Gopashtami (Gaay-Gohri) Celebration at Desaiwad

પ્રિય દાહોદીયનો, દિવાળી બાદ આજરોજ ગોપષ્ટમીના અવસરે દાહોદ ખાતે પરંપરા અનુસાર દેસાઈવાડ ખાતે ગાયગોહરી પડતા જબરજસ્ત માનવમેદની ઉમટી રહી હતી. રંગ અને મોરપિચ્છ વડે સજાવટ પામેલ ગાયને ઘઉંમાંથી બનતી વાની ઘૂઘરી અને ગોળ ખવરાવ્યા બાદ તેનું પૂજન કરવામાં આવે છે. બાદમાં દેસાઇવાડ વૈષ્ણવ હવેલી નજીક ગોપાલકો સાષ્ટાંગ સુઈ જાય છે અને તેના ઉપરથી ગાયોનું ધણ સડસડાટ પસાર થાય તે દ્રશ્ય જ રોમાંચક હોય છે. વ્રજ, દાહોદ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોને બાદ કરતા આ ગાય ગોહરીનું પર્વ અન્યત્ર ઉજવાતું નથી. અત્રે દેસાઇવાડ ખાતે આજે તા:31-10-’14 ને ગોપષ્ટમીની સાંજે ગાય ગોહરી પડી હતી તેના ફોટોગ્રાફ્સ અત્રે પ્રસ્તુત છે. આવો, આપણે પણ દાહોદની આગવી પરંપરારૂપ ગાય ગોહરીને દાહોદ ગુગલ ગ્રુપ દ્વારા માણીએ:                                         Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com  






Related News

Comments are Closed

%d bloggers like this: