખાતે દેવધરી મંદિરે કુલRead More


હથિયારનો વેપલો: ધાનપુરના પીપરગોટામાં રહેણાંક મકાનમા સંતાડેલી બંદૂક અને જીવતા કારતૂસ ઝડપાયા

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક બાતમીના આધારે પોલીસે શખ્સને ઝડપી પાડી પૂછપરછ કરતા ભાંડો ફુટયો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામેથી પોલીસને મળેલ બાતમીના આધારે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પુછતાછ કર્યા પછી તેના ધરેલી બાર બોરની બંદુક તથા બાર બોરના જીવતાં કારતૂષ નંગ.07 સાથે કુલ રૂા.10,700 નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઈસમને જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે. ધાનપુર પોલીસને મળેલી બાતમીના આધારે પીપરગોટા ગામે ગામ ફળિયામાં રહેતો તેરસીંગભાઈ રાયસીંગભાઈ ડાંગીને ધાનપુર પાલીસે ઝડપી પાડ્યો હતો . તેની ઘનિષ્ઠ પુછપરછ બાદ તેના ઘરે તપાસ હાથ ધરી હતી.Read More


અભદ્ર વર્તન: ​​​​​​​દેવગઢ બારિયાના અંતેલામા 60 વર્ષીય વૃદ્ધનુ અપહરણ કરી તેમની જ પત્ની સાથે શારીરિક છેડછાડ કરી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પાંચ વ્યકિતઓએ ભેગા મળી કૃત્ય કરતા ફરિયાદ નોંધાઈ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે એક 60વર્ષીય વૃધ્ધનું પાંચ જણાએ અગમ્ય કારણોસર અપહરણ કરી લઈ માંડલી મુકામે લઈ જઈ ત્યાં ગોધી રાખ્યાં હતાં.આ 60 વર્ષીય વૃધ્ધની પત્નિ સાથે ચાર પૈકી બે જણાએ છેડછાડ કરી ઈજ્જત લેવાની કોશિષ કરતાં આ સમગ્ર મામલે ચારેય ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ચારેયની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે ચણોઠા ફળિયામાં રહેતાં વૃદ્ધ ભેમાભાઈ ભુલાભાઈ પટેલની પત્નિને તેમના જ ગામમાં રહેતાં મહેશભાઈ અભેસીંગભાઈ પટેલ અને નરપતભાઈRead More