પાણીની વિકટ સમસ્યાની સમીક્ષા માટે દાહોદની મુલાકાતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા

દાહોદ જિલ્લામાં પાણી અને ઘાસચારાની વિકટ સમસ્યા હોઇ દાહોદ જિલ્લામાં ગરીબ ખેડૂતો અને આદિવાસીઓને અંતરિયાળ ગામોમાં ખેતી માટે અને પીવાનું પાણી તેમજ પશુધન માટે ઘાસચારો મળે તે માટે દાહોદના રેટિયા – ડોકી ગામે કૉંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ઉપસ્થિત રહી પાણીની સમસ્યાની સ્થિતિ અંગે સમીક્ષા કરી અને લોકોની પરિસ્થિતિ સમજી હવે ત્યારબાદ રાજ્ય સરકારને આ સમસ્યાનો અંત લાવવા કરશે રજુઆત. દાહોદનું આ રેટિયા – ડોકિ ગામ દાહોદ થી 12 કિ.મિ દૂર આવેલ આ ગામમાં લોકોની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. ગ્રામજનોને 3 કી.મી દૂરથી પીવાનું અને વાપરવાનું પાણી બેડાઓ ભરીનેRead More


દાહોદ સ્વામિનારાયણ મંદિર પાસે પ્રવેશ દ્વાર નજીક ઇન્દોર હાઈવે ઉપર અકસ્માતોની વણથંભી વણઝાર, તંત્ર નિંદ્રાધીન : જિલ્લા સમાહર્તા આ બાબતે ત્વરિત એક્શન લે તેવી લોકમાંગ

 THIS EXCLUSIVE NEWS SPONSORED BY : ACTIVA 5G – RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ઇન્દોર હાઇવે ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે વારંવાર અકસ્માતોની વણથંભી વણઝાર વરસી રહી છે છેલ્લા એક વર્ષમાં અસંખ્ય અકસ્માતો થઈ ચૂકેલા છે અને ઘણા બધા લોકોનું મૃત્યુ પણ થયા છે. ખરેખર જોવા જઈએ તો R.T.O. ઓફીસ થી જોડાતો આ રોડ R.T.O. ઓફીસ બાજુ થી રોંગ સાઈડે આવતા વાહનો અને ગોધરા તરફ અને દાહોદમાંથી બહાર નીકળીને RTO ઓફીસ તરફ જતા પોતાની ટ્રેકમાં જતા વાહનોને આ અકસ્માત નડે છે. સામેથી રોંગ સાઈડે આવતા ભારે વાહનો,Read More


“માં અમૃતમ કાર્ડ” અને “માં વાત્સલ્ય કાર્ડ” થી પણ ઘૂંટણ અને થાપાના ઓપરેશન થઇ શકશે : ગુજરાત સરકારની અગત્યની જાહેરાત

હવે ઘૂંટણના ઘસારો ધરાવતા દર્દીઓ માટે ખુશીના સમાચાર હવે “માં અમૃતમ”, “માં વાત્સલ્ય કાર્ડ” અને “આયુષ્યમાન કાર્ડ” અંતર્ગત નિઃશુલ્ક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન જેવા ખૂબ સરસ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ઘૂંટણના રિપ્લેસમેન્ટ પ્રોસીજર બાબત ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી અમૃતમ માં / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે કુલ ૧૮૦૫ પ્રોસીજર માટે વાર્ષિક રૂપિયા ૫ (પાંચ) લાખ સુધીનો કેસલેસ લાભ આપવામાં આવે છે. સદર યોજના હેઠળ રાજ્ય સરકારે “માં” અને “માં વાત્સલ્ય” યોજનાના તમામ લાભાર્થીRead More


મોબાઈલ સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ કરતી દાહોદ ટાઉન પોલીસ

તમે અત્યાર સુધી સાંભયું હશે કે ચેન સ્નેચિંગ થાય, પર્સ સ્નેચિંગ થાય, બેગ સ્નેચિંગ થાય પરંતુ દાહોદમાં થોડા સમયથી મોબાઈલ સ્નેચિંગ ગેંગ સક્રિય થઇ હતી. જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ મોબાઈલ ગેંગની એમ.ઓ. એવી હતી કે તેઓ કોઈને પણ તેમનો શિકાર બનાવતા હતા.દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમય થી મોબાઈલ થી વાત કરતા કરતા ચાલતા ફરવા નીકળેલા મહિલા, પુરુષ કે યુવક, અથવા તો બાઇક ઉપર કોઈ પણ જતું હોય તેના ઉપરના ખિસ્સામાં મોબાઈલ હોય તો ગેંગ એ મોબાઈલ ચાલુ બાઇક ઉપર ખેંચી અને લઇને નાસી જતા હતા. એવા અત્યાર સુધીRead More


દાહોદમાં ધામધૂમથી બ્રહ્મ સમાજ દ્વારા કરાઈ પરશુરામ જયંતિની ઉજવણી

 દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે શ્રી પરશુરામજીના જન્મોત્સવ વૈશાખ સુદ ત્રીજ, મંગળવાર તા.૦૭/૦૫/૨૦૧૯ ના રોજ,  પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પુનીત અવસરે ભગવાન શ્રી પરશુરામજીના આશીર્વાદ મેળવવા દાહોદ બ્રાહ્મણ સમાજ દ્વારા રૂદ્રાભિષેક બપોરના ૦૨:૩૦ કલાકે આયોજન કર્યું હતું, જેમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ત્યારબાદ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બપોરના ૦૪:૩૦ કલાકે શ્રી મનકામેશ્વર મહાદેવ મંદિર, પડાવ થી પ્રારંભ થઈ દાહોદ શહેરના પ્રમુખ માર્ગો પર થઇ મનકામેશ્વર મહાદેવ મંદિર પરત આવી હતી. ત્યાર પછી શોભાયાત્રા પદયાત્રા સમયRead More


દાહોદની સેન્ટ સ્ટીફન્સ હાઇસ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય સ્તરે શાળાનું ગૌરવ વધાર્યું

C.B.C.I. (કેથોલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા) દ્વારા રાષ્ટ્રીય સ્તરે માસ્ટર માઈન્ડ નેશનલ લેવલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળા કક્ષાએ પ્રથમ રાઉન્ડનું આયોજન તારીખ૦૬/૦૧/૨૦૧૯ ના રોજ સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યું હતું. તેમાં ધોરણ – ૬ થી ૮ ના ૨૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આ બંને વિદ્યાર્થીનીઓ ઝરણા કાબરાવાલા અને દીક્ષા પડવાલ  ધોરણ – ૭ સી માં અભ્યાસ કરે છે. આ બંને વિદ્યાર્થીનીઓ સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલમાં ક્વોલિફાઇંગ રાઉન્ડમાં વિજેતા થતા મુંબઈના બાંદ્રાની સેન્ટ એન્ડ્રૂઝ કોલેજમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ત્રણ રાજ્ય જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના ૭૮Read More


🅱reaking : દાહોદના ચકચારી વિરલ હત્યા કેશમાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની કારાવાસની સજા આપતી દાહોદની કોર્ટ

 🅱reaking Dahod : દાહોદ ગોદી રોડ ઉપર રહેતા રહીશ વીરલ શેઠ હત્યા મામલામાં દાહોદ કોર્ટે સરકારી વકીલની દલીલ અને પુરાવા રાખ્યા ગ્રાહ્ય અને આરોપી દિલીપને માન્યો ગુનેગાર અને આ ગુનામાં દિલીપ દેવળને અંતિમ શ્વાસ સુધીના કારાવાસની થઈ સજા. જ્યારે વીરલ શેઠની પત્ની અને દિલિપ દેવળ ના અન્ય એક સાગરીતને કોર્ટે પુરાવાના અભાવે કર્યા મુક્ત, જજે ખુલ્લી કોર્ટમાં અંતિમ શ્વાસ સુધીની કારાવાસની સજા સંભળાવતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો. જ્યારે આ મામલે મૃતક વિરલના પિતાએ પોતાના પુત્રની આત્માને શાંતિ મળશે અને તેને ન્યાય મળ્યો તેથી ન્યાય પાલિકા ઉપર વિશ્વાસ વધ્યો હતો. આ આરોપીને કોર્ટમાંથી સીધા જેલRead More


🅱reaking : ૬૫ લાખના લાંચ રૂશ્વત કેશમાં ઈન્કમટેક્ષ ઓફિસર દિનેશ મીણાને ૪ વર્ષની અને અન્ય બે આરોપી ને ૩ – ૩ વર્ષની સજા ફટકારતી દાહોદ કોર્ટ

🅱reaking : દાહોદ ઇન્કમટેક્સ અધિકારીની લાંચ લેવાનો મામલો દાહોદ સેસન્સ કોર્ટે ત્રણ લાંચીયાઓને ફટકારી સજા. માર્ચ – 2017માં લાંચિયા ઇન્કમટેક્સ અધિકારી દિનેશ મીણાએ માંગી હતી 65 લાખ રૂપિયાની લાંચ. પ્રથમ હપ્તો 7 લાખનો સ્વીકાર્યા બાદ બીજા હપ્તાના 8 લાખ લેતા A.C.B. ની ટીમે ઇન્કમટેક્સ ઓફીસમાંથી અધિકારી સહિત અન્ય બે વચોટીયાઓને ઝડપી પાડ્યા હતા. A.C.B. ના પુરાવાના આધારે ઇન્કમટેક્સ અધિકારી સહિત સી.એ. તેમજ અન્ય લોકોને સજાની સુનવાઈ કરતી દાહોદ કોર્ટ. મુખ્ય ઇન્કમટેક્સ અધિકારી દિનેશ મીણાને 4 વર્ષની સજા જ્યારે અન્ય 2 લોકોને 3 – 3 વર્ષની સજા ફટકારવામાં આવી.


દાહોદના રેલ્વે સ્ટેશનના મુસાફર ખાના પાસે અજાણી સ્ત્રીની લાશ મળી

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રેલ્વે સ્ટેશન મુસાફરખાન પાસે કોઈક બીમારીના કારણે કુદરતી રીતે એક અજાણી સ્ત્રી કે જેની ઉમર વર્ષ અંદાજે 70, ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ, રંગે ઘઉંવર્ણી, શરીરે પાતળા બાંધાની જેણીએ પોતાના શરીર પર ગુલાબી કલરનો બ્લાઉઝ, લાલ કલરની ઓઢણી તથા કમરે પોપટી કલર ચણીયો પહેરેલ છે. તેનું મરણ થઈ ગયેલ છે. A.H.I. મથુરભાઈ વરસીગભાઈ તડવી, દાહોદ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા તાપસ કરતા CRPC ની કલમ 174 મુજબ નોંધ કરી મરણ જનાર અજાણી સ્ત્રીની લાશને પી.એમ અર્થે દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં મોકલી આપેલ છે.Read More


વડોદરા ઝોન દાહોદ બ્રાન્ચનો નિરંકારી મહિલા સમાગમ સંપન્ન

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ ખાતે આજે તા.૨૮/૪/૨૦૧૯ ને રવિવારના રોજ વડોદરા ઝોન, દાહોદ બ્રાન્ચનો મહિલા નિરંકારી સમાગમ ખુબજ ભક્તિ ભર્યા વાતાવરણમાં કેશવ રાઘવ રંગમંચ ખાતે સંપન્ન થયો. ઉપરોક્ત સમાગમમાં જામનગરથી પધારેલ આરતી બહેનજીએ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજજીના સત્યના સંદેશને જન – જન સુધી પહોંચાડવાનું આહવાન કરતા સમજાવ્યું કે સદગુરુ માતાજી મર્યાદા પર ખૂબ જોર આપી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘરમાં સૌને માન આપવાની મર્યાદા, કોઈ કશું કટુવચન કહે તો તેને સહન કરવાની મર્યાદા જેવા વિષયો પર પ્રકાશ પાડી બિરાજમાન બહેને જીવન ને સુખીRead More