Successful ReUnion of M.Y.HighSchool’s ’78 TO ’98 Twenty Years HSC Batch

 દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અંતર્ગત ચાલતી શ્રીમતિ મેમુનાબાઈ યાહ્યાભાઇ હાઈસ્કૂલ એટલેકે એમ.વાય.હાઈસ્કૂલ ખાતે 1978 માં વિજ્ઞાન પ્રવાહનો આરંભ થયો હતો. ત્યારથી લઈને સતત બે દાયકા લગી અર્થાત 1998 સુધીમાં ધોરણ: 12 સાયન્સ કરી ચૂકેલા વિદ્યાર્થીઓનું નવતર પ્રકારનું સ્નેહ સંમેલન હાલમાં નવું રૂપ ધારણ કરી રહેલી એમ. વાય.હાઈસ્કૂલના નિર્માણાધીન ભવન ખાતે યોજાયું હતું. તો સાથે હાલમાં જૂની એમ.વાય.હાઈસ્કૂલના જે વર્ગખંડો બચ્યા છે ત્યાં જ તે સમયના શિક્ષકોએ ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને પોતાની જૂની અને જાણીતી એવી આગવી ઢબથી ફિજીક્સ, કેમેસ્ટ્રી, બાયૉલૉજી, મેથ્સ, ઈંગ્લીશ જેવા પિરિયડ્સ લીધા હતા અને સાથે જે તે લેબોરેટરીઝમાં વિદ્યાર્થીઓને પ્રયોગો પણ કરાવ્યા હતા. અત્રે પોતાના સમયની ” મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે” પ્રાર્થના, સંકુલ ગીત સહિત અગાઉના સમયે થતો તેવો સ્કૂલબેલનો ઘંટનાદ સાંભળીને વર્ષો બાદ વિદ્યાર્થીઓ રોમાંચિત થઇ ગઈ ગયા હતા. પીરિયડ્સ બાદ ઉપસ્થિત તમામ જુના શિક્ષકોનું સન્માન અને ઉદબોધન પણ થયું હતું. સરસ મજાના ચાહ નાસ્તાથી લઇ સ્વાદ રહી જાય તેવા ભોજનનો પણ અત્રે આનંદ ઉઠાવી વિદ્યાર્થીઓ ખુશ થયા તે કરતા પણ વધુ ખુશાલી પોતાના અને પોતાની આગળ પાછળના સમયના ”એમવાયીયનો” ને પુન: વિદ્યાર્થી અવસ્થામાં જોઈને મેળવ્યો હતો. ટૂંકમાં આ ”ચાલે સ્કૂલ” સ્નેહ સંમેલન અત્યંત સફળતાને વર્યું હતું. આવો, આપણે અત્રે આ સાવ નોખી ઢબના કાર્યક્રમની તસવીરો નિહાળી આનંદ મેળવીએ.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: mailto:dostiyaarki@gmail.com  &  sachindahod@gmail.com 


Related News

Comments are Closed

%d bloggers like this: