October, 2020

 

દાહોદમાં ફરસાણના ભાવમાં અલગ-અલગ દુકાનોમાં આશરે રૂ 90નો તફાવત

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં ફરસાણનો ભાવ રૂ.170 થી રૂ.260 સુધી છે દાહોદ ખાતે ફરસાણના ભાવ રૂ.170 થી રૂ.260 સુધીના જોવા મળતા આશરે રૂ.90 જેટલી મોટી વિસંગતતા નોંધાતા દિવાળીના સમયે ફરસાણનો ભાવ સરકારી રાહે નિશ્ચિત થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. દિવાળીના સમયગાળામાં વિવિધ કચેરીઓ કે વેપારી વર્ગ તરફથી પોતપોતાના શુભેચ્છક વર્તુળમાં ફરસાણ, મીઠાઇ કે ડ્રાયફ્રુટ જેવી વસ્તુઓના પેકેટ આપવાનું ચલણ વર્ષોથી સ્થાપિત થયું છે. ત્યારે દાહોદ શહેરમાં ફરસાણના ભાવમાં પ્રતિ કિલોએ લગભગ રૂ. 90 જેવી મોટી રકમનો તફાવત જોવા મળ્યો છે. સામાન્ય રીતે આ દિવસોમાં દાહોદ સ્થિત વિવિધRead More


દાહોદમાં ધાબેથી પસાર થતી વીજ લાઇન દૂર કરાઇ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં માલીબેન આર.બીલવાળે પોતાના મકાનના ધાબા પરથી મધ્ય ગુજરાત વીજ કંપની દાહોદ દ્વારા ઇલેક્ટ્રીક કેબલની લાઇન પસાર થતી હતી. જેને કારણે અકસ્માત થવાની સંભાવના હોવાની રજૂઆત ગ્રાહક સુરક્ષા મંડળમાં કરવામાં આવી હતી. મંડળ દ્વારા મુખ્ય ઇજનેરને લેખીત નોટિસ તેમજ ટેલીફોનીક રજૂઆત કરતા મુખ્ય ઇજનેર મહેશભાઇ ચૌધરીએ અંગત રસ લઇ માલીબેનના ધાબા પરથી પસાર થતી વીજ લાઇન ખસેડીને અકસ્માત ન થાય તે રીતે કાર્યવાહી કરી હતી. વીજ લાઇન દૂર થતાં પરિવારના માથે તોળાતુ અકસ્માતનું સંકટ દૂર થયું હતું.


JC બેંકની મતદાર યાદીમાં 1000થી વધુ નામ બદલાશે, માર્ચના લિસ્ટ મુજબ દાહોદ સહિત મંડળના 13 હજારથી વધુ ખાતાધારક

Gujarati News Local Gujarat Dahod More Than 1000 Names Will Be Changed In JC Bank’s Voter List, More Than 13 Thousand Account Holders Of Mandal Including Dahod As Per March List દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 26 નવેમ્બરે મતદાન, 27મીએ પરિણામ આવશે, કોરોનામાં માર્ચમાં ચૂંટણી મોકૂફ રખાઇ હતી દાહોદ સહિત આખા રતલામ મંડળના રેલવે કર્મચારીઓ માટે આર્શીવાદરૂપ એવી જેસી બેંક (ધી જૈક્સન કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ઓફ ધ એમ્પલોઇઝ ઓફ ધી વેસ્ટર્ન રેલવે લિમિટેડ)ની માર્ચ માસમાં થનારી ચૂંટણી કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ ચૂંટણી નવેમ્બર માસની 26 તારીખેRead More


31મીને બળાત્કાર વિરોધી દિન તરીકે પ્રદર્શન : ‘આપ’ના કાર્યકરો ડિટેઇન, દાહોદમાં ધરણાં પર બેઠા પણ પોલીસે નિષ્ફળ બનાવ્યા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં આપ દ્વારા તા.31ને બળાત્કાર વિરોધી દિન તરીકે મનાવી ધરણાનું આયોજન કરાયુ હતું. ગાંધી અને સરદારના ગુજરાતમાં નિર્મમપણે વધતી બળાત્કારની ઘટનાઓના વિરોધમાં યોજાયેલ આ પ્રદર્શન પૂર્વે આપ દ્વારા એવી રજુઆત થઈ હતી કે ગુજરાતમાં બે વર્ષ દરમ્યાન 2700 જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે. કાયદો અને વ્યવસ્થા કથળવા સાથે ગુજરાત મહિલા અસુરક્ષાનું હબ બનવા જઈ રહ્યું છે. ત્યારે લોકોને આ બાબતે સાવધાન અને જાગૃત કરવા આ વિરોધ પ્રદર્શનનું આયોજન થયું હતું. ‘આપ’ના દાહોદ જિલ્લા મહામંત્રી હાર્દિકકુમાર સોલંકીના વડપણ હેઠળ એક ટીમ આવીને દાહોદના માણેક ચોક નજીકRead More


દાહોદ શહેરમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો સામાન લઇ 11.37 લાખ નહી આપી ચાંઉ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેર અને લીમખેડામાં રેલવેમાં નોકરી લગાવવા તેમજ ક્રેડિટ ઉપર કન્ટ્રક્શનનો સામાન લઇને 44.37 લાખ રૂપિયાની ઠગાઇના બનાવો સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાઓ અંગે છેતરપીંડી અને ઠગાઇ કરનારા શિક્ષક સહિતના ચાર સામે ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દાહોદમાં સ્ટીલ, સીમેન્ટ તેમજ રેતીના વેપારીને ભરોસો અને વિશ્વાસમાં લઇ બિલ્ડીંગ કન્સ્ટ્રક્સનનો સામાન મંગાવી તેના રૂપિયા 11,37,175 લાખ રૂપિયા નહી આપી વિશ્વાસઘાત કરી ઠગાઇ કરતાં સુપરવાઇઝર સામે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દાહોદના અલ મહેમુદ કોમ્પ્લેક્ષ સૈફી મહોલ્લામાં રહેતા અનેRead More


ઠુંઠીકંકાસીયામાં 2 બાઇક વચ્ચે અકસ્માતમાં 1ને ઇજા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક અકસ્માત કરી ચાલક બાઈક મૂકી ફરાર ખાંટવાડાના ભુપેન્દ્ર મોહનભા બામણીયા પોતાની બાઇક લઇને મહુડીથી ઝાલોદ તરફ આવતો હતો. ત્યારે ઝાલોદ ઠુંઠીકંકાસીયા રોડ ઉપર જય દશામાં વિદ્યાલય સ્કૂલની સામે ઝાલોદ તરફથી આવતી બાઇકના ચાલકે તેની બાઈક બેફીકરાઇ અને ગફલતભરી રીતે હંકારી આવી ભૂપેન્દ્ર ઉર્ફે કેતનની બાઈકને સામેથી ટક્કર મારતાં ભૂપેન્દ્ર ફેકાઇ ગયો હતો અને ચાલક બાઈક મુકી ભાગી ગયો હતો. જેમાં જમણા પગના નળાના ભાગેથી પગ ભાંગી ગયો હતો તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયો હતો. અકસ્માતની જાણ તેના ભાઇ અજયને થતાં તાત્કાલિકRead More


દાહોદ શહેરમાં 71 કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં 692 ઘરોનો સમાવેશ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દર્દીઓનો સાજા થવાનો દર 92 ટકા થયો જિલ્લામાં 1791 લોકો સંક્રમિત થયા દાહોદ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી કોરોના નિયંત્રણમાં છે પરંતુ હજુ પણ સંકટ યથાવત હોય દરેકે સાવચેતી રાખવી. ગત અઠવાડિયા દરમિયાન ધાર્મિક કારણોસર અન્ય રાજ્યની મુલાકાત લેનારા નાગરિકો સંક્રમિત થયા હોય નાગરિકો બિનજરૂરી મુસાફરી ન કરે તેમ કલેક્ટરે જણાવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 138462 સેમ્પલ લેવાયા છે. જેમાંથી કુલ 1791 લોકો કોરોના સંક્રમિત હોવાનું જણાયું છે 1647 લોકો રજા મેળવી ચૂકયા છે. દાહોદમાં એક્ટિવ કેસોની સંખ્યા 65 છે. સંક્રમિતોનો રિક્વરી રેટ જોઇએ તો 9195 ટકાRead More


દાહોદમાં વીજ તંત્ર દ્વારા 60થી વધુ વૃક્ષોનો ખુરદો બોલાવાયો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ પરિસરમાં 5000થી વધુ વૃક્ષોનો સુપેરે ઉછેર કરી પરિસરને નંદનવન બનાવાયું છે દાહોદ વિદ્યુત બોર્ડની કચેરી દ્વારા દાહોદ ખાતે દિવ્યાંગ બાળકો કાજે ચાલતી સક્રિય સંસ્થા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના પરિસરની અંદરના ભાગે ઉછરેલા આશરે 60 થી વધુ વૃક્ષોને આડેધડ રીતે કાપી વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાર પાંચ દિવસ અગાઉ અચાનક જ દાહોદ વિદ્યુત બોર્ડના કર્મચારીઓ સંસ્થાને જાણ કર્યા વિના કેમ્પસમાં આવી ટ્રીમીંગના નામે ફક્ત નાનકડી કાપકૂપ કરવા બદલે સંસ્થાની હદમાં રહેલા 60 થી વધુ વૃક્ષોનો આડેધડ રીતે સંહાર કર્યો હતો.Read More


દાહોદ જિલ્લામાં ઇદે મિલાદુન્નબીની ઉજવણી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વિસ્તારોમાં જ કેક કપાયા, આતશબાજી કરાઇ ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયંગમ્બર સાહેબના જન્મદિનની દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. કોરોનાને કારણે જુલુસ નીકળ્યુ ન હતુ પરંતુ મુસ્લીમ વિસ્તારોમાં કેક કાપીને અને આતશબાજી કરીને પર્વની ઉજવણી સાથે એકબીજાને મુબારક બાદ પાઠવી હતી. હજરત મુહમ્મદ પયંગમ્બર સાહેબના જન્મદિનની ઉજવણીના ભાગ રૂપે દાહોદ જિલ્લામાં વસતા મુસ્લીમ બિરાદરોએ પોતાના વિસ્તારો રોશની અને ધજા-પતાકાથી શણગાર્યા હતાં. શુક્રવારના રોજ ભારે ઉમંગ ઉત્સાહથી ઇદે મીલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને કારણે આ વર્ષે જુલુસ કાઢવામાં આવ્યુ નRead More


શરદપૂનમની ઉજવણી પણ કોરોનાના કારણે કરવા નહીં મળે

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વૈષ્ણવ હવેલીમાં શરદ પૂનમે વિશેષ દર્શન યોજાયા જન્માષ્ટમી, નવરાત્રિ જેવા પર્વો બાદ શરદ પૂર્ણિમાનું પાવન પર્વ પણ ઉજવવા નહીં મળતા દાહોદવાસીઓ નિરાશ બન્યા હતા. સામાન્ય રીતે દર વર્ષે શરદપૂનમ નિમિત્તે દાહોદવાસીઓ પોતાના ધાબે કે આસપાસના ખુલ્લા મેદાનોમાં કે નજીકમાં આવેલ ફાર્મહાઉસ વગેરે ખાતે રાતની ચાંદનીમાં મિત્રવૃંદ કે સ્વજનો સાથે જઈને દૂધપૌંઆ અને દાહોદની કચોરી કે ભજીયા વગેરેનો આનંદ માણતા હોય છે. પ્રસંગોચિત શ્વેત વસ્ત્રો ધારણ કરેલા દાહોદવાસીઓ શીતળ ચાંદનીની સાક્ષીએ ચાંદ અને ચાંદની આધારિત ગીતોની મહેફિલ માણતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોનાનો વ્યાપ વધુRead More