દીપડાનો આતંક: લિમડીમેન્દ્રીમાં દીપડાનો આતંક 8 બકરા ખાઇ ગયો, માણસો ભયમાં

ધાનપુરએક કલાક પહેલા કૉપી લિંક જંગલમાં પશુ ચરાવવાનું બંધ કરતાં દીપડો ગામમાં આવવા લાગ્યો થોડા દિવસ પહેલા બાઇક ચાલકની સીટ પર દીપડાએ પગ ચઢાવી દીધા હતા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લીમડી મહેન્દ્ર ગામમાં છેલ્લા એક માસથી દીપડાનો આંતક વધી જવા પામ્યો છે. જેના પગલે ગામ લોકોએ પોતાના પાલતુ પશુઓને જંગલમાં ચરાવવાનું જ છોડી દેતા દીપડો હવે ગામમાં પણ દિવસે આવવા લાગતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધાનપુર તાલુકાના લીમડી મહેન્દ્ર ગામના એક મહિનાથી વન્યપ્રાણી દીપડા પોતાના પાલતુ પશુઓ બકરાઓનો ખાસ કરીને શિકાર કરતો હતો અને અત્યાર સુધીમાં 8Read More


મેઘાએ મોઢું ફેરવ્યુ: દાહોદ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી છુટક છાંટા સિવાય વરસાદ ન વરસતાં ચિંતાના વાદળો ઘેરાયા

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક છેલ્લે 16 જુલાઇના રોજ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયા બાદ મેઘો રિસાયો જિલ્લામાં એકધારા વરસાદને અભાવે જળાશયોમાં પણ નવા નીરની આવક નથી થઇ દાહોદ જિલ્લામાં ચોમાસું જામતુ ન હોવાથી હવે ચિંતાના વાદળો ઘેરાયા છે. ધરતીપુત્રોએ પ્રથમ વરસાદ બાદ વાવેતર કરી દીધુ છે, ત્યારે છેલ્લા એક સપ્તાહથી મેઘાએ મોઢું બતાવ્યુ નથી. જેથી એક તરફ બફારાથી પ્રજા ત્રસ્ત છે તેમજ ખેડૂતો પણ હવે આકાશો મીટ માંડીને બેઠા છે. જોકે, હવામાન વિભાગની આગાહીથી આશા બંધાઇ છે. દાહોદ જિલ્લામાં આ વખતે ચોમાસુ મોડું શરુ થયુ હતુ તેમજ જિલ્લામાં જે તેRead More


કિસ્મત બાદ કોરોના વેરી બન્યો: પિયરમાં રહેતી મહિલાના પિતાનો કોરોનાએ ભોગ લીધો, ભાઈ-ભાભીએ કાઢી મૂકતાં 181ની ટીમ વ્હારે આવી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક તારી કોઈ મિલ્કત નથી તેમ કહી કાઢી મૂકવાનો તખ્તો તૈયાર હતો અને 181 વ્હારે આવી ખાખીને જોતા જ ભાઈ ભાભીની શાન ઠેકાણે આવતા માફી માંગી દાહોદમાં એક ગૃહકલેશના કિસ્સામા પીડિત મહિલાને સાથ આપી દાહોદની મહિલા અભયમ ટીમે પરિવારમાં સમાધાન કરાવ્યું હતું. વાત એમ હતી કે દાહોદના કોઇ એક ગામમાંથી એક મહિલાનો 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો કે તેમના ભાભી દરરોજ હેરાન કરે છે અને વાત હિંસા સુધી પહોંચી છે. અભયમ રેસ્ક્યુ ટીમ દાહોદ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાના ભાઇ-ભાભીને કડક શબ્દોમાં સૂચના આપી આRead More


દાહોદનું બેદરકાર આરોગ્ય વિભાગ: કોરોના ટેસ્ટિંગ કિટ, બ્લડ સેમ્પલ, નીડલો મુખ્ય માર્ગે રઝળતાં મળ્યાં

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં કોઇ તબીબે નાશ કરાવવાના બદલે કચરામાં નાખતાં રોષ કચરાની ગાડીમાં પડેલો મેડિકલ વેસ્ટ 3 કલાક રસ્તે રઝળ્યો દાહોદ શહેરના ફાયર સ્ટેશન નજીક ધમધમતા રસ્તે મેડિકલ વેસ્ટ જોવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ મેડિકલ વેસ્ટ 3 કલાક સુધી રસ્તે રઝળ્યો હતો. કચરાની ગાડીમાંથી વેસ્ટ પડ્યો હોવાનું લોકોએ જણાવ્યુ હતું. કોઇ તબીબે નાશ કરાવવાના બદલે મેડિકલ વેસ્ટ કચરામાં નાખી દેવાતાં લોકોમાં રોષ ફેલાયો હતો. દાહોદના માણેકચોકથી નીચે ઉતરતા ઢાળે ફાયર સ્ટેશન અને નવા શાકમાર્કેટની વચ્ચેના રસ્તે ગુરુવારે સવારના સમયે મેડીકલ વેસ્ટ પડેલો જોવાતા કોરોનાથી માંડRead More


વિવાદ: પ્રેમ સંબંધની શંકામાં લાકડીથી હુમલો કરતાં બે વ્યક્તિને ઈજા, ચૈડિયાનો યુવક તથા ફોઈનો પુત્ર નિ.ખાખરીયાથી પરત આવતા હતા

લીમખેડા3 કલાક પહેલા કૉપી લિંક ફાઇલ તસવીર હુમલો કરનારા ખાખરીયાના બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચૈડીયા ગામના પટેલ ફળિયામાં રહેતો કમલેશ સરતનભાઈ કટારા તથા રતનમહાલ ગામે રહેતો તેની ફોઇનો પુત્ર રવિન્દ્ર જશુભાઈ ભુરીયા મોટરસાકલ ઉપર બેસી નિનામાના ખાખરીયા ગામથી પરત આવી રહ્યા હતા. તે સમયે નિનામાના ખાખરીયા ગામના રોશન વિનુભાઈ નિનામા તથા કિશન બાબુભાઈ નીનામાએ મોટર સાઇકલ સવાર કમલેશ કટારા તથા રવિન્દ્ર ભુરીયાને થોભાવી તું મારી સાળી સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે. તેવું જણાવી બિભત્સ ગાળો બોલી ઉશ્કેરાઇ જઇ પોતાના હાથમાં પકડેલી લાકડીઓ વડે હુમલો કરવામાંRead More


સગીરાનુ શોષણ: દાહોદ જિલ્લામા અબળાઓ પર અત્યાચારની વણથંભી વણઝાર: વધુ એક સગીરાને હવસખોરે પીંખી નાખી

દાહોદ39 મિનિટ પહેલા કૉપી લિંક અપહરણ કરી જઈ મોબાઈલમા અશ્લીલ વીડિયો બતાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ દાહોદ તાલુકાના રાબડાળ ગામે એક નરાધમે એક 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો. તેણીને મોબાઈલમાં અશ્લિલ વીડિયો બતાવી સગીરાની નાદાનીનો ફાયદો ઉઠાવી તેણીની ઉપર અવાર નવાર દુષ્કર્મ ગુજારતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવવામા આવી છે. આમ જિલ્લામા આવી ઘટનાઓની વણથંભી વણઝાર સર્જાઈ છે. ગત તા.9મી જુલાઈના રોજ દાહોદ તાલુકાના વાંદરીયા ગામે રહેતો વિપુલ જવસીંગભાઈ એક 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો અને સગીરાને દાહોદ તાલુકાના રાબડાળ ગામે ગોંધી રાખી હતી. આRead More


ભાસ્કર વિશેષ: દાહોદની સખીમંડળની મહિલાઓ વીજમીટર રીડિંગનું કામ કરી આર્થિક-સામાજિક ક્ષેત્રે ઉદાહરણરૂપ બની

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વીજમીટર રીડિંગથી આ મહિલાઓ કરે છે મહિને રૂ. 10 હજારથી પણ વધુની કમાણી પુરૂષ આધિપત્ય ધરાવતા ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની ક્ષમતા સાબિત કરી છે. વર્ષોથી જે ક્ષેત્રોમાં મહિલાઓ કામ કરી શકે તેવી આપણે કલ્પના પણ કરી ન હોય તેવા ક્ષેત્રોમાં હવે મહિલાઓ પુરૂષોને બરાબરની ટક્કર આપી રહી છે. પુરૂષોના એકાધિકાર ધરાવતા વીજમીટર રીડિંગના કામમાં રાજય સરકારની પહેલથી દાહોદ જિલ્લાના વિવિધ સખીમંડળની આદિવાસી મહિલાઓ વીજમીટર રીડિંગનું કામ કરી આર્થિક રીતે સ્વનિર્ભર તો બની જ છે, સાથે સમાજના સમીકરણો પણ બદલી રહી છે. દાહોદ જિલ્લાની 25 સખીમંડળની મહિલાઓRead More


અકસ્માતનો ભય: દાહોદના સ્માર્ટ સીટી રસ્તામાં ટ્રક ફસાયાના 5 દિવસ બાદ પણ ખાડો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ટ્રક ફસાયાના 5 દિવસ બાદ પણ ખાડો પુરવાની તસ્દી લેવાઇ નથી. રસ્તા પર લાઇટ ન હોવાથી અકસ્માતનો ભય : ડિવાઇડર પર લાઇટની માંગ આ જ રસ્તે કેન્દ્રીય વિદ્યાલય, પોલીસ મથક તેમજ પ્રસિદ્ધ મંદિરોએ જવાય છે સ્માર્ટ સીટી અંતર્ગત આખા દાહોદ શહેરમાં વિવિધ વિકાસ કામો થઇ રહ્યા છે. ત્યારે આ અંતર્ગત કરાયેલા કામમાં પાંચ દિવસ પહેલા ટ્રક ફસાઇ ગઇ હતી. ત્યાં હજી સુધી તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા ખાડો પુરવઠાની તસ્દી લેવાઇ નથી. તેમજ આ રસ્તા ઉપર કેન્દ્રીય વિદ્યાલય, તાલુકા પોલીસ મથક તેમજ પ્રસિધ્ધ મંદિરો આવેલા હોવાથીRead More


ધરપકડ: પેથાપુરમાં ફાઇનાન્સ કર્મચારીઓને લુંટનાર ચાકલીયાના લૂંટારા ઝડપાયા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર લૂંટેલામાંથી રૂા. 20 હજારથી વધુ રિકવર કરાયા 7 જૂનના રોજ ઝાલોદ તાલુકાના પેથાપુર બલેન્ડીયા રોડ ઉપર આવેલ નહેર નજીક સુના માળમાં ત્રણ અજાણ્યા ઇસમો મોટર સાયકલ ઉપર આવી ફાઇનાન્સ કર્મચારીને લૂટનો બનાવ બન્યો હતો. જેમાં ફીનકેર ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ મહીલા સખી મંડળમાં જોડાયેલ મહીલાઓ પાસેથી લોનના હપ્તાના નાણાં રૂા. 25,300 એકત્રીત કરી પોતાની અલગ અલગ બે મોટર સાયકલ ઉપર બેસીને જતા હતા તે દરમ્યાન તેઓ બન્નેને રોકી બન્ને પૈકી એક કર્મચારીને પાવડાના હાથા વડે માર મારી તેની પાસેના રોકડા રૂપિયા 25,300 તથા મોબાઇલRead More


મેઘમહેર: દાહોદના તાલુકાઓમાં વરસાદ નોંધાયો પણ નદીનાળા વહે તેવા મહેરની ઊણપ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વરસાદના અભાવે જિલ્લાના 8 જળાશયોની પરિસ્થિતિ હજુ જૈસે થે જિલ્લામાં સૌથી વધુ દાહોદમાં કુલ 158 મિમી વરસાદ વરસ્યો એક સપ્તાહમાં દાહોદનું તાપમાન 4 સે.ગ્રે.ડિગ્રી ઘટ્યું દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઓછેવત્તે અંશે મેઘમહેર નોંધાઈ છે પરંતુ, જિલ્લાના નદીનાળાં વહેતા થાય તેવો નોંધપાત્ર વરસાદ નથી થયો એટલે મોટાભાગના જળાશયોમાં પાણીની આવક નથી નોંધાઈ.જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં છૂટાંછવાયા ઝાપટાં જ વરસ્યા છે એટલે પૂરતા વરસાદની ઓછપનાં લીધે વરસાદી પાણી જમીનમાં પચવા બદલે એમ જ વહી જાય છે એટલે વર્તાતા દાહોદવાસીઓને હજુ જોઈએ તે પ્રમાણમાં ઠંડક નહીં થતા ઉકળાટવાળા વાતાવરણથીRead More