NewsTok24 પરિવારની દાહોદ જિલ્લાની સમગ્ર જનતાને અપીલ : “મતદાન અવશ્ય કરવું”

દાહોદ જિલ્લાની તમામ જનતાને NewsTok24 પરિવાર તરફથી નમ્ર અપીલ છે કે તા.૨૩/૦૪/૨૦૧૯ મંગળવાર ના રોજ પોતાના મત દ્વારા મતદારોને અપીલ કરતા જણાવવામાં આવે કે, “આપણો એક મત બંધારણનું રક્ષણ કરશે.તે માટે સૌ કોઈ નાગરિકે મતદાન મથકે જઈ દાહોદ જિલ્લાનું ૧૦૦℅ મતદાન થાય તેવો નિર્ણય કરવો. પોતે મતદાન કરવું અને બીજાને પણ મતદાન કરવા પ્રોત્સાહન આપવું. પોતાના ફળીયા, પોળ, સોસાયટીમાંથી દરેક મતદાતા એ મતદાન કર્યું છે કે નહીં તે જોવું. અને ઉંમરલાયક વ્યક્તિ માટે મતદાન મથક સુધી લઈ જવા અને લાવવાની આપણી નૈતિક ફરજ સમજી મતદાન કરવા માટે પ્રેરવા જોઈએ. NewsTok24 પરિવાર આપRead More


દાહોદ જિલ્લામાં ડીસ્પેચીંગની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરુ : કલેકટર અને ઓબ્ઝર્વરએ લીધી ડીસ્પેચીંગ સેન્ટરોની મુલાકાત 

દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી પ્રીસાઇડીંગ, પોલિંગ ઑફીસેરો અને માઇક્રો ઓબ્ઝર્વર અને પોલીસ સ્ટાફ દાહોદ ડીસ્પેચીંગ સેન્ટર ઉપર પહોંચી ગયા  હતા. દાહોદ તાલુકાનું ડીસ્પેચીંગ સેન્ટર દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રખાયું હતું અને અત્યંત સ્ટ્રોંગ રૂમોની વ્યવસ્થાઓ કરાઈ હતી. કલેકટર અને ઓબ્ઝર્વરએ ડીસ્પેચીંગ સેન્ટરોની મુલાકાત લીધી હતી અને દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી વિજય ખરાડીએ મીડિયા કર્મીઓ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દાહોદમાં કુલ 788 પોલિંગ સ્ટેશન ઉપર માઈક્રો ઓબ્ઝર્વર અને અન્ય જરૂરી ચુસ્ત બન્દોબસ્તની પુરેપુરી ગોઠવણ કરી દેવામાં આવી છે. અને દાહોદ જિલ્લામાં I.T.B.P. નીRead More


દાહોદ શહેર ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન , બાઇક રેલી યોજી કોંગ્રેસના રોડ શોનો આપ્યો જવાબ

આજે ચૂંટણી પ્રચાર ના પડઘમ શાંત થવાના છે ત્યારે કૉંગ્રેસની ગઈ કાલની રેલીનો જવાબ આપવતા આજે તા.૨૧/૦૪/૨૦૧૯ રવિવારે સવારે ૦૯:૩૦ કલાકે ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર દ્વારા શહેરના મુખ્ય રાજ માર્ગો પર વિશાળ બાઇક રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી  સવારે ૦૯:૩૦ કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદનગર થી શરૂ થઈ હતી. અને પ્રસંગ પાર્ટી પ્લોટ થી શરૂ થઈ આ રેલી દાહોદના ઠક્કર બાપા ચોકડી – ચાકલીયા રોડ – ગોદી રોડ – ઓવર બ્રિજ – સ્ટેશન રોડ – સ્વામિ વિવેકાનંદ ચોક – તળાવ – દેસાઇ વાડ – એમ.જી. રોડ –Read More


દાહોદમાં મતદાતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત “વોટર્સ સ્ટ્રીટ” નું ભવ્ય આયોજન

THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS  ૧૯ – દાહોદ (અ.જ.જા.) લોકસભા બેઠક માટે તા.૨૩/૦૪/૨૦૧૯ ને મંગળવારના રોજ ચુંટણી યોજાવાની છે. આ સંર્દર્ભે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ માં તા.૨૧/૦૪/૨૦૧૯, રવિવારના રોજ સવારે ૦૬.૦૦ થી ૦૮.૦૦ કલાક દરમિયાન વિશ્રામગ્રૃહ બહાર, સ્ટેશન રોડ, દાહોદ ખાતે મતદાતા જાગ્રૃત્તિ કાર્યક્રમ અંતર્ગત “વોટર્સ સ્ટ્રીટ” નું જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ ટીમો દ્વારા મતદાન જાગૃત્તિ માટે ખાસ પ્રવૃત્તિઓનુંં આયોજવામાં આવી હતી. જેમાં ઝુંબા ડાન્સ, યોગા, કરાટે, એડવેન્ચર, રોડ પેન્ટીંગ, દોરડા કુદ, શૂન્ય-ચોકડી,Read More


દાહોદમાં કોંગ્રેસનો રોડ શો બાબુ કટારા  પોતાના સમર્થકો સાથે દાહોદના રાજમાર્ગો ઉપર ફર્યા 

લોકસાભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને ગણતરીના દિવસો જયારે હવે મતદાન માટે રહી ગયા છે અને ટૂંક સમયમાં પ્રચાર થંબી જશે ત્યારે મતદારોને રીઝવવા ઉમેદવારો પોતપોતાના કીમીયાઓ અજમાવી રહ્યા છે. દાહોદ જિલ્લાના મુખ્ય શહેર દાહોદના આઈ.ટી.આઈ. પાસેથી આજે તા.૨૦/૦૪/૨૦૧૯ શનિવારના રોજ કોંગ્રેસએ પોતાના પ્રચાર માટે રોડ શોનું આયોજન કર્યું હતું. રેલીમાં દાહોદના કોંગ્રેસ ના ધારાસભ્ય વજેસિંગ પણદા, જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ તથા લોકસભાના ઉમેદવાર બાબુભાઇ કટારા જેવા નેતાઓ રેલીમાં જોડાયા હતા. તદુપરાંત દાહોદમાં આ રોડ શોમાં કોંગ્રેસના દાહોદ અને ઝાલોદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ રેલીમાં ખાસ કરીને મહિલાઓનીRead More


દાહોદની અક્ષર ઇન્સ્ટિટ્યુટ ઓફ પેરામેડીકલ સાયન્સ અને રાજકૃપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ બાબતે રેલીનું આયોજન કરવામાં આવ્યું

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ગરબાડા ચોકડી પર આવેલ રાજકૃપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ તથા અક્ષર ઇન્સ્ટિટ્યુટ ઓફ પેરામેડીકલ સાયન્સ દ્વારા આજે તા.૨૦/૦૪/૨૦૧૯ ને શુક્રવારના રોજ મતદાન લોકતંત્ર સાહીના મહાપર્વ માટે જાગૃત કરવા માટે રાજ કૃપા ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ અક્ષર ઇન્સ્ટિટ્યુટ ઓફ પેરામેડીકલ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથી તરીકે દાહોદ જીલ્લાના શિક્ષણ અધિકારી એ. કે. પ્રજાપતિ અને આસી. શિક્ષણ અધિકારી સુરેશભાઈ મેડા દ્વારા રેલીને લીલી ઝંડી દેખાડી શુભારંભ કરવામાં આવેલ હતી. જેમાં મતાધિકાર બાબતે લોકોને પ્રોત્સાહનRead More


દાહોદની સનરાઈઝ પબ્લિક સ્કૂલના મેદાનમાં રાહુલ હોન્ડા મોટર્સ દ્વારા છોકરીઓ અને બાળકો માટે સુરક્ષા રાઇડિંગ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું

THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA  હોન્ડા મોટર્સ, જેમ કે તમે જાણો છો તે વિશ્વની જાણીતી ઓટોમોબાઈલ ઉત્પાદક છે અને વિશ્વભરમાં તે શ્રેષ્ઠ તકનીકી માટે જાણીતી છે. હોન્ડા સલામતીને તેની બધી વ્યવસાયિક પ્રવૃત્તિઓનો અભિન્ન ભાગ તરીકે અનુસરે છે અને માર્ગ સલામતી અને વાતાવરણ માટે જાગરૂકતા લાવવા માટે તેની ભૂમિકાને સમર્થન આપવા અને વધારવા માગે છે. હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા પ્રા. લિમિટેડ (HMSI) જાપાનની હોન્ડા મોટર કંપનીની 100% પેટાકંપની છે. ગુડગાંવના મણસર ખાતે તેનું મુખ્ય કાર્યાલય છે. HMSI ભારતમાં તેના ડીલરો, ટ્રાફિક પોલીસ, સિયામ, આરટીઓ અને વિવિધ શાળાઓ અનેRead More


દાહોદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો હુંકાર : એક  બાજુ રાષ્ટ્રવાદ અને બીજી બાજુ વંશવાદ

  THIS NEWS IS SPONSORED BY – RAHUL MOTORS  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા દિવસો અગાઉ ફતેપુરના સુખસરમાં જાહેર સભા કરી હતી અને આજે ફરી દાહોદમાં યોજી એક બીજી જાહેર સભા. આ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. – મુખ્યમંત્રી દાહોદના ઇન્દોર હાઇવે ઉપર કરી જાહેર સભા. તેઓની સાથે મંચ ઉપર રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ અને પ્રભારી અમિત ઠાકર, પ્રવાસન નિગમના ડીરેકટર સુધીર લાલપુરવાલા, મહામંત્રી દિપેશ લાલપુરવાલા, કનૈયા કિશોરી, પર્વત ડામોર ઉપસ્થિત રહ્યા હતા. આ સ્થળ ઉપર સભા કરવાનો મુખ્ય હેતુ દાહોદના ગ્રામ્ય વિસ્તારને મુખ્ય ટાર્ગેટ કરવાનો હતો. દાહોદ અનેRead More


દાહોદ વાલ્મિકી સમાજ દ્વારા આજે ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર ની ૧૨૮ મી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકાળવામાં આવી

  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે તા.૧૪/૦૪/૨૦૧૯ ને રવિવારના રોજ ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકર ની ૧૨૮ મી જન્મ જયંતી નિમિત્તે દાહોદ વાલ્મિકી સમાજ દ્વારા શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં સ્ત્રીઓ, પુરુષો, બાળકો, બધા સામેલ થયા હતા. આ શોભાયાત્રા સુખદેવ કાકા સોસાયટી થી નીકળી કોર્ટ રોડ થઈ ગાંધી ચોક થી માણેકચંદ કુવા થઈ ગડી રોડ પર આવેલ ડોક્ટર ભીમ રાવ આંબેડકરની પ્રતિમા પાસેે આવી પુષ્પમાળા પહેરાવી સમાપન કરવામાં આવી હતી.


દાહોદ ટાઉન પોલીસ દ્વારા કતલના ઇરાદે કતલખાને લઈ જવાતી ગાયોને બચાવાઈ

  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજ રોજ તા.૧૩/૦૪/૨૦૧૯ ને શનિવારના સાંજના સમયે પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળતા દાહોદ પી.આઈ. વસંત પટેલ સાહેબ, પી.એસ.આઈ. પરમાર સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા કસ્બામાં આવેલ ઉર્દુ સ્કૂલ પાસેથી કતલ ના ઇરાદે કતલખાને લઈ જવાતી ગાયોને બચાવવામાં આવી. ત્યારબાદ પોલીસ સ્ટાફના માણસોએ ગાયો તથા વાછરડાઓને બાનમાં લઈ દૌલત ગંજ બજારમાં આવેલ ગૌશાળા ખાતે સોંપવામાં આવી. દાહોદ ટાઉન પી.આઈ.સાહેબ, પી.એસ.આઈ. સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસોની આ કામગીરી સરાહનીય છે.