કોરોના બેકાબૂ: દાહોદમાં એક માસ બાદ ફરીથી દર રવિવારે વાણિજ્યિક પ્રવૃત્તિ બંધ રાખવાનો આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદમાં 6 દિવસમાં 125 કેસ નોંધાતાં કોરોના ચેઇન તોડવાના હેતુથી કલેક્ટરનો નિર્ણય
  • દિવાળીના પર્વના લીધે છૂટછાટ આપી હતી

દીપોત્સવના લાંબા પર્વના આરંભથી જ જિલ્લામાં વધી રહેલા કોરોના વાઇરસ સંક્રમણને પગલે દાહોદ કલેક્ટર વિજય ખરાડી દ્વારા 22 તારીખ રવિવારથી સમગ્ર દાહોદ જિલ્લામાં આગામી આદેશ ન થાય ત્યાં સુધી પ્રતિ રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં વધી રહેલા કોરોના કેસને નિયંત્રિત કરવા માટે ઉપચારાત્મક પગલાં લેવા અનિવાર્ય જણાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દાહોદ શહેરમાં લોકડાઉનથી બાદથી દર રવિવારે બંધ પાળવામાં આવતુ હતું ત્યારે દિવાળીના પર્વને ધ્યાને રાખીને દશેરાથી રવિવારના દિવસે વાણિજ્યક પ્રવૃ્તિને છૂટછાટ આપી હતી. પણ હવે કોરોના વાઇરસના કેસો વધતા ચાર રવિવાર બાદ છૂટ બાદ તે પરત લેવામાં આવી છે. આ આદેશના પગલે હવે રવિવારના દિવસે સમગ્ર દાહોદ જિલ્લામાં વેપારીઓને પોતાના વેપાર ધંધા ફરજિયાત બંધ રાખવાના રહેશે.

આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ અને દવાના વિક્રેતાઓને પોતાની દૂકાને ભીડ ના થાય તેની તકેદારી સાથે માત્ર જે તે વસ્તુઓના વેચાણ માટે દુકાન ખુલ્લી રાખી શકશે. આ ઉપરાંત, સેનિટાઇઝેશન અને માસ્કના નિયમોનું પણ પાલન ચુસ્તપણે કરીને પોતાના ગ્રાહકો પાસે કરાવવાનું રહેશે. રવિવારના દિવસે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા અસરકારક રીતે સેનિટાઇઝેશન થઇ શકે અને કોરોનાની ચેઇન તૂટી શકે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.






Related News

Comments are Closed

%d bloggers like this: