MrutyuNondh of Bipinbhai M.Sheth (Gujaratiwad wala ‘Daas’)

*ગુજરાતીવાડ સ્થિત બિપિનભાઈ મણિલાલ શેઠ (રેનાબેન રસોઈવાળા તથા હેમલ શેઠના પિતાશ્રી)નું આજે તા. 25 સપ્ટેમ્બરના રોજ દુઃખદ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Thnks आभार* *Gopi Sheth(USA)* *& Sachin Desai(Dahod)*


પંચમહાલ અને દાહોદને રાહત : 8 ડેમ છલોછલ

પંચમહાલ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક ઉપરાંતના સમયથી વરસી રહેલા અવિરત વરસાદને લઈને જીલ્લામાં આવેલા નદી જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે . જેને લઈને હાલ પાનમ ડેમમાં ૧૦૦% ભરાઈ જવા પામ્યો છે. ડેમની ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર છે જયારે ડેમની હાલની સપાટી ૧૨૭. ૪૧ મીટરે પહોંચી છે ડેમમાં હાલ ૧૬૦૦૦ કયુસેક પાણીની ઉપરવાસમાં માછણનાળા ડેમ ઓવરફલો થવાને લઈને થઇ રહી છે . ત્યારે પાનમ ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમમાંથી હાલ ૧૫૦૦૦ કયુસેક પાણી ડેમના ૩ દરવાજા ૧ ફૂટ સુધી ખુલ્લા કરીને પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે .Read More


દાહોદ જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે મેનેજમેન્ટ કોર્ષ તાલીમ વર્ગ યોજાયો

દાહોદ જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે 15 થી 17 સપ્ટેમ્બર ત્રિદિવસીય પ્રોફેશનલ મેનેજમેન્ટ કોર્ષ ફોર એમ્પ્લોઇઝ ઓફ અર્બન… દાહોદ જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે 15 થી 17 સપ્ટેમ્બર ત્રિદિવસીય પ્રોફેશનલ મેનેજમેન્ટ કોર્ષ ફોર એમ્પ્લોઇઝ ઓફ અર્બન કો. ઓપરેટીવ બેન્ક તથા કો.ઓપ.ક્રેડીટ સોસાયટીને રાષ્ટ્રના બેંકીંગ ક્ષેત્રમાં અર્થકરણમાં ક્રેડીટ ક્ષેત્રમાં વિકાસ અંગે સચોટ માહિતી જોગ દર્શન મળે લેટેસ્ટ ટેક્નોલોજી ઇન બેકીંગ એન્ડ ક્રેડીટ સોસાયટી તથા પ્રોફેશનલ મેનેજમેન્ટ અંગેનું એક ત્રિદિવસીય ટ્રેનીંગ પ્રોગ્રામ દાહોદ જિલ્લા સહકારી સંઘ ખાતે યોજવામાં આવ્યો હતો. ક્રેડીટ સોસાયટીને લગતા પ્રશ્નો સમસ્યાઓ અને તેના ઉકેલ ગુજરાત સહકારી સંઘના માનદ મંત્રી હર્ષદભાઇRead More


દેસાઈવાડ વૈષ્ણવ હવેલી ખાતે ભાગવત સપ્તાહ યોજાઈ

દાહોદની શ્રી ગોવર્ધનનાથજી વૈષ્ણવ હવેલી ખાતે પરંપરાગત રીતે આ વર્ષે પણ ભાદરવા માસમાં શ્રીમદ્ ભાગવદ સપ્તાહ યોજાઈ… દાહોદની શ્રી ગોવર્ધનનાથજી વૈષ્ણવ હવેલી ખાતે પરંપરાગત રીતે આ વર્ષે પણ ભાદરવા માસમાં શ્રીમદ્ ભાગવદ સપ્તાહ યોજાઈ હતી. વિદ્વાન કથાકાર નલીનભાઈ શાસ્ત્રીના મુખેથી મૂળ કથા અને આધુનિક સમાજના દ્રષ્ટાંતો સાથે અસ્ખલિત વહેતી આ કથા, ગત વર્ષોની માફક આ વર્ષે પણ ભાવુકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દેસાઈવાડના દેવાશિષ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા આયોજિત આ કથાનું શ્રવણ કરવા દાહોદ સ્થિત વૈષ્ણવ સમાજવાસીઓ મોટી સંખ્યામાં ઉમટે છે. પૌરાણિક કાળમાં શુકદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવવા માટે આ કથાRead More


દાહોદના છાત્રોનું સાયન્સ ટેક્નોફેરમાં શ્રેષ્ઠ પ્રદર્શન

જાલત અને ચંદવાણા પગાર કેન્દ્રની શાળાના બાળકોએ ભાગ લીધો સુરેન્દ્રનગરમાં આયોજન : બે શિક્ષકોને ઇન્સ્પાયર… વિજ્ઞાન પ્રસાર નેટવર્ક ઓફ સાયન્સ કલબ રમણ સાયન્સ-ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા તા.22 અને 23ના રોજ સુરેન્દ્ર નગરમાં યોજાયેલ દ્વિતીય રાષ્ટ્રીય સાયન્સ ટેકનો ફેરમાં જાલત તથા ચંદવાણા પગાર કેન્દ્રની શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ખગોળવિજ્ઞાની ડોક્ટર જે.જે.રાવલ, મેથ્સ ગુરુ બી.એન.રાઓ, ડોક્ટર ચંદ્રમોહન નોટિયલ જાણીતા વૈજ્ઞાનિક તથા મોરબી ખેડા જિલ્લાના કલેકટર અને જામનગર તથા અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ચંદ્રમૌલી જોષી તથા સુરેન્દ્રનગર જિલ્લાના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા કરાયું હતું.Read More


દાહોદના ગોદીરોડ વિસ્તારથી પાઇપ લાઇન દ્વારા ગેસ આપવાની યોજનાનો શુભારંભ

દાહોદ શહેરમાં ટૂંકા ગાળામાં 10,000 કુટુંબોને પાઇપલાઇન દ્વારા ગેસની સુવિધા પુરી પડાશે હવે પછી દાહોદ નગરની… ગુજરાત ગેસ કંપની લિ. અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ શહેરનાં ગોદીરોડ વિસ્તારમાં મહાવીર નગરમાં પાઇપ લાઇન દ્વારા ઘરેલુ ગેસ પુરો પાડવાની યોજનાનું લોકાર્પણ ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર અને રાજ્યના આદિજાતિ-વન મંત્રી ગણપતસિંહ વસાવા હસ્તે હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રીબન કાપીને પાઇપ લાઇન દ્વારા ગેસ આપવાની યોજનાનો શુભારંભ કરતાં રાજ્યના આદિજાતિ વન, પ્રવાસન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યના પ્રયાસોથી દાહોદRead More


ગણપતિ વિસર્જન ટાણે સંખેડા, દાહોદમાં 11 ડૂબ્યા, 3નાં મોત

સ્થાનિક તરવૈયાઓએ ડૂબી રહેલા યુવકોને બહાર કાઢ્યા,1 કલાકની જહેમત બાદ કિશોરનો મૃતદેહ મળી આવ્યો પ્રતિકાત્મક તસવીર સંખેડા, દાહોદ: સંખેડા તાલુકાની ઉચ્છ નદીમાં 4 યુવકો ડૂબ્યા હતા. 4 પૈકીના બે યુવકોને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા હતા. આ ઉપરાંત દાહોદ નજીકના નસીપુરના ચેકડેમમાં ગણેશ વિસર્જનમાં સાત લબરમૂછિયા એકસાથે ડૂબતાં દોડી આવેલા લોકોએ 6ને બચાવી લીધા હતા અને એકનું મોત નિપજ્યું હતું. સંખેડા તાલુકાના ધોળી ગામમાં મહાદેવ ફળિયામાં બેસાડેલા ગણપતિનું વિસર્જન કરવા માટે આ વિસ્તારનું યુવક મંડળ વાજતે ગાજતે નીકળ્યું હતું. ઉચ્છ નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે યુવક મંડળના યુવકો ઉતર્યા હતા. ધોળીRead More


દાહોદમાં શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીજીની માટીની પ્રતિમાનું ઘરમાં જ વિસર્જન

વિસર્જન આ વર્ષે દાહોદમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના સારા પ્રમાણમાં થઇ હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવતા શીખવતો સફળ વર્કશોપ યોજાયો હતો. જેમાં આશરે 700 થી વધુ દાહોદવાસીઓએ હરખ હરખભેર …અનુ. પાન. નં. 2 દાહોદમાં આ વર્ષે અનેક ઘરોમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન મોટા પાત્રમાં કરવામાં આવ્યું હતું. More From Madhya Gujarat


દાહોદમાં વરસાદે શ્રીજીના પગલા પખાળ્યાં

દાહોદ શહેરમાં ગણેશ વિસર્જનના દિવસે વરસાદે પોરો ખાતાં ગણેશભક્તો પણ તેમના સજાવટસભર ઝાંખીઓ અને શોભાયાત્રા આયોજનોમાં સફળ રહેતા તેમનો ઉત્સાહ પણ ચરમ સીમાએ જોવા મળ્યો હતો. રવિવારે વહેલી સવારથી જ છાબ તળાવ ખાતે ગણેશ વિસર્જનનો પ્રારંભ થતા મોડી રાત સુધી શહેરના છાબ તળાવમાં આશરે 2000 ઉપરાંત નાની-મોટી પ્રતિમાઓ વિસર્જિત થવા પામી હતી. સાંજે 7.25 વાગ્યે એકાએક જ વરસાદે પોતાની ઉપસ્થિતિ નોંધાવી શ્રીજીના પગલા પખાળ્યા હતા. જોકે પાંચ જ મિનીટ વરસ્યા બાદ વરસાદ સંપૂર્ણ બંધ થઇ જતાં ગણેશ મંડળો સાથે શ્રધ્ધાળુઓએ પણ હાશકારો અનુભવ્યો હતો. ગણેશભક્તોએ ચાલતા, અથવા સ્કૂટર- બાઈક, ટ્રેક્ટર,Read More


દાહોદના સાત લબરમુછીયા એક સાથે ડૂબ્યા, 6 બચાવાયા, 1નું મોત

નસીરપુર ચેકડેમમાં ગણેશ વિસર્જન માટે જતાં બનેલી ઘટના કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો દાહોદ શહેર નજીક આવેલા નસીરપુર ગામના ચેકડેમમાં ગણેશ વિસર્જન માટે ગયેલા લબરમુછિયાઓ ઉત્સાહના અતિરેકમાં ઉંડા પાણી તરફ ધસી જતાં શહેરના ગારખાયા વિસ્તારના સાતેય એક સાથે ડૂબવા લાગ્યા હતાં. સમય સુચકતા વાપરી દોડી ગયેલા લોકો છને બચાવવામાં સફળ રહ્યા હતાં જ્યારે એકનું મોત થઇ ગયું હતું. કલાકની જહેમત બાદ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. દાહોદ શહેરના ગારખાયા વિસ્તાર સ્થિત ખરાડિયા ફળિયાના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે વિસ્તારના લોકો ઉત્સાહ સાથેRead More