દાહોદમાં વધુ 4 દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

દાહોદમાં કુલ ૨૨ વ્યક્તિઓએ કોરોનાને હરાવી સાજા નરવા થઇ ગયા, હાલ કુલ ૧૨ એક્ટિવ કેસ. દાહોદમાં વધુ ચાર દર્દીઓએ જીવલેણ વાયરસ કોરોનાને માત આપી છે. છેલ્લા ૧૦ દિવસથી ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આ ૦૪ દર્દીઓમાં કોરોનાના એક પણ લક્ષણ જોવા ન મળતા સરકારની નવી નીતિ મુજબ તેમને રજા આપવામાં આવી હતી. આમ, દાહોદમાં અત્યાર સુધીમાં કુલ ૨૨ વ્યક્તિ કોરોના વાયરસથી સારી થઇ ગઈ છે. આજે જે દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તેના નામ જોઇએ તો (૧) શબાનાબેન પઠાણ – ઉ.વ. – ૨૩ વર્ષ, (૨) બુચીબેન ભાભોર – ઉ.વ. –Read More


કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનામાં પાઇપ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ

આનંદો ! નાની ક્યારથી અદલવાડા સુધી ૧૨૫ કિ.મી. લાઇન નાખી દેવાઇ, ૫૦ કિ.મી. ફિડર લાઇનનું કામ પણ પૂર્ણ. હવે માત્ર વીજ લાઇન નાખવાનું કાર્ય બાકી, ગોઠીબના પમ્પિંગ સ્ટેશનમાં વીજ લાઇન મળી ગઇ, બાકીના ત્રણમાં ઝડપથી વીજળી આપી દેવાશે. યોજના પૂર્ણ થતાં દાહોદના ૫૪ તળાવો, પાંચ જળાશયો અને ત્રણ નદીઓમાં પાણી ભરાતા નંદનવન બનશે, દસ હજાર હેક્ટર જમીનને સિંચાઇનો લાભ. ઉનાળાની ગરમી અને કોરોના વાયરસની ચિંતામાં ત્રાહિમામ પોકારી ઉઠેલા દાહોદ જિલ્લાના લોકો માટે એક સારા સમાચાર છે. દાહોદ જિલ્લાને નંદનવનમાં પરિવર્તિત કરનારી ₹. ૧૦૫૪.૭૬ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના પૂર્ણ થવાનેRead More


દાહોદ તાલુકા કૉંગ્રેસ સમિતિએ કિરીટ પટેલની આગેવાનીમાં આવેદન આપ્યું

દાહોદ તાલુકા કૉંગ્રેસ એ આપ્યું આવેદન. દાહોદ જિલ્લા કૉંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતની જેમ દાહોદમાં પણ દરેક તાલુકા મથક ઉપર આવેદન આપવામાં આવ્યા હતા. દેશમાં Covid-19 ના કારણે માર્ચ મહિનાથી અત્યાર સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પ્રદેશની ભાજપ સરકારે આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પડખે આવું જોઈએ અને તેમના આ ત્રણ મહિનાના વીજળી બિલ, વેરા, ટેક્સ, નાના દુકાનદારોના દુકાન વેરા, પાણી વેરા, મિલકત વેરા અને કિસાનોની ધિરાણની લોનના વ્યાજ અને હપ્તા ભરીRead More


દાહોદ ટાઉન પોલીસ સાથે મળીને ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા 2 ગૌ વંશને બચાવવામાં મળેલ સફળતા

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૨૫/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ વહેલી સવારે દાહોદ ગૌ રક્ષા દળની ટીમને માહિતી મળી હતી કે આજે મુસ્લિમ સમાજની ઈદ હોવાના કારણે આમૂક કસાઈઓ દ્વારા ગૌવંશનું કતલ કરવામા આવશે. તેવી ગૌ રક્ષકોને બાતમી મળી કે દાહોદ તાલુકાના ખરજ ગામથી એક પિકઅપ ગાડી ગૌ વંશ ભરી દાહોદ કસ્બામા કતલ માટે લાવવાના છે જેથી ગૌ રક્ષકો દ્વારા દાહોદ જિલ્લા પોલીસ કન્ટ્રોલ તથા દાહોદ ટાઉન પોલીસ ઇસ્પેક્ટર વી.પી. પટેલનો સંપર્ક કરીને બાતમી આપી. ત્યારબાદ પોલીસ અને ગૌ રક્ષકો દ્વારા પિકઅપ ગાડીની વોચ ગોઠવવામાં આવી અનેRead More


દાહોદમાં રેલ્વે ઓવર બ્રિજથી ઝાલોદ બાયપાસ સુધીનો બનશે નવો રસ્તો

હાઇવે ઓથોરિટીએ રૂ. ૨ કરોડ માર્ગ મકાનને ફાળવ્યા બાદ, રસ્તાનું નવીનીકરણ થયા બાદ તેનું હસ્તાંતરણ થશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તક રહેલા દાહોદ શહેરના રેલ્વે ઓવર બ્રિજથી ઝાલોદ બાયપાસ સુધીના રસ્તાનું ₹. ૨ કરોડના ખર્ચથી નવીનીકરણ થવા જઇ રહ્યું છે. હાઇવે ઓથોરિટીએ આ માટેની રકમ રાજ્યના માર્ગ અને મકાન વિભાગને અપાતા હવે ટૂંક સમયમાં નવો પેવર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. નાયબ કાર્યપાલક ઇજનેર વિજય ભાભોરે જણાવ્યું કે, આ સાત કિલોમિટરનો આ માર્ગ હાઇવે ઓથોરિટી પાસે હોવાથી તેના મેઇન્ટન્સમાં તકલીફ પડતી હતી. કારણ કે, હાઇવે ઓથોરિટીની એક ઓફિસRead More


🅱️reaking : દાહોદ જિલ્લા વધુ ૦૪ વ્યક્તિ કોરોના વાઈરસ ની ચપેટમાં

એક બાજુ સરકાર દ્વારા લોકડાઉન – ૪ માં નિયમો હળવા કરતા જ બહારગામમાં ફસાયેલા લોકો દાહોદ જિલ્લામાં પરત આવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં કોરોના ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બહારગામ થી દાહોદ ગામ તથા જિલ્લામાં આવતા તમામ લોકોને ક્વોરન્ટાઈન કરી તેઓના સેમ્પલ લઈ તેની ચકાસણી કરી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આજે તા.૨૩/૦૫/૨૦૧૦ ને શનિવારના રોજ સવારમાં ૧૦૧ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા, ત્યારબાદ સાંજના અંદાજે ૦૫:૪૫ વાગ્યાની આસપાસ કુલ ૧૫૦ વ્યક્તિ રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્ર એ હાશકારો લીધો હતો પરંતુ થોડી વાર પહેલા અંદાજેRead More


બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અપીલ

લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટોમાં બીનજરૂરી રીતે બહાર ન નીકળવાની જાહેર અપીલ કરતા જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણનો ખતરો હજુ ટળ્યો નથી. છૂટછાટ કોરોનાએ લીધી નથી. એટલે હજુ પણ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, ગરીબ, મધ્યમવર્ગ અને જરૂરિયાતમંદ, નાનામોટા વેપારીઓ અને શ્રમિક વર્ગના લોકોની સ્થિતિને ધ્યાને રાખીને સરકાર દ્વારા ગત તા.૧૭મી થી લોકડાઉન હળવું કર્યું છે અને કેટલીક પ્રવૃત્તિને મંજૂરી આપી છે. હવે આપણે સૌએ જવાબદારી નાગરિક તરીકે વર્તવાનું છે. બને ત્યાં સુધીRead More


દાહોદમાં લોકડાઉનમાં પશુમાત્રની ખેવના, ત્રણ ગૌશાળાને ₹. ૫.૧૬નું અનુદાન

રાજ્ય સરકારે પશુઓ પ્રત્યે દાખવેલી અનેરી સંવેદનશીલતા. લોકડાઉનમાં સખાવતને અસર પડતા જિલ્લાની ત્રણ ગૌશાળાના ૬૮૮ પશુઓ માટે અનુદાન ફાળવવામાં આવ્યું. લોકડાઉનના સમયગાળામાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ૧૭૧ કેસમાં સ્થળ ઉપર જઇને પશુની સારવાર કરવામાં આવી. લોકડાઉનમાં સમયમાં માત્ર નાગરિકો જ નહીં પણ પશુમાત્રને કોઇ તકલીફ ના પડે એની ખેવના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાખી છે. ખાસ કરીને કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લાગું કરવામાં આવેલા લોકડાઉનના સમયગાળામાં ગૌશાળાઓને કોઇ તકલીફના પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ અનુદાનનું પ્રાવધાન કરવામાં આવતા દાહોદ જિલ્લાની ત્રણ ગૌશાળાને ₹. પ.૧૬ લાખ ફાળવવામાંRead More


દાહોદ જિલ્લા – શહેરમાં ઇદ પર્વની ઉજવણી સાવચેતી સાથે કરવા કલેક્ટર વિજય ખરાડીની જાહેર અપીલ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ રમઝાન માસની પૂર્ણાહુતિ અને તે પ્રસંગે ઉજવાતા ઇદના તહેવાર અનુલક્ષીને તમામ મુસ્લિમ સમાજને શુભકામનાઓ પાઠવી છે અને રમઝાન ઇદનો તહેવાર સામાજિક અંતરના પાલન, સેનિટાઇઝેશનના અનુપાલન સાથે મનાવવામાં આવે તેવી અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ આપેલા શુભકામના સંદેશમાં કહ્યું કે પવિત્ર રમઝાન માસ દરમિયાન દાહોદના સમગ્ર મુસ્લિમ સમાજે રોજા રાખી ઇબાદત કરી છે. આ રમઝાન માસમાં કોઇ પણ સામુહિક બંદગી ન કરીને તમામ લોકોએ ખૂબ જ નેકીનું કામ કર્યું છે. વહીવટી તંત્ર અને પોલીસને અત્યાર સુધીRead More


દાહોદ જિલ્લાના ૧૦.૭૨ લાખ લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાનું સેવન કરાવાયું

કોરોના વાયરસ સાથે જીવતા શીખવા અને શરીરને નરવું રાખવા સિવાય હવે કોઇ જ છૂટકો નથી. કોરોના વાયસરના સંક્રમણના કાળમાં પહેલું સુખ તે જાતે નર્યા એ વાત લોકોને ભલીભાંતી સમજાઇ છે. જીવલેણ સાબીત થઇ રહેલા આ વાયરસની દવા શોધવા માટે વિજ્ઞાન યત્નો કરી રહ્યું છે. ત્યારે, કોરોનાથી બચવા માટે હાલના તબક્કે ભારતીય સંસ્કૃતિની વિશ્વને અમૂલ્ય દેન સમા આયુર્વેદ અકસીર સાબીત થઇ રહ્યો છે. એટલે જ દાહોદ જિલ્લામાં સરકાર દ્વારા લોકોને આયુર્વેદિક દવાઓનું સેવન કરાવવામાં આવી રહ્યું છે. જિલ્લા આયુર્વેદિક કચેરીની કચેરી દ્વારા અત્યાર સુધીમાં ૧૦.૭૨ લોકોને આયુર્વેદિક ઉકાળા ઉપરાંત હોમિયોપેથિક દવાનું સેવનRead More