Saturday, August 22nd, 2020

 

શનિવારે ગણેશચતુર્થી, સંવત્સરી અને મોહરમનો ત્રિવેણી સંગમ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વે વહેલી સવારથી જ ધોધમાર વરસાદના લીધે દિવસભર શહેરમાં લોકોનો આવરોજાવરો ઓછો નોંધાયો હતો. ધોધમાર વરસાદના કારણે શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો સ્ટેશનરોડ સ્થિત એમ.વાય‌. હાઇસ્કુલની બહારના ભાગે પાણીની નિકાસની વર્ષો જૂની સમસ્યાને લઈને નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. એકતરફ શનિવારે સવારથી જામેલા વરસાદી માહોલને કારણે બજારમાં એમ પણ ગિર્દી ઓછી જોવા મળી હતી. તો સાથે સાથે બીજી તરફ ગણેશ ઉત્સવને લઇને મોટા ભાગની કચેરીઓમાં રજા હોઈ દાહોદના મુખ્ય માર્ગો ઉપર નહીંવત્ ભીડ નોંધાઈ હતી.Read More


દાહોદ જિલ્લામાં 14 નવા કોરોના સંક્રમિત નોંધાયા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના 6 અને ફતેપુરાના 4 દર્દીઓ દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર રેગ્યુલર ટેસ્ટના 299 સેમ્પલો લેવાયા હતા જેમાંથી 7 વ્યક્તિઓ પોઝિટિવ જાહેર થયા હતા. તો 1574 રેપીડ સેમ્પલો પૈકી પણ 7 વ્યક્તિઓ પોઝિટિવ જાહેર થયા હતા. તારીખ 22.8.20 ને શનિવારના રોજ રેગ્યુલર ટેસ્ટમાં નિકુંજભાઈ કડિયા, રાકેશભાઈ બારીયા, પ્રેમીલાબેન કડિયા, વિનોદભાઈ ભાભોર, લાલસીંગભાઈ પારગી, હાર્દિકભાઈ લુહાર અને સતિષભાઈ અગ્રવાલ પોઝિટિવ આવ્યા હતા તો રેપીડ ટેસ્ટમાં મહેશભાઈ પ્રજાપતિ, વર્ષાબેન પ્રજાપતિ, માવાભાઈ નાયક, યશ પટેલ, હીનાબેન યાદવ, મુન્નીબેન માવી અને અર્જુનભાઈ શર્મા પોઝિટિવ જાહેર થયા હતા.Read More


દાહોદ સાંસદની લોકહિતના કાર્યો દ્વારા જન્મ દિવસની ઉજવણી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સંતરામપુરના ગાયત્રી મંદિરમાં ગાયત્રી યજ્ઞ 11 હજાર નિરાધાર મહિલાઓનો બે લાખનો વીમો કરાવ્યો ઝાલોદમાં 56 પાણીના ટેન્કર આપ્યા 151 મંદિરોમાં જાપ કરાયા 4 પાલિકામાં સફાઇ કર્મીઓને શાલ-સાડીનું વિતરણ દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરે શનિવારે લોકોહિતના કાર્યો દ્વારા પોતાના 55મા જન્મ દિવસની ઉજવણી કરી હતી. સાંસદ જશવંતસિંહે લોકસભા મત વિસ્તારની 11 હજાર વિધવા અને નિરાધાર મહિલાઓને બે લાખનું વીમા કવચ પુરૂ પાડી આશિષ મેળવ્યા હતાં. આ સાથે દાહોદ, ઝાલોદ, બારિયા અને સંતરામપુર નગર પાલિકામાં સફાઇ કર્મચારી તરીકે કામ કરતી મહિલાઓને સાડી અને પુરૂષોને શાલનું વિતરણ કરીનેRead More


ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના સાથે ગણેશોત્સવનો શુભારંભ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોના ઈફેક્ટના લીધે પંચમહાલ-મહિસાગર-દાહોદમાં મોટા પંડાલોને બદલે નાના પાયે સ્થાપના કરાઇ દાહોદ શહેર સહિત જિલ્લામાં ગણેશચતુર્થીના પાવન પર્વની ભક્તોએ સંયમ સાથે ઉજવણી કરી હતી. લોકટોળા એકઠા ના થાય તેવી સરકારી ગાઇડલાઇન મુજબ આ વર્ષે દાહોદમાં ક્યાંય મોટા ગણેશ પંડાલો જોવા નથી મળ્યા. તે બદલે પંડાલોના સ્થળે જે તે મંડળો દ્વારા જ પારંપરિક રીતે ગણેશજીની પ્રમાણમાં નાની અને બહુધા સ્થળોએ ઇકો- ફ્રેન્ડલી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. તો અન્ય સહુએ શ્રદ્ધાપૂર્વક પોતાની ઘરે જ માટીમાંથી બનાવેલ ગણેશજીની નાની સાઈઝની પ્રતિમાને ઘરે સ્થાપના કરી હતી. છેલ્લા પાંચેકRead More


દાહોદ જિલ્લામાં શનિવારે ચોમાસું મન મૂકીને જામ્યું

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં વરસાદથી નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા દાહોદ જિલ્લામાં શનિવારે સવારથી જ પહેલીવખત ચોમાસાની ધમાકેદાર જમાવટ જોવા મળી હતી. શનિવારે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં દાહોદ શહેર સહિત જિલ્લાના અનેક ભાગોમાં ઓછેવત્તે અંશે વરસાદ નોંધાયો હતો. દાહોદ ખાતે 69 મિમી એટલે આશરે 3 ઇંચ વરસાદ ખાબક્યોદાહોદ તાલુકામાં શુક્રવારની મધરાતથી સવાર સુધીમાં પણ ઝરમર ધારે વરસાદ બાદ સવારથી બપોરે 4 સુધીમાં દાહોદમાં મોટા ઝાપટા સ્વરૂપે વરસાદની મહેર થવા પામતા આ દરમ્યાન પણ દાહોદ ખાતે 69 મિમી એટલે આશરે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તોRead More


પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક લીમખેડા શ્રીમતી કે.જે.ભાભોર કન્યા વિદ્યાલય મુકામે જિલ્લા અધ્યક્ષ બળવંતસિંહ ડાંગરનાં અધ્યક્ષ પદે યોજાઈ હતી. જેમાં જિલ્લા ઉપપ્રમુખ તરીકે ધાનપુર તાલુકાનાં માજી બી.આર.સી.અને હાલ માળ ફળીયા વર્ગ બોઘડવા પ્રાથમિક શાળાના આચાર્ય ભરતસિંહ રાઠવાની નિયુક્તિ કરવામાં આવી હતી. બેઠકમાં જુદા-જુદા મુદ્દાઓ જેવાકે- સદસ્યતા અભિયાન, તાલુકા-જિલ્લાનાં પડતર પ્રશ્નો, 9/20/31ના સ્કેલની ફાઈલોની તાલુકામાં સ્થિતિ, HTAT શિક્ષકોના પ્રશ્નો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. 0


અનાસ નદીમાં અચાનક પાણી વધી જતા અસ્થિ વિસર્જન કરવા ગયેલા 6 યુવાન બેટ પર ફસાયા, એકનું મોત, એકનો બચાવ

દાહોદ17 મિનિટ પહેલા કૉપી લિંક અનાસ નદીના બેટ પર 5 યુવાનો ફસાયા, જે પૈકી એક યુવાન પાણીમાં તણાયો યુવાનો ફસાયા હોવાની જાણ થતાં પ્રાંત અધિકારી અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી યુવાનોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન કરવાની કાર્યવાહી શરૂ, લુણાવાડાથી NDRFની ટીમ રવાના દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની અનાસ નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા ઠુંથી કંકાસિયા ગામના 6 યુવાનો ફસાયા હતા. નદીનું વહેણ અચાનક જ વધી જતા યુવાનો ફસાઇ ગયા છે. જે પૈકી એક યુવાન નદીમાં પ્રવાહમાં તણાઇ જતા મોત થયું હતું. જ્યારે એક યુવાન પાણીના પ્રવાહમાં તરીને બહાર આવી ગયોRead More