Vaysk Pravrutti Kendra’s 1st Annual Function Successfully Finished at Dahod

શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર દ્વારા સંતશ્રી પૂ. મૌનીબાબાના આશીર્વાદથી દાહોદના વડીલો કાજે પડાવ વિસ્તારમાં આવેલ શ્રી બનખંડી હનુમાનજીના મંદિર પરિસરમાં ચાલતા શ્રી મૌનીબાબા વયસ્ક પ્રવૃત્તિ કેન્દ્રની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી હતી. દાહોદના સેંકડો વયસ્કો દરરોજ સાંજે વિવધ પ્રવૃત્તિઓ સાથે ધમધમતા આ પરિવારમાં જોડાયા હોઈ વાર્ષિકોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દાહોદ ખાતે રામરોટી, માસિક સિદુ, ધાર્મિક કથાઓ, સમૂહ લગ્નોત્સવ જેવી અનેકવિધ પ્રવૃત્તિ કરતા આ સંતકૃપા સત્સંગ પરિવારના અગ્રણીઓ સહિત આ વયસ્ક પ્રવૃત્તિના શ્રી રમેશભાઈ ખંડેલવાલ, શ્રી બાબુલાલ પંચાલ, શ્રી કિશનભાઈ અગ્રવાલ, શ્રી પંકજભાઈ શેઠ સહિતના અનેક અગ્રણીઓ અને જીલ્લા ભાજપ પ્રમુખશ્રી સુધીરભાઈ લાલપુરવાલા, શ્રી ગોપાલભાઈ ધાનકા, શ્રી ગોપાલભાઈ શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વયસ્ક પ્રવૃત્તિ કેન્દ્રના અગ્રણી શ્રી હરેશભાઈ કડકીયાએ આ કેન્દ્રની પ્રવૃત્તિનો ચિતાર રજુ કર્યો હતો.ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમૂહ સ્નેહ ભોજનનો આનંદ પણ સહુ ઉપસ્થિતોએ માણ્યો હતો. આવો, આપણે પણ અત્રે નિજાનંદની આ સરસ પ્રવૃત્તિના વાર્ષિકોત્સવની તસ્વીરો નિહાળીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com  


Related News

Comments are Closed

%d bloggers like this: