દાહોદ ટાઉન P.I.વી.પી.પટેલ સાહેબના જન્મદિવસના અવસર પર એક અબોલ જીવનું કત્લ થતા બચાવી અમૂલ્ય ભેટ આપી

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં તા.૨૮/૦૩/૨૦૨૦ ને શનિવારના રોજ ગૌ રક્ષક દળની ટીમને બાતમી મળેલ કે દાહોદ કસ્બામાં કતલ માટે અમુક ગૌવંશ બાંધેલી હાલતમાં છે. ત્યારે જ ગૌરક્ષકોએ દાહોદ ટાઉન P.I. વી.પી.પટેલ સાહેબને જાણકારી આપતા P.I. પટેલ સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા દાહોદ કસ્બામાં રેડ કરતા ૦૧ ગૌ વંશને કતલ થતી બચાવી હતી. આ ગૌવંશને દાહોદ અનાજ મહાજન ગૌશાળામાં સુરક્ષિત મૂકી આવી દાહોદ ટાઉન P.I. વી.પી. પટેલ સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા કોરોના વાઈરસને લઈને વ્યસ્ત શિડયુલમાં સમગ્ર દાહોદમાં સુચારુ વ્યવસ્થાને સાંભળતા પણ એક ગૌવંશને બચાવી ઉમદા કામગીરી કરેલ છે.


દાહોદ બ્રેકીંગ : દાહોદ શહેર પોલીસ દ્વારા લોકડાઉનના પગલે વધુ આકરી બની

દાહોદ જિલ્લાના મુખ્ય નગર દાહોદ શહેરના મુખ્ય માર્ગો તેમજ ગળીઓમાં હવે ડ્રોન કેમેરા થી નજર રાખશે દાહોદ પોલીસ. આ ડ્રોન કેમેરાની નજરમાં આવનાર લોકો સામે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાહેેેરનામાંનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


દાહોદની નગર પાલિકાએ લોકોનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા દાહોદના લોકો માટે શાકભાજી અને ફળો ઘરબેઠા પહોંચાડવા માટે “ક્વિક સુવિધા” દ્વારા હોમ ડિલિવરી કરવા આપી સંમતિ

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની નગર પાલિકાએ લોકોનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા દાહોદના લોકો માટે શાકભાજી અને ફળો ઘર બેઠા પહોંચાડવા માટે “ક્વિક સુવિધા” દ્વારા હોમ ડિલિવરી કરવા સંમતિ આપેલ છે. વધુમાં દાહોદના કોઈપણ વિસ્તારના લોકો શાકભાજી અને ફળો માટે 6358102763 પર ફોન કરીને ઓર્ડર નોંધાવી શકે છે અથવા Google Play Store પરથી “Quick suvidha” એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓનલાઈન ઓર્ડર નોંધાવી શકે છે. દરેક સોસાયટી, ફળિયા કે ફ્લેટ્સ વગેરેના તમામ રહીશો વતી સંયુક્ત ઓર્ડર આપીને આપ આપના ત્યાં તાજા શાકભાજી અને ફળો મેળવી શકો છો. જેથી આપ શક્ય હોયRead More


🅱️reaking : રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : હેવી વાહન ધારકોએ RTO કચેરી જવાની જગ્યાએ ઘરેથી જ ઈ-મેલ કરી વાહનો નોન-યુઝ કરાવી શકશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA સમગ્ર ભારત દેશમાં કોરોના વાઇરસના પગલે ૨૧ દિવસના લોકડાઉન ચાલી રહ્યું છે તો આ લોકડાઉન પિરિયડમાં ખાનગી હેવી વાહનો ઉપયોગમાં લેવામાં આવનાર ન હોઈ તેને નોન-યુઝ કરવા માટે RTO કચેરીએ આ ખાનગી હેવી વાહન ધારકોની લાંબી લાંબી લાઈનો લાગે છે. કોરોના વાઈરસ વધુ ન ફેલાય તે માટે આ વાઈરસની ચેન બ્રેક કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે લોકડાઉનની જાહેરાત કરી છે. તેનું પાલન RTO કચેરી ઉપર દેખવા મળતું નથી. કારણ કે રોજના ૧૦૦ થી ૧૫૦ હેવી વાહન ધરોકો પોતાના ખાનગી હેવીRead More


🅱️reaking : BS4 વાહન ધરાવતા ડીલરો અને જેના BS4 વાહન ધરાવનાર વાહન ધારકોના રજીસ્ટ્રેશન બાકી હોય તેવા વાહન ધારકો માટે ખુશીના સમાચાર

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA તા.૦૧/૦૪/૨૦૨૦ થી સમગ્ર દેશમાં BS6 વાહનોની નોંધણીની અમલવારી શરૂ થનાર હતી. અને ભારત સરકારના પત્ર તથા નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તા.૦૧/૦૪/૨૦૨૦ થી BS4 વાહનોની નોંધણી તેમાં જ ઉપાસક દ્વારા વેચાણ થઈ શકશે નહીં અને તા.૦૧/૦૪/૨૦૨૦ પછી આ વાહનોની નોંધણી થઇ શકશે નહીં આમ નામદાર કોર્ટના હુકમ મુજબ જે વાહન માલિકોના વાહનના પર્મનેન્ટ નંબર લેવાના બાકી હોય તથા રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તેઓએ ફરજિયાત પણે પોતાના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આજે તા.૨૭/૦૩/૨૦૨૦ ને શુક્રવારના રોજ એક જજમેન્ટ આપી દેવામાં આવ્યું છેRead More


દાહોદ જિલ્લામાં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓના પરીવહન માટે પરવાનગી આપવામાં આવશે : દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

આવશ્યક ચીજવસ્તુઓના પરીવહનમાં પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારની અગવડતા પડવા દેવામાં નહીં આવે.  કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લાના ટ્રાન્સપોર્ટેશનના વેપારીઓ સાથે બેઠક યોજાઇ. કોરોના વાયરસ સંક્રમણને રોકવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં આવશ્યક વસ્તુઓના પુરવઠો ચાલુ રહે તે માટે જિલ્લાના ટ્રાન્સપોર્ટેશનના વેપારીઓ સાથે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, ફક્ત આવશ્યક વસ્તુઓની જ હેરફેર સરળતાથી થઇ શકે તે માટે વેપારીઓને પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. ઉક્ત સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, વેપારીઓએ આવશ્યકRead More


દાહોદ જિલ્લામાં લગ્નો સહિતના પ્રસંગો ઉપર પણ પ્રતિબંધ, કરફ્યુનો કડક અમલ

દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગની ૧૪૩૭ ટીમ્સ દ્વારા ૫૫૬ ગામોના ૫૮૦૯૨ ઘરોમાં રહેતા ૩૯૭૦૯૬ લોકોનો આરોગ્યલક્ષી સર્વે સમગ્ર દાહોદ જિલ્લામાં અમલી બનેલા કરફ્યુને પગલે આજે કલેક્ટર વિજય ખરાડીએ સામાજિક પ્રસંગો ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે અને હવે મરણ પ્રસંગને બાદ કરતા કોઇ પણ પ્રકારના સામાજિક કાર્યક્રમો કરી શકાશે નહી. ખાસ કરીને દાહોદ જિલ્લામાં લગ્ન પ્રસંગો યોજાતા જણાય તો આયોજક પરિવાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા આદેશ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરફ્યુનો સંપૂર્ણ અમલ કરાવવા માટે ઠેરઠેર નાકાબંધી કરી દેવામાં આવી છે. જિલ્લાને લાગતુ પડતી આંતરરાજ્ય સરહદો પણ સીલ કરી દેવામાંRead More


દાહોદ કોરોના પ્રિવેંટિવ પગલાના ભાગ રૂપે પાલિકા પ્રમુખ અભિષેક મેડા ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ તથા વિનોદ રાજગોરની ઉપસ્થિતિમાં સ્ટાફ ઘ્વારા નગરમાં સોડિયમ હાઇપો ક્લોરાઇડ થી ડીસઇન્ફેકટન્ટની કામગીરી કરાઈ

  દાહોદ કોરોના પ્રિવેંટિવ પગલાં ના ભાગ રૂપે પાલિકા પ્રમુખ અભિષેક મેડા ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ , વિનોદ રાજગોર ની ઉપસ્થિતિમાં સ્ટાફ ઘ્વારા નગરમાં સોડિયમ હાઇપો ક્લોરાઇડ થી ડીસઇન્ફેકટન્ટ ની કામગીરી કરી દાહોદમાં કોરોના વાઇરસ ને લે લઇ જનતા કરફ્યુ સફળ રહ્યો હતો અને લોકોએ સ્વયંભૂ ઘરમાં પોતાને ક્વોરેન્ટાઇન કર્યા હતા પણ બીજા દિવસે સવારથીજ આડે ધડ બજારો ખુલવા લાગતા દાહોદ પાલિકા અધિકારીઓ અને SDM પોલીસ સ્ટાફ સાથે મળી બધી દુકાનો બંધ કરાવી હતી અને અન્ય બીજો હુકમ ના થાય ત્યાં સુધી દુકાનો બન્ધ કરવા માટે નોટિસ લગાડવામાં આવી હતી. અનેRead More


દાહોદ જિલ્લાના પોલીસ અને ડોક્ટરોની સાથે સાથે વિદ્યુત બોર્ડના ઇજનેરો અને લાઈન સ્ટાફ ભાઈઓ પોતાની કે પરિવારની ચિંતા કરવાને બદલે સમાજમાં તથા હોસ્પિટલોમાં ૨૪ કલાક સતત વીજ પુરવઠો મળી રહે તેની ચિંતા કરી ઉમદા કામગીરી કરેલ

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કારણે આશરે અઢી લાખ લોકોને અસર થયેલ છે અને આશરે ૧૨૦૦૦ જેટલા મનુષ્યના મૃત્યુ થયેલ છે ત્યારે ભારત સરકારશ્રી અને ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા વિવિધ પગલાઓ આ મહામારીને અટકાવવા માટે લેવામાં આવેલ છે. જેના અનુસંધાને તમામ લોકોને જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવા માટે ની સ્વેચ્છિક મનાઈ કરવામાં આવેલ છે. ઘણી બધી સર્વિસો – મહાનગરો બંધ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. આવા કપરા સમયે જિલ્લા પોલીસ સ્ટાફ અને ડોક્ટરોની સાથે સાથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ – વિદ્યુત બોર્ડ ના ઇજનેરો – લાઇન સ્ટાફ ભાઈઓRead More


🅱️reaking : દાહોદમાં જનતા કરફ્યુ સફળ, સિનેમેરા મલ્ટિપ્લેક્સ, મોલ, દુકાનો, શોરૂમો જડબેસલાક બંધ

દાહોદ જિલ્લામાં અને શહેરમાં જડબેસલાક બંધ પળાયો લોકોએ પોતાના ઘરોમાં ક્વોરન્ટાઇન કર્યા. દાહોદમાં સીનેમેરા મલ્ટિપ્લેક્સ, ઓટોમોબાઇલના શોરૂમ, કાપડ, ચંપલો તેમજ અન્ય વેપારીઓએ દુકાનો જડબેસલાક બંધ રાખી જનતા કરફ્યુ નો અમલ કર્યો હતો. અને સાથે સાથે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફ્યુને દિવસે સાંજે 5 વાગે દસ મિનિટ તાળીઓ પાડી, થાળીઓ વગાડવાની, શંંખ વગાડવાના અને જોર જોરથી ગાયત્રી મંત્રને ગાવાની વાત માની અને દાહોદ જીલ્લાના નાગરીકો દ્વારા ડોક્ટરો, આરોગ્ય વિભાગના કમઁચારી, પોલીસ વિભાગના કમઁચારી તથા મીડીયાના લોકોનું ખડે પગે સેવા આપવા બદલ તાળીઓ પાડી, થાળી વગાડી અભિવાદન કર્યું હતું. સાચી વાતRead More