🅱️reaking : દાહોદ કતવારા ગામના મોટી લછેલી ગામમાં પથ્થર મારો, આરોપીઓને કડક સજા થાય તેવી પીડિત પરિવારની માંગ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદના કતવારા ગામના મોટી લછેલી ગામમાં માલિકી જમીન માં જમીન માલિકે કચરોના ફેંકવાનું મહિલાને કહેતા મહિલા ઉશ્કેરાઈ ઘર સભ્યોને બોલાવી લાવી અને જમીન માલિકને ગાળો બોલવાનું શરૂ કરી દેવામાં આવ્યું અને જોત જોતામાં નાનકડા ઝગડાએ ઉગ્ર રૂપ સ્વરૂપ ધારણ કરી લીધુ અને પથ્થર મારો શરૂ કરી દેવામાં આવ્યું. જેમાં ઘરના માલિકના પરિવારના આશરે 5 થી 6 સભ્યોને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ. જેમાં ઘરના ઘવાયલા સભ્યોને 108 દ્વારા દાહોદ ના ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામા આવ્યા. જેથી પૂરું પરિવારRead More


દાહોદ સેંટ સ્ટીફન્સ હાઈસ્કૂલમાં તારીખ ૨૧ અને ૨૨ ડિસેમ્બર 2019 – 20 ફનફેર નું આયોજન કરવામાં આવ્યું

  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ શહેર ખાતે ગોધરા રોડ ઉપર આવેલ સેંટ સ્ટીફન્સ હાઈસ્કૂલમાં તારીખ ૨૧ અને ૨૨ ડિસેમ્બર 2019 – 20 ફનફેર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓએ રમત-ગમતના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ તથા એજ્યુકેશનલ સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેન્ટ સ્ટીફેન્સ સ્કુલના પ્રિન્સીપાલ ફાધર પોલરાજ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ફનફેરનું આયોજન છેલ્લા ત્રણ વર્ષથી આમો કરીએ છીએ જેનો મૂળ તાત્પર્ય બાળકોને રૂપિયા કેવી રીતે કમાવા તેનું મહત્વ સમજાવવું જે બાળકો અજાણ્યા વ્યક્તિRead More


CAB અને NRC મુસ્લિમ વિરોધી નથી, તેમ છતાંય વિરોધ પક્ષએ દેશમાં હિંસા કેમ ભડકાવી ?  શું ઇટાલિયન કોંગ્રેસી બલ્બ ઉડતા પહેલા વધારે ઉજાસ ફેંકી રહ્યો  છે ? 

 BY – NEHAL SHAH –– Editor In Chief NewsTok24  આપણા દેશમાં આપણી લોકશાહીમાં થમ્પિંગ મેજોરીટીથી ચૂંટાયેલી સરકાર કોઈ નિર્ણય લે અને તે જનહિતમાં હોય તેમ છતાં વિરોધ પક્ષ આવા મુદ્દાઓ લઈને અમુક ચોક્કસ લોકોને ખોટી રીતે ઉશ્કેરી અને ગેરમાર્ગે દોરી દેશમાં હિંસા ભડકાવી શું સાબિત કરવા માંગે છે ? તેવું દેશના બીજા ફિકર કરનાર લોકો આ ઇટાલિયન ચશ્માંધારી મંડળીને પૂછી રહ્યા છે.  THIS REPORT IS SPONSORED BY –– RAHUL HONDA શું ઇટાલિયન ચશ્માં ઇન્ડિયાને ભારતમાં પરિવર્તિત થતા નથી જોઈ શકતા ? હવે ખરેખર એ યુગ આવી ગયો છે કે ઇન્ડિયાનું ભારતમાંRead More


દાહોદ જિલ્લામાં ખીલશે ઉદ્યોગ ધંધાની મૌસમ ૧૬૬ લાભાર્થીઓને રૂ. ૩.૨૨ કરોડની લોન : સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો મેગા ક્રેડિટ કેમ્પ

દાહોદ જિલ્લાના મહાત્વાકાંક્ષી યુવાઓ ધંધા રોજગાર સ્થાપી સ્વરોજગાર મેળવી શકે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં મેગા ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૬૬ લાભાર્થીઓને રૂ. ૩ કરોડ ૨૨ લાખની લોન સહાય આપવામાં આવી છે. જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે દાહોદ જિલ્લામાં મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. કલેક્ટર વિજય ખરાડીની આંગેવાનીમાં જિલ્લા તંત્ર દ્વારા વિકાસ કામો સરસ રીતે કરવામાં આવી રહ્યા છે તેમની કામગીરીનેRead More


દાહોદ સ્વચ્છ ભારત અભિયાનમાં અગ્રેસર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ બનાવ્યા ૨ લાખ ૯૨ હજારથી પણ વધુ શૌચાલયો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જીલ્લામાં હવે અમને ખુલ્લામાં શૌચ માટે જવાની શરમજનક સ્થિતિ રહી નથી કારણ કે ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંર્તગત અમારા ધરે શૌચાલય બનાવવામાં આવ્યું છે. આ શબ્દો છે દાહોદના ઉકરડી ગામના માનસીંગભાઇ મકવાણાના. દાહોદ જિલ્લામાં દર વર્ષે સેંકડો નાગરિકો સર્પદર્શથી મૃત્યુ પામી રહ્યા હતા તેનું એક પ્રમુખ કારણ ખુલ્લામાં શૌચ જવાની આદત હતી. આ ઉપરાંત આ આદતને કારણે સ્વાસ્થ્યને લગતાં પણ અનેક પ્રશ્નો ઉદભવતા હતા. બહેન દીકરીઓને શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૧૪માં રાષ્ટ્રપિતાRead More


પ્રધાનમંત્રી આવાસ યોજના સાકાર કરી રહી છે ગરીબ મધ્યમ વર્ગનું પોતાના ઘરનું સ્વપ્ન, દાહોદ જિલ્લાના ૪૦ હજારથી પણ વધુ લોકોએ બનાવ્યું પોતાનું ઘર

અમે આર્થિક રીતે એટલા સદ્ધર ન હતા કે ઘર બનાવી શકીએ પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકારની સહાય મળતાં અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. આનંદની લાગણી સાથે પોતાનું ઘર બનાવી શક્યાની ખૂશી વ્યકત કરતાં રાજુભાઇ હરીજનના આ શબ્દો છે. તેઓ ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામના વતની છે. તેઓ ઘણા સમયથી પોતાનું ઘર બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ બચત થઇ શકતી ન હોઈ તેઓ પોતાનું ઘર બનાવી શકતા ન હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમને સહાય મળતાં તેઓ પોતાના ઘરના સ્વપ્નને સાકાર કરી શક્યા છીએ. પોતાનું મકાન હોય તેવુંRead More


દાહોદ રોટરી કલબ નો સત્કાર સમારંભ યોજાયો, ભાટવાડા પ્રા. શાળામાં દફતર આપવામાં આવ્યા

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની રોટરી ક્લબ ઓફ દાહોદ દ્વારા બોર્ડના વડાની સત્તાવાર મુલાકાત યાત્રા યોજવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિભાગીય વડા રો.ધીરેન દત્તાજી અને અધ્યક્ષ પદના સહાયક ગવર્નર રો.ભરત મિસ્ત્રી શર્માજીનું સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ સરસ્વતી માતાના ફોટો ઉપર માલ્યાર્પણ કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત ક્લબના પ્રમુખ / માનદ્દ સચિવ / પૂર્વ રો.ડો.સી.વી. ઉપાધ્યાયે કર્યું હતું. ત્યારબાદ અમારા NewsTok24.com ના એડિટર ઇન ચીફ નેહલ શાહનું સ્વાગત રો.ધીરેન દત્તાજી એ કર્યું હતું. અને સાથે સાથે અન્ય ઉપસ્થિત પત્રકારો શેતલ કોઠારી, વિનોદRead More


દાહોદ : ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઘરેથી નીકળી ગયેલ સગીરાને સાચું માર્ગદર્શન આપી પરિવારને પરત સોંપી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જીલ્લામાં એક જવાબદાર નાગરિકે મદદ કરવાની ભાવનાથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે અહીં એક નાની ઉંમરની કિશોરી સવારથી બેસી રહી છે, તેને પૂછતાં કશુ જણાવતી નથી. તેને મદદ કરવાની વિનંતી કરતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાત્કાલિક પહોંચી હતી. કિશોરી સાથે વાતચીત કરતા અભયમ હેલ્પલાઇન ટીમને જાણવા મળ્યું કે તે કોઈ છોકરા સાથે જવા માટે સવાર થી સાંજ સુધી બેસી રહી હતી, પરંતુ છોકરો આવતો ના હોઈ મુશ્કેલીમાં મુકાઇ છે. અભયમ ટીમે છોકરાનો મોબાઈલ નંબર મેળવી તેનેRead More


દાહોદના A.R.T.O. ૩૦૯ કિમિ સાયકલિંગ કરી માર્ગ સલામતી અને તંદુરસ્તીનો સંદેશો આપશે

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદના A.R.T.O. સાયકલિંગ કરી ફરજના સ્થળ સુરેન્દ્રનગર હાજર થવા રવાના થયા, બે રાત્રી રોકાણ અને ૪૮ કલાકની કુલ સાહસિક સફર. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફિટ ઇન્ડિયા અભિયાન થી પ્રેરાઇ અને લોકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ આવે એવા હેતુથી R.T.O. ના એક અધિકારીએ એક નવતર અભિયાન આદર્યું છે. દાહોદ ખાતે ફરજ બજાવતા અને હાલમાં જ સુરેન્દ્રનગર ખાતે બદલી પામેલા સહાયક પ્રાદેશિક પરિવહન અધિકારી તાહીર દાંત્રેલિયા સાયકલિંગ કરીને પોતાના બદલીના સ્થળે હાજર થવા રવાના થયા છે. તેઓ બે દિવસ બાદ ઝાલાવાડમાં પહોંચશે. માર્ગમાં સરકારી કર્મીઓને સ્વસ્થ રહેવા અને માર્ગRead More


દાહોદમાં ગઈ કાલથી વલ્લભ સાખી રસપાનનો ધૂમધામથી થયો પ્રારંભ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ગત તા.૧૨/૧૨/૨૦૧૯ ને ગુરુવારના રોજથી “વલ્લભ સાખી રસપાન મહોત્સવ” નો પ્રારંભ પરમ પૂજ્ય ગોસ્વામીના વરદ્દ હસ્તે દીપ પ્રગટાવી બપોરના ૦૩:૦૦ વાગે શુભારંભ થયો. પીનકીનભાઈ શાહના નિવાસ સ્થાનેથી બપોરના ૦૨:૦૦ કલાકે સદ્દભાવના પરિવારની બહેનો દ્વારા કળશ સાથે પોથીયાત્રા મંડપ સુધી લઇ જવામાં આવી. પૂજ્ય શ્રી દ્વારા મનોરથી પરિવારને ઉપરણો પહેરાવીને આર્શીવાદ આપ્યા હતા. ત્યાર બાદ પૂજ્ય દ્વારા વલ્લભના ગુણગાન સમજાવવામાં આવ્યા. પંડાલમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રોતાજનો હાજર રહ્યા.