ધરપકડ: જાલતમાં અવન્તિકા હોટલના પ્રાંગણમાં પડેલી બે ટ્રકમાંથી રૂા. 89.44 લાખનો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
જાલતથી દારૂ ભરેલી બે ટ્રક એલસીબી એ ઝડપી પાડી હતી. - Divya Bhaskar

જાલતથી દારૂ ભરેલી બે ટ્રક એલસીબી એ ઝડપી પાડી હતી.

  • સરદારપુરના યુવકની ધરપકડ : દારૂ અને ટ્રક મળી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

દાહોદ શહેર નજીક જાલત ગામે અવન્તિકા હોટલના પ્રાંગણમાં ઉભેલી બે ટ્રકમાંથી 89.44 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. એલસીબીએ મધ્ય પ્રદેશના એક યુવકની ધરપકડ કરીને તેની પુછપરછ શરૂ કરી છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ અંગે કતવારા પોલીસ મથકે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં દારૂની પ્રવૃતિને ડામવાની નાયબ પોલીસ મહાનીરીક્ષક એમ.એસ ભરાડાની સુચનાના આધારે એસ.પી હિતેશ જોયસરના માર્ગદર્શનમાં એલસીબી પીઆઇ બી.ડી શાહ અને પીએસઆઇ પી.એમ મકવાણા જુદી-જુદી ટીમો બનાવીને વાહનોની વોચમાં હતાં. તે વખતે બી.ડી શાહને મળેલી બાતમીના આધારે શહેર નજીક જાલત ગામે આવેલી અવન્તિકા હોટલના પ્રાંગણમાં ઉભેલી બે ટ્રકોની તલાશી લેવામાં આવી હતી. જો એક ટ્રકમાંથી મધ્ય પ્રદેશના સરદારપુરના શિવાજી માર્ગનો રહેવાસી ઇમરાન અખ્તરખાન મળી આવતાં તેને અટક કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાનએમપી-13-એચ-1108 અને એમપી-09 એચએફ-2905 નંબરની ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓમાંથી 8520 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે બંને ટ્રકમાંથી 89,44,800 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવા સાથે વીસ લાખ રૂપિયાની કિંમતની ટ્રકો પણ કબજે લીધી હતી. આ ઘટના અંગે કતવારા પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને આગળની તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: