DAMSES Cultural Programe & S.S.Girdharlal Award’s Photos (Part:3)

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું જે મૂળ છે, એવી ”ન્યુ હાઈસ્કુલ” દાહોદ ખાતે આજથી 100 વર્ષ અગાઉ શુભારંભ પામેલી. અત્યારે તો દાહોદના શૈક્ષણિક જગતમાં અનન્ય સ્થાન ધરાવતી આ સંસ્થાના 100 મા અર્થાત ‘શતાબ્દી વર્ષ’ની ઉજવણી તા:6 થી 9 ડિસેમ્બર, 2014 દરમ્યાન સંપન્ન થવા પામી હતી. આ અંતર્ગત તા: 07-12-’14 ના રોજ સંસ્થાના અર્બન ક્રીડાંગણ ખાતે સંસ્થાની જ વિવિધ શાળાઓના બાળકો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. જે અંતર્ગત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી સુધીરભાઈ લાલપુરવાલા, નગરપ્રમુખશ્રી રાજેશ સહેતાઈ, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી સુરેશભાઈ શેઠ, પ્રમુખશ્રી શોધનભાઈ શાહ, માનદ મંત્રીશ્રી કનૈયાલાલ શાહ સહિતના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી રાજેન્દ્ર ગોહિલને  શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર દ્રારા ‘પ્રતિભા’ એવોર્ડ અને શ્રીમતિ સંગીતાબેન કોઠારીને ‘કર્મશીલ’ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમની વિવિધ તસ્વીરો શ્રી મોહંમદી કપૂરના સૌજન્યથી આપણે અત્રે નિહાળીએ: Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com   


Related News

Comments are Closed

%d bloggers like this: