લોકાર્પણ: દાહોદ રેલવે સ્ટેશને આજે 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • भाભાસ્કર વિશેષ |રવિવારે વિવિધ કામગીરીને આખરી ઓપ અપાયો

દાહોદ શહેરના રેલવે સ્ટેશને મુસાફરો તેમજ પ્રજામાં રાષ્ટ્ર પ્રત્યે સન્માનની ભાવનાને વધારવા માટે ભારતીય રેલવેના તમામ મુખ્ય અને જિલ્લા મુખ્યાલ વાળા સ્ટેશનો ઉપર 100 ફુંટ ઉંચા રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે દાહોદ શહેરના રેલવે સ્ટેશને પણ 100 ફુંટ ઉંચા રાષ્ટ્રધ્વજનું ધ્વજારોહણ કરીને લોકાર્પણ11 જાન્યુઆરી સોમવારે સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય વજેસિંહ પણદાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

રતલામ મંડળમાં સૌ પ્રથમ ઇન્દૌર સ્ટેશન ઉપર 100 ફુંટ ઉંચો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો હતો. હાલમાં રતલામ, ઉજ્જૈન, દેવાસ, ચિત્તોડગઢ, નાગદા, દેવાસ, નીમચ, મંદસૌર સહિત મંડળના કુલ આઠ સ્ટેશને રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો છે. રાષ્ટરધ્વજ લોકાર્પણની તૈયારીના ભાગ રૂપે રવીવારે રેલવે વિભાગ દ્વારા વિવિધ કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: