દાહોદ આંગણે પ. પૂ.ગીરીબાપુના કંઠે શિવ મહાકથાનું ભવ્ય આયોજન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS  દાહોદ જિલ્લાના મુખ્ય નગર દાહોદમાં મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગ રૂપે તા.૧૬/૧૦/૨૦૧૯ ને બુધવારના રોજ એક પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી. વધુમાં દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૦૬/૧૧/૨૦૧૯ ને બુધવારના રોજ થી તા.૧૪/૧૧/૨૦૧૯ ને ગુરુવાર સતત ૦૯ દિવસ સુધી વ્યાસપીઠ પરથી પ. પૂ. ગિરિબાપુ દ્વારા શિવકથાનું અમૃત રસપાન કરવામાં આવશે. જેના ભાગ રૂપે એક પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટના પ્રમુખ રિતેશ ભાટીયા, મંત્રી શીતલબેન પરમાર, ઉપપ્રમુખRead More


News Impact : દાહોદ જિલ્લામાં ૧૩૪.૪૯ કી.મી. રસ્તાઓનું સમારકામ તાબડતોબ હાથ ધરવામાં આવ્યુ

 THIS NEWS IS APONSORED BY –– RAHUL HONDA  માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી. ૯ જેટલા રસ્તાઓની પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી આ વર્ષે દાહોદ જિલ્લામાં પાછલા ૧૦ વર્ષોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં સીઝન ના ૧૦૦ ટકા થી પણ વધુ વરસાદ થયો છે. આ વર્ષે થયેલા ભારે વરસાદને પરીણામે માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતા ૭૩૫.૬૪ કિ.મી. રસ્તાઓમાંથી ૧૩૪.૪૯ કી.મી. જેટલા રસ્તા ઓને નાનું મોટુ નુકશાન પહોચ્યું છે. આ રસ્તાઓની મરામતનું કામ માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે શરૂRead More


દાહોદ સોની સમાજ દ્વારા શ્રી અજમીઢજી મહારાજના જન્મ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે ગત રોજ તા.૧૩/૧૦/૨૦૧૯ ને રવિવારના રોજ દાહોદ મેઢ ક્ષત્રિય સુવર્ણકાર સમાજ દ્વારા શ્રી અજમીઢજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રામાં પુરુષો, મહિલાઓ તથા બાળ ગોપાલ સર્વે જોડાયા હતા. શોભાયાત્રા એમ.જી.રોડ સ્થિત મેઢ ક્ષત્રિય સોની સમાજની વાડી થી ગાંધી ચોક થી દોલત ગંજ બજાર થઈ ગૌશાળા વાળા રસ્તે રળીયાતી રોડ થઈ રાધે ગાર્ડન પહોંચી હતી. રાધે ગાર્ડન ખાતે સમગ્ર સુવર્ણ સમાજના મહિલાઓ તથા બાળ ગોપાલ દ્વારા ગરબા તેમજ શ્રીRead More


દાહોદના ડોક્ટર્સ એસોસિએશને “બેટી બચાઓ – બેટી પઢાઓ” કાર્યક્રમ અંતર્ગત હાસ્ય અને ડાયરા કલાકાર સાંઈરામ દવેનો “રંગ કસુંબલ હસાયરા” ના ભવ્ય કાર્યક્રમનું કર્યું આયોજન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના ઈન્દોર હાઇવે પર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ – ૨ ખાતે આજે તા.૧૨.૧૦.૨૦૧૯ ને શનિવારના રોજ દાહોદ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા “બેટી બચાઓ – બેટી પઢાઓ” કાર્યક્રમ અંતર્ગત રાજકોટના અને ગુજરાતની શાન એવા હાસ્ય અને ડાયરા કલાકાર સાંઈરામ દવે તથા તેમની ટીમ દ્વાર “રંગ કસુંબલ હસાયરો” નો એક ભવ્ય કાર્યક્રમનુ આયોજન થયુ. આ કાર્યક્રમમાં દાહોદ શહેરના તમામ ડોક્ટર્સ, દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર સેવા સદનના પૂર્વ પ્રમુખRead More


દાહોદના ઝાયડસ હોસ્પીટલમાં “ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ” ની ઉજવણી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ એ માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લઈ મીઠાઈ અને મમતા કીટનું વિતરણ કર્યુ. તા.૧૧/૧૦/૨૦૧૯ ને શુક્રવારના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજએ ઝાયડસ હોસ્પીટલમાં માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લીધી હતી અને મીઠાઈ અને મમતા કીટનું વિતરણ કર્યુ હતુ. વધુમાં દાહોદ જિલ્લાના I.C.D.S. વિભાગ દ્વારા ઝાયડ્સ હોસ્પીટલમાં દાખલ માતાઓ અને નવજાત બાળકીઓને મમતા કીટનું વિતરણRead More


દાહોદ જિલ્લાના અંતેલાથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કરાવશે સેવા સેતુના પાંચમાં તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ  

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૫૭ પ્રકારની સેવાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે મળશે. દાહોદ જિલ્લામાં સેવા સેતુના છેલ્લા ચાર તબક્કામાં ત્રણ લાખથી વધુ નાગરિકોને મળ્યો લાભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૧૦મી ઓક્ટોબરના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામેથી સેવા સેતુના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. વ્યક્તિલક્ષી રજૂઆતો અને વિવિધ યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તેવા રાજ્યના પારદર્શી સેવા સેતુના આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ ૩૩ વિભાગોની ૫૭ પ્રકારની સેવાઓનો લાભ નાગરિકોને તેમના ઘર આંગણે મળી રહે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાRead More


વિજયાદશમીના પાવન દિવસે દેવગઢ બારીયામાં ઉજવાયો ગ્રામીણ રમતોત્સવ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS  હોકીના અત્યાધુનિક એસ્ટ્રો ટર્ફ મેદાનનું લોકાર્પણ, વિજેતા રમતવીરોને રોકડ પુરસ્કાર એનાયત ગ્રામીણ રમતોની આવતી કાલને ઉજળી બનાવીએ – બચુભાઇ ખાબડ દેવગઢ બારીયાની ઐતિહાસીક ભૂમિ રમતવીરોની જન્મદાત્રી પણ રહી છે – જસવંતસિંહ ભાભોર વિજયા દશમીના પાવન અવસરે દેવગઢ બારિયા ખાતે ૧૬મી ગ્રામીણ ઓલમ્પિકનો પ્રારંભ થયો છે. ગ્રામીણ યુવાનો અને રમતોને પ્રોત્સાહન આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી આ પરંપરાની આ સોળમી શ્રૃંખલાનો રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે પ્રારંભ કરાવ્યો હતો. જેમાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વળી, દેશી રમતોએ દર્શકોમાં ભારેRead More


દાહોદ ગૌરક્ષક દળની ટીમ દ્વારા નવરાત્રીના પાવન ત્યૌહારના આઠમના દિને ૧૨ ગૌ વંશને કતલ થતી બચાવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં નવરાત્રીના પાવન ત્યૌહારમાં આજે તા.૦૬/૧૦/૨૦૧૯ ને રવિવારને આઠમના દિને ગૌરક્ષક દળની ટીમને બાતમી મળેલ કે દાહોડની ગરબાડા ચોકડી પાસે ગૌવંશને ચાલતા દાહોદના કસ્બામાં કતલ માટે લઈ જવાઈ રહી છે. ત્યારે ગૌ રક્ષકો અને દાહોદ ટાઉન પોલીસે મળીને દાહોદ – ગરબાડા ચોકડી પાસે ચાલતા લાઇ જવાઈ રહેલા ૧૨ ગૌ વંશને કતલ થતી બચાવી હતી. આ ૧૨ ગૌવંશને દાહોદ અનાજ મહાજન ગૌશાળામાં સુરક્ષિત રાખવામાં આવી છે. દાહોદ ટાઉન પોલીસ અને સ્ટાફના માણસોએ ખૂબ જ ઉમદા કાર્ય કર્યુંRead More


દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ લીમખેડા તાલુકાની રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના – સ્વજલ પ્રોજેક્ટની પ્રત્યક્ષ લીધી મુલાકાત

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાની રાષ્ટીય ગ્રામીણ પેયજળ યોજના – સ્વજલ પ્રોજેક્ટની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. મુલાકાત સમયે વાસ્મોના અધિકારી  આર.એ.પટેલ અને વાસ્મોની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. લીમખેડા તાલુકાના દાભડા ગામે સુથાર ઝાબોળ ફળિયામાં કલેક્ટરશ્રીએ બોર, કલોરીનેશન સાધન અને સૌર ઉર્જા સંચાલિત ૨૨ ઘરોને નળ કનેક્શનથી મળતા પાણીની યોજના નિહાળી હતી તથા પાણી સમિતિના બહેનો અને ગ્રામજનો સાથે યોજનાની શરૂઆતથી લઇ હાલ મળતા લાભો અને પ્રવુતિઓ અંગે પૃચ્છા કરી હતી.  ત્યારબાદ બારા ગામે પટેલ ફળિયાનો કુવો, પમ્પીંગ મશીનરી, ઓન લાઈન કલોરીનેશન સાધન, મોબાઈલRead More


મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી અન્વયે દાહોદમાં સ્વચ્છ ભારત દિવસની કરવામાં આવી ઉજવણી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ નગરમાં યોજાઇ સ્વચ્છતા રન મેરેથોન. નગરમાં વિખરાયેલો પ્લાસ્ટીકનો કચરો વીણીને મહાનુભાવોએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ. દાહોદ જિલ્લામાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ નગરમાં ફીટ ઇન્ડીયા પ્લોગીંગ રન મેરેથોન યોજાઇ હતી. દાહોદ નગરના સરદાર ચોક થી લઇને વિવિધ રાજમાર્ગો થઇને આ મેરેથોન ગાંધી ગાર્ડન પહોંચી હતી. દાહોદ નગરમાં મેરેથોનના આરંભ પ્રસંગે કલેક્ટર વિજય ખરાડીએ નગરજનોને સંબોધતા જણાવ્યું હતું કે સ્વચ્છતાએ આપણી પ્રથમ પ્રાથમિકતા છે, આજના શુભ પ્રસંગે આપણે સૌએ આપણા નગરને, ગામને, જિલ્લાને સ્વચ્છ રાખવાનો શુભ સંકલ્પRead More