NewsTok24 પરિવારની દાહોદ જિલ્લાની સમગ્ર જનતાને અપીલ : “મતદાન અવશ્ય કરવું”

દાહોદ જિલ્લાની તમામ જનતાને NewsTok24 પરિવાર તરફથી નમ્ર અપીલ છે કે તા.૨૩/૦૪/૨૦૧૯ મંગળવાર ના રોજ પોતાના મત દ્વારા મતદારોને અપીલ કરતા જણાવવામાં આવે કે, “આપણો એક મત બંધારણનું રક્ષણ કરશે.તે માટે સૌ કોઈ નાગરિકે મતદાન મથકે જઈ દાહોદ જિલ્લાનું ૧૦૦℅ મતદાન થાય તેવો નિર્ણય કરવો. પોતે મતદાન કરવું અને બીજાને પણ મતદાન કરવા પ્રોત્સાહન આપવું. પોતાના ફળીયા, પોળ, સોસાયટીમાંથી દરેક મતદાતા એ મતદાન કર્યું છે કે નહીં તે જોવું. અને ઉંમરલાયક વ્યક્તિ માટે મતદાન મથક સુધી લઈ જવા અને લાવવાની આપણી નૈતિક ફરજ સમજી મતદાન કરવા માટે પ્રેરવા જોઈએ.
NewsTok24 પરિવાર આપ સૌને આપણા દેશના આ મહા ત્યોહારમાં સહભાગી થવા અપીલ કરે છે.


Related News

Comments are Closed

%d bloggers like this: