કામગીરી: દાહોદ પાલિકા 7મી વખત વહીવટદારના હવાલે જશે, 12ડિસેમ્બર થી સંચાલન માટે નિમણૂક, 11 ડિસેમ્બરે ટર્મ પૂર્ણ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dahod Palika Will Be Handed Over To The Administrator For The 7th Time, Appointment For Management From December 12, Term Ends On December 11.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાલિકાના CO વહીવટદાર તરીકે નિયુકત થશે
  • વર્ષ 1993થી 1995 દરમિયાન 26 મહિના સુધી દાહોદ પાલિકા વહીવટદારના હવાલે રહી હતી

દાહોદ નગર પાલિકાના વર્તમાન શાસકોની અવધિ સંપન્ન થતા તા.12 ડિસેમ્બર 2020થી આશરે ત્રણ માસ માટે હવેથી દાહોદ નગરપાલિકાના વહીવટદાર તરીકે પાલિકાના મુખ્ય અધિકારીની નિયુક્તિ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ નગરપાલિકામાં આ અગાઉ અત્યાર સુધીમાં કુલ છ વખત વહીવટદારની નિયુક્તિ થઈ છે અને હવે નગરના વહીવટ કાજે તા.12.12.’20 થી દાહોદ પાલિકામાં સાતમા વહીવટદાર તરીકે દાહોદ પાલિકાના મુખ્ય અધિકારી નવનીતકુમાર પટેલની નિયુક્તિ જાહેર થાય તેવી માહિતી છે.

આશરે 135 વર્ષ અગાઉ સ્થપાયેલ દાહોદ નગર પાલિકામાં અગાઉના સમયે અપક્ષો, બાદમાં કોંગ્રેસ અને છેલ્લા અઢી દાયકાથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. આ દરમ્યાન તા. 27.11.1992થી તા.11.1.1995ના સમયગાળા દરમ્યાન આશરે લાગલગાટ 26 મહિના સુધી દાહોદ નગરપાલિકા વહીવટદારના હવાલે રહેવા પામી હતી તે અત્યાર સુધીનો એક કીર્તિમાન છે.

હવે જ્યારે કોરોનાનું સંક્રમણ વ્યાપ્ત છે ત્યારે રાજ્ય સરકાર તરફથી નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી ત્રણ માસ માટે સ્થગિત કરવામાં આવી છે. દાહોદ પાલિકાના વર્તમાન પ્રમુખ અભિષેક મેડાનો કાર્યકાળ આજે તા.11.12. 2020 ના રોજ સમાપ્ત થાય છે ત્યારબાદ આશરે ત્રણ મહિના સુધી દાહોદ નગરપાલિકામાં નવા વહીવટદાર તરીકે મુખ્ય અધિકારી જ નિયુક્ત થશે તે નિશ્ચિત થઇ ગયું છે.

ક્યારે કોણ વહીવટદાર નિમાયું?
પહેલી વખત તા.27 11.1992 થી તા.6.12.93 ના આશરે 12 માસ માટે નગરપાલિકામાં સૌથી પહેલી વખત વિજયસિંહ વાઘેલા નામે વહીવટદારની નિયુક્તિ થવા પામી હતી. ત્યારબાદ બીજા દિવસથી એટલે કે તા.7.12.’93 થી તા.29.10.1993 ના આશરે 11 માસ માટે હર્ષદભાઈ આર.શાહ અને તૈયારીમાં તા.30‌.10.1994 થી તા.20.11.1994 ના માત્ર 20 દિવસ માટે મામલતદાર મહેશભાઈ આર. શર્માને વહીવટદાર મુકાયા હતા. તો તા.21.11.1994 થી તા.11.1.1995 સુધીના લગભગ દોઢ માસના સમયગાળા માટે ફરીથી હર્ષદભાઈ શાહ અને ફરી એકવખત તા. 28‌.8.2000થી તા.3.10.2000 સુધીના આશરે પાંચ સપ્તાહ માટે આર.એમ‌.પગી વહીવટદાર નિમાયા હતા. છેલ્લે તા.24.1.2005 થી તા.3.11.2005 ના આશરે 9 મહિના માટે આર.વી.ગામીત દાહોદ નગરપાલિકામાં વહીવટદાર તરીકે નિયુક્ત થયા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: