dahodonline

 

દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સિકલસેલ ડાયગ્નોસિસ કન્વેન્સનલ ટુ મોલેક્યુલર ટેકનોલોજીના સંદર્ભમાં એક વર્કશોપનું કરવામાં આવ્યું આયોજન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે તા.૨૦/૦૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ બાયોકેમીસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા સિકલસેલ ડાયગ્નોસિસ કન્વેન્સનલ ટુ મોલેક્યુલર ટેકનોલોજીના સંદર્ભમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે ડો.આર.આર.પરમાર, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી હાજર રહ્યા હતા અને ડો.પ્રતાપસિંહ ચૌહાણ, વાઇસ ચાન્સેલર એમ.જી.જી.યું., ગોધરા એ સંદેશા દ્વારા શુભેચ્છા પાઠવી હતી. આ વર્કશોપમાં ડો.સુદામ કાટે, ડો.નિધિ જૈન હિમેટોલોજીસ્ટ અને ડો.નીરજ સોજીત્રા ટેકનીકલ એક્સપર્ટ દ્વારા સિકલસેલ અંગે તેમજ નિદાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય નવી ટેકનોલોજીRead More


સાવધાન : દાહોદમાં ઈ-મેમો થઈ શરૂઆત, ટ્રાફિક નિયમોનું કરજો પાલન નહીં તો ભરવો પડશે તગડો દંડ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  સમગ્ર ભારત દેશમાં આજે જ્યારે ૧૦૦ શહેરો સ્માર્ટ સીટી બનવા જઈ રહ્યા છે ત્યારે દાહોદ એક માત્ર નગર પાલિકા છે જેને આ સ્માર્ટ સિટીમાં સામેલ કરેલ છે. દાહોદ શહેરમાં દરેક ચાર રસ્તા, વળાંક કે ક્રોસિંગ  ઉપર CCTV ગોઠવાઈ ગયા છે. ત્યારે તા.૧૯/૦૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ એક રીક્ષા ચાલક કામલકુમાર છોટાલાલ વણઝારા રહે. પ્રસારણ નગર, જૈન મંદિરની સામે દાહોદ ને રિક્ષાના આગળના ભાગમાં ડ્રાઇવર પાસે વ્યક્તિને બેસાડતા ₹.500/- દંડનો ઈ-મેમો તેમના ઘરે પહોંચ્યો હતો. જ્યારે બીજી બાજુ મુકેશકુમાર સમશુંભાઈ કિશોરી તેમના દ્વિ-ચક્રીય (બાઇક)Read More


દાહોદ જિલ્લાના યુવાનો માટે દેશસેવાની અમૂલ્ય તક, ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહ સાથે ઉતીર્ણ, અપરિણિત ઉમેદવારો વાયુસેનામાં જોડાઇ શકે છે

તા. ૧૯મી એ દાહોદ સહિત અન્ય જિલ્લાઓના યુવાનો માટે ફિઝિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા યોજાશે. દાહોદ જિલ્લાના ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહ સાથે ઉતીર્ણ અપરિણિત પુરુષ ઉમેદવારો માટે વાયુસેનામાં જોડાઇને દેશસેવા કરવાની અમૂલ્ય તક છે. સુરતમાં આગામી તા.૧૭ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., ઉધના મગદલ્લા રોડ, વેસુ ખાતે સેન્ટ્રલ એરમેન સિલેકશન બોર્ડ દ્વારા વાયુસેના ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૯/૦૨/૨૦૨૦ એ દાહોદ સહિત અન્ય જિલ્લાઓના યુવાનો માટે ફિઝિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા યોજાશે. જેનો એડેપ્ટિબિલિટી ટેસ્ટ – ૧ અને ર તા.૨૦ ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે.Read More


દાહોદ જિલ્લામાં શિક્ષણ અને પાણી બાબતે અસરકારક કામગીરી થાય તો જિલ્લાની મોટાભાગની સમસ્યાઓ દૂર થશે : જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA   જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં સરકારી કચેરીઓએ કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી  દાહોદ જિલ્લામાં શિક્ષણ અને પાણી બાબતે અસરકારક કામગીરી થાય તો જિલ્લાની મોટાભાગની સમસ્યાઓ દૂર થશે તેમ જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠકમાં જણાવ્યું હતું. જિલ્લાના સિંચાઇ વિભાગના અધિકારીને સૂચના આપતા તેમણે જણાવ્યું હતું કે ‘પાણી બાબતે અગાઉથી નક્કર આયોજન ખૂબ જરૂરી છે. આપણો જિલ્લો ખેતીપ્રધાન હોય પાણી જ સમૃદ્ધિ ખેંચી લાવશે.’ તેમણે સુઝલામ સુફલામ યોજના અને ચેકડેમો માટે અગાઉથી આયોજન કરી લક્ષ્યાંકો સિદ્ધRead More


🅱reaking : દાહોદના મંડાવાવ રોડ ઉપર નમકીનની ફેકટરીમાં લાગી આગ : લાખો રૂપિયાનું નુકશાન

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ મંડાવાવ રોડ ઉપર નમકીન ની ફેકટરીમાં લાગી આગ. લાખો રૂપિયાનો કાચો અને પાકો સામાન બળીને ખાખ થઈ ગયો. રાત્રીના અંદાજે એક વાગ્યાના સમય દરમ્યાન લાગી આગ. ફેકટરી ભડભડ હોળીની માફક સળગવા માંડી ત્યારે પાડોશીઓએ ફાયરને કરી જાણ. ફાયરએ ઘટના સ્થળ ઉપર આવી અને આગ ઉપર કાબુ કર્યો. નમકીનની ફેકટરીમાં તૈયાર માલ પણ બળીને ખાખ થઈ ગયો અને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવની ચર્ચા.


🅱reaking : દાહોદના લીમખેડામાં અમરેલીના પોલીસ કોન્સ્ટેબલને લીમખેડા પોલીસે ₹.૧.૫૦ લાખના દારૂ સાથે સ્કોર્પિયો ગાડીમાં ઝડપી પડ્યો, અન્ય એક ફરાર

દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસને બાતમી મળેલ કે એક સ્કોર્પિયો ગાડીમાં દારૂ ભરાઈને આવે છે. જે ગાડીનો નંબર GJ-11 S-7888 અને તે ગોધરા તરફ જઈ રહી છે. આ બાબતે લીમખેડા પોલીસને જાણ થતાં Dy.SP ડૉ. કાનન દેસાઈ એ પોતાના સ્ટાફને એલર્ટ કરી દેતા લીમખેડા P.I. એલ.કે.પટનીએ પોતાના સ્ટાફના ASI લક્ષમણસિંહ, રવીન્દ્રસિંહ અને મનહરભાઈ ની સાથે વટેડા હાઈવે ઉપર વોચ ગોઠવી અને નાકાબંદી કરી હતી. તે દરમિયાન એક સફેદ રંગ સ્કોર્પિયો આવતા સ્ટાફ એલર્ટ થયો અને તેને રોકવાની કોશિશ કરતા ચાલકે ડિવાઈડરને કૂદાવી અને ગાડી વળાવવાની કોશિશ કરતા એક અન્ય ઈસમ ચાલુ ગાડીમાંથીRead More


દાહોદ જિલ્લામાં ૧૬૬૭ મહિલાઓએ કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા કસી કમર

જિલ્લામાં ૬૦૦૭ જેટલા લોકોએ ૬૦૧૪ જેટલા કુપોષિત બાળકોને દત્તક લીધા છે, તે પૈકી ૧૬૬૭ મહિલાઓ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કુપોષિત બાળકોનો આંક ધરાવતા દાહોદ જિલ્લાને આ ખામીમાંથી બહાર લાવવા મહિલા શક્તિએ પણ કમર કસી છે. જિલ્લાની વિવિધ આંગણવાડીમાં આવતા અતિ કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા માટે ૧૬૬૭ જેટલી મહિલાઓ આગળ આવી છે અને આ કુપોષિત બાળકોના પાલક વાલી બની છે. સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા જિલ્લાના પાલક વાલીઓની જે યાદી તૈયાર કરવામાં આવી છે, તેના પર નજર નાખતા ઉક્ત બાબતનો ખ્યાલ આવે છે. દાહોદ જિલ્લામાં અતિકુપોષિત બાળકોની સંખ્યા કુલ ૬૦૧૪ છે. જેને ICDS ની પરિભાષામાં રેડRead More


દાહોદના રાહુલ ( હોન્ડા ) મોટર્સના ૧૦માં વર્ષમાં મંગળ પ્રવેશની ભવ્ય ઉજવણી કરવામાં આવી, પરિવારજનો અને મિત્રોએ પાઠવી શુભેચ્છા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકા મુખ્ય મથક દાહોદના ઈન્દોર રોડ પર આવેલ રાહુલ હોંડા શોરૂમ ની આજ થી બરાબર નવ વર્ષ પહેલા રાહુલ આઝાદકુમાર તલાટી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. રાહુલ આઝાદકુમાર તલાટીને નાનપણ થી જ કઈંક કરી બતાવવાની ધગશને કારણે તેમણે હોંડા મોટર્સના શોરૂમનું નાના પાયે કામ શરૂ કર્યું. હોંડા મોટર્સના ડિસ્ટ્રિબ્યુટર્સ તરીકે આજે તા.૦૭/૦૨/૨૦૨૦ ને શુક્રવારના દિવસે રાહુલ હોંડા તેના નવ વર્ષ પૂર્ણ કરી દશમાં મંગળ વર્ષમાં પ્રવેશ કર્યો હતો. દાહોદ જિલ્લાના બીજા તાલુકાઓમાં પણ હોંડા મોટર્સના શોરૂમ ની સ્થાપના તેઓએ કરી, સર્વિસ ક્ષેત્રે લોકોનોRead More


દાહોદમાં પોલીટેકનિકના યજમાનપદે યોજાયેલા મેગા જોબ ફેરમાં ૫૦ કંપનીઓએ ૨૦૪૬ છાત્રાઓને નોકરીની કરી ઓફર

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદનો મહેનતકશ યુવાન કોઇ પણ પ્રકારનું કામ કરવામાં પાછી પાની કરે એવો નથી – રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ દાહોદની પોલીટેકનિક કોલેજના યજમાન પદે યોજાયેલા મેગા જોબ ફેરમાં ઉપસ્થિત રહેલી ૫૦ કંપનીઓએ ૨૦૪૬ છાત્રાને નોકરીની ઓફર મળી છે. રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલી રહેલી કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવના અનુસંધાને આ જોબ ફેર યોજવામાં આવ્યો હતો. આ જોબ ફેરમાં ઉપસ્થિતમાં રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, રાજ્ય સરકારે કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોને તેમને પદવી મળે કે તુરંત નોકરીની તક મળે એ પ્રકારનું આયોજન કર્યું છે, જે માત્ર ગુજરાતમાં જ થઇ શકે. સારી સારીRead More


દાહોદમાં ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત, વગાડવા માટે મંજૂરી લેવી પડશે : જિલ્લા મેજિસ્ટ્રેટ

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  અનિયંત્રિત રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતું અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ ડીજે વગાડવા માટે સાત દિવસ પૂર્વે મામલતદાર કચેરીએથી મંજૂરી લેવી પડશે, મંજૂરી વિના વાગતા ડીજે જપ્ત થશે દાહોદ નગર અને જિલ્લામાં મનફાવે એ રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતા અને વારેવારે ટ્રાફિક જામનું કારણ બનતા ડીજે સાઉન્ડ સિસ્ટમને નિયંત્રિત કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટે એક સ્તુત્ય પગલું ભર્યું છે અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કરી ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત કરી છે. ઉક્ત નિર્ણયની પત્રકારોને માહિતી આપતા કલેક્ટર વિજય ખરાડીએRead More