🅱️reaking Dahod : લીમડી પોલીસે ચાકલીયા ગામે થી ટ્રકમાં લઇ જવાતો ₹.38,96,400/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS  દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસે ચાકલીયા ગામે થી ટ્રકમાં લઇ જવાતો ₹.38,96,400/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. જેમાં વિદેશી દારૂની પેટી નંગ 698 અને દારૂની બોટલો નંગ 22164 ઝડપાઇ હતી લીમડી પોલીસે બાતમી ના આધારે મોડી રાત્રે ટ્રક માંથી લાખો રૂપિયા નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. લીમડી પોલીસે પ્રોહીબિશનની કલમ હેઠળ ઝાલોદના ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તાપસ શરૂ કરી છે પોલીસને જોઈ ટ્રક ચાલક ફરાર. પોલીસે ટ્રક ચાલક સહિત અન્ય ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીRead More


ફતેપુરા ગ્રામ પંચાયત ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રીએ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા બાદ પણ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામપંચાયત ગ્રામસભામાં થયેલ વિખવાદો બાબત અરજદારો દ્વારા આપેલી અરજીઓના યોગ્ય નિકાલો ન આવતા અરજદારો અન્ન-જળનો ત્યાગ કરી ઉપવાસ ઉપર બેસવા માટે અરજી આપેલ છે. એક મહિના ઉપરનો સમય વિતી જવા છંતા પણ નિણઁય ન લેવાતા અરજદારોમાં અધિકારીઓ પ્રત્યે રોષની લાગણી વ્યાપી છે. ફતેપુરા તાલુકાની ફતેપુરા ગ્રામપંચાયત ખાતે અગાઉ ગ્રામસભા યોજાવા પામી હતી ત્યારે ગામના કેટલાક નાગરિકો દ્વારા પંચાયતમાં કરેલ કામોના હિસાબ માગવામાં આવ્યો હતો અને હિસાબ માગતાની સાથે જ પંચાયત સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે ચકમક ઝરી હતી. આ બનાવ પગલે આ ધટનાક્રમનો વિડીયો પણ શોસિયલRead More


દાહોદ જિલ્લાના પ્રભારી અધિકારી રાજકુમારના અધ્યક્ષ સ્થાને એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ પ્રોગ્રામની સમીક્ષા બેઠક યોજાઈ

આરોગ્ય-પોષણ તથા શિક્ષણ ક્ષેત્રે સધન કામગીરી કરવા જણાવ્યું, અસરકારક પરિણામો માટે સમાજને સાથે રાખીને કામગીરી કરવી જરૂરી : જિલ્લાના પ્રભારી અધિકારી રાજકુમાર દાહોદ જિલ્લાના પ્રભારી અધિકારી (ડીરેક્ટર જનરલ E.S.I.C, G.O.I. એન્ડ પ્રભારી ઓફીસર) રાજકુમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે એસ્પીરેશનલ ડીસ્ટ્રીકટ પ્રોગ્રામની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ, પાણીના સ્ત્રોતો, નાણાકીય સમાવેશ, કૌશલ્ય વિકાસ અને માળખાકીય સગવડો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. એસ્પીરેશનલ ડીસ્ટ્રીકટ હેઠળ સમાવિષ્ટ સૂચકાંકો ઊંચા લાવવા તેમણે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લાના પ્રભારી અધિકારી રાજકુમારનું અભિવાદન કર્યા બાદ એસ્પીરેશનલRead More


દાહોદના પ્રવાસન ક્ષેત્રે વધુ એક છોગું ઉમેરાયુ : વિવિધ ૭૧ જાતના ૩૪૪૬ ઔષધિય રોપાઓ સાથેનું પ્રાકૃત્તિક સૌંદર્યથી છલકાતું આરોગ્ય વન રાબડાળ

દાહોદ જિલ્લામાં ઉજવાઇ રહેલા ૭૦માં વનમહોત્સવની શરૂઆત આરોગ્ય વન રાબડાળ ખાતેથી કલેક્ટર વિજય ખરાડી દ્વારા કરવામાં આવી છે. પ્રાકૃત્તિક સૌંદર્યથી છલકાતું આરોગ્ય વન રાબડાળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાની પણ તેમણે વાત કરી હતી. સામાજિક વનીકરણ વિભાગ દાહોદ દ્વારા વિકસાવવામાં આવી રહેલા આરોગ્ય વન રાબડાળ વિશે વધુ જાણીયે. દાહોદ તાલુકામાં રાબડાળ ખાતે ૪.૪૦ હેકટર વિસ્તારમાં ઔષધિય વન વિકસાવવામાં આવી રહયુ છે. હાલમાં સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ૭૧ જાતના ૩૪૪૬ ઔષધિય રોપાઓ વાવવામાં આવ્યા છે. આ ૭૧ જાતના રોપાઓમાં રૂખડો, નગોડ, મિંઢળ, કાચનાર, આમળો, રાયળ, પરપલીયા, આસીત્રો, બોરસલી, કાઠા ચેરીયુ, ચણોઠી, ફાયકસ,Read More


પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ ઓનલાઇન અરજીઓ અંગે એપ્રીલ થી જુલાઇ ૨૦૧૯ સુધીના તબક્કાનો લાભ લેવા માટે ૧૫ જુલાઇ સુધીમાં અરજી કરવાની રહેશે

ખેડુત પરિવારની ન્યુનતમ આવક સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અમલ માં મુકવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા આ યોજનાની શરતોમાં સુધારો કરી બે હેકટરની જમીન મર્યાદા દૂર કરવામાં આવી છે. જમીન ધારક ખેડૂતોને વાર્ષિક ₹. ૬૦૦૦/- નો લાભ ત્રણ સમાન હપ્તામાં મળવા પાત્ર છે. જેમાં એક ખાતા એટલે કે ૮-અ માં એકથી વધુ ખેડૂત કુટુંબ આવતા હશે તો પણ દરેક કુટુંબ દીઠ ₹. ૬૦૦૦/- મળવાપાત્ર થશે. આ યોજનાનો વ્યાપ વધારી વધુમાં વધુ ખેડૂત પરિવારોને લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે ખેડૂત પરિવારોઓએ અગાઉRead More


🅱reaking : દાહોદના ગરબાડા ચોકડી ઉપર વહેલી સવારે ગૌરક્ષકો દ્વારા દાહોદ પોલીસની મદદથી ૨૧ ગૌવંશને ગોધરાના કતલખાને લઈ જતા બચાવાઈ

THIS NEWS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ ના ગરબાડા ચોકડી ઉપર આજે તા.૨૬/૦૬/૨૦૧૯ ને બુધવારની વહેલી સવારે ગૌરક્ષકો ઉપર ટ્રક ચઢાવી દેવાની કોશિશ, આ ટ્રકમાં 21 ગૌવંશ (ગાયો) ને ગોધરાના કતલખાને કતલ માટે લઇ જવાતી હતી. આ ટ્રકને દાહોદના ગરબાડા ચોકડી ઉપર ગૌરક્ષકો અને પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલક દ્વારા ગૌરક્ષકોની ગાડી ઉપર નાખી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ગૌરક્ષકોનો યેનકેન પ્રકારે બચાવ થયો. બાદમા પોલીસ અને ગૌરક્ષાદળ દ્વારા પીછો કરી નાસતી ટ્રક ને પકડી પાડી દાહોદ પોલીસ દ્વારા તમામ 21 ગયોનેRead More


દાહોદ – રેંટિયા રેલ્વે સ્ટેશન ની વચ્ચે કોઈ અપ ટ્રેન ની અડફેટમાં અજાણ્યા ઇસમનું મોત

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ રેલ્વે પો. સ્ટે. અ.મોત નં. ૨૬/૧૯ CRPC કલમ ૧૭૪ મુજબના કામે મરણ જનાર એક અજાણ્યા પુરુષ ઉં.વ. 25 ના આશરાનો તા.૨૩/૦૬/૨૦૧૯ ના રોજ રાત્રીના ૨૩:૪૦ કલાક પહેલાં દાહોદ અને રેંટિયા રેલ્વે સ્ટેશન વચ્ચે કિ.મી. નં. ૫૩૯/૨૫/૨૭ ની વચ્ચે કોઈ પણ અપ ટ્રેનની અડફેટમાં આવી જવાથી બાઈક કપાઈ મરણ ગયેલ હોઈ જે મરણ જનારના કોઈ વાલી વારસો ન હોવાથી મરણ જનારના વાલીવારસોને આ બાબતની જાણ કરવા સારું મરણ જનારની ઉં.વ. ૨૫ અંદાજે, રંગે ઘઉંવર્ણ, ઊંચાઈ ૫” x ૫”, જમણા હાથની કલાઈ ઉપર અંગેજીમાં JRead More


દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાંચમાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

THIS NEWS SPONSORED BY : RAHUL MOTORS આજે સમગ્ર વિશ્વમાં જ્યારે 5માં યોગ દિવસ ની ઉજવણી કરાઈ રહી છે ત્યારે દાહોદ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર વિશ્વ યોગ દીવસની ઉજવણી રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. દાહોદ જીલ્લાનાં મુખ્ય પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેબાજે વહેલી સવારે 6 વાગે 5માં વિશ્વ યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.પ્રથમ દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી એ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાજ્ય મંત્રીએ વિશ્વ યોગ દિવસ ઉપર પોતાના પ્રતિભાવ આપતા કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં આજનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકેRead More


🅱️reaking : દાહોદમાં સિગ્નલ ફળિયામાં કિન્નરો દ્વારા દેવી માતાઓની સ્થાપના કરી ઢોલ નગારા વગાડી ઉજવ્યો પ્રાણ પ્રતિષ્ઠા મોહત્સવ

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં કિન્નરો દ્વારા આજે તા.૧૬/૦૬/૨૦૧૯ ને રવિવારના રોજ સવારના ૦૯:૦૦ કલાકે દાહોદના જુની કોર્ટ રોડ પાર આવેલ રામજી મંદિર પાસેથી દેવી માતાઓની ભવ્ય શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી. આ શોભાયાત્રા ટેલિફોન એક્સચેન્જ પાસેથી ચાકલિયા રોડ થઈ અંડર બ્રિજમાંથી ગોદી રોડ પહોંચી હતી. ત્યાંરબાદ શોભાયાત્રા ગોદી રોડ થઈ સિગ્નલ ફળિયામાં નાચતા કુદતા પહોંચી હતી. જ્યાં માતાજીની મૂર્તિઓની સ્થાપના મંદિરમાં કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં સમગ્ર ગુજરાત કિન્નરોએ દાહોદ આવી અને ભાગ લઈ જોડાયા હતા. મોટી સંખ્યામાં કિન્નરોની શોભાયાત્રા ધામધૂમ થઈ નીકળી હતી


દાહોદના ગોધરા રોડના 2018ના માતા – પુત્રી ચકચારી હત્યા કેસના આરોપીએ સબજેલમાં કરી આત્મહત્યા

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં ગત 17 નવેમ્બર 2018માં ગોધરા રોડ શ્રીરામ કોલોનીમાં રહેતા માતા-પુત્રીની ચકચાર ભરી હત્યામાં સામેલ દિલીપ ભાભોર તેની પત્ની મંજુબેન ભાભોર તથા મિત્ર રોહિતને પોલીસે પકડી જેલ ભેગા કર્યા હતા. આ ચકચારી હત્યાના ગુન્હાના આરોપી દિલીપ ભાભોરે આજે તા.૧૧/૦૬/૨૦૧૯ મંગળવારના રોજ વહેલી સવારમાં અંદાજે ૦૬:૦૦ વાગ્યાની આજુ બાજુ દિલીપ ભાભોર કે જે કાચા કામના કેદી તરીકે દાહોદની સબ જેલમાં બંધ હતો તેણે બેરેક નં. – ૫ ના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ છે. મરણ જનાર આરોપી દિલીપ ભાભોરની બોડીનું પંચનામું કરતા તેને પહેરેલRead More