દાહોદ પોલીટેકનિક હોસ્ટેલમાં 120 પથારીનું કોવિડ કેર સેન્ટર શરૂ

એક રૂમમાં 3 પલંગ ઉપરાંત દૈનિક વપરાશની વસ્તુઓની સુવિધા ઉપલબ્ધ રવિવારે બપોર બાદથી કોરોનાના કેટલાક દર્દીઓને શિફ્ટ કરાયાં દિવ્ય ભાસ્કર Aug 04, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદના ઝાલોદ રોડ સ્થિત સરકારી પોલીટેકનિક હોસ્ટેલમાં 120 પથારીની સુવિધા ધરાવતું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી દેવામાં આવ્યું છે. આજ રવિવારે બપોર બાદથી ત્યાં કેટલાક દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે. દાહોદમાં કોરોના વાઇરસના કેસોમાં થયેલા ચિંતાજનક વધારાને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ આયોજન પ્રમાણે ક્રમાનુસાર કોવિડ કેસ સેન્ટર કાર્યરત કરાઇ રહ્યા છે. પ્રથમ ટેકનિકલ હાઇસ્કૂલ અને બાદમાં સરકારી ઇજનેરી કોલેજમાં 120Read More


રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણીમાં કોરોનાની અસર

દાહોદમાં ભાઈ- બહેનોએ એકમેક સાથે વીડિયો ચેટ કરી શુભેચ્છા પાઠવી બજારમાં ઉમટેલી ગિર્દીએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો છેદ ઉડાવ્યો દિવ્ય ભાસ્કર Aug 04, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદમાં રક્ષાબંધનનાં પાવન પર્વને કોરોનાની અસર નોંધાઈ હતી.શહેર સહિત જિલ્લામાં કોરોનાના ભયને લીધે અને દાહોદ કલેકટર દ્વારા રવિવારે બજારો બંધ રાખવાના હુકમથી મીઠાઈ વેચતા દુકાનદારોને દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી. જેને લઈને લોકોએ રક્ષાબંધનની સવારથી જ મીઠાઈ લેવા જે તે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં લાંબી લાઈનો લગાવી હતી. તેના લીધે વિવિધ દુકાનો ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગનો રીતસર છેદ ઉડવા પામ્યો હતો. તો સાથે આડેધડRead More


દાહોદમાં ગત વર્ષ કરતાં 20 ટકા ઓછો વરસાદ

2019માં ઓગસ્ટ પ્રારંભે 35.67 ટકા વરસાદ હતો આ વર્ષે માત્ર 15.66 ટકા વરસાદ ક્યાંક ઝરમરિયા વરસાદ તારણહાર બન્યાં તો ક્યાંક મોટી થયેલી મકાઇ સુકાવાનું ચાલુ દિવ્ય ભાસ્કર Aug 04, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ જિલ્લામાં મેઘરાજાના રીસામણાએ ખેડુતોને ચિંતામાં મુકી દીધા છે. મેઘાને મનાવવા માટે જિલ્લામાં વિવિધ પ્રકારના મનોરથો કરાઇ રહ્યા છે. ગત વર્ષના ઓગસ્ટ માસની 3 તારીખ કરતાં આ વર્ષે 20 ટકા ઓછો વરસાદ નોંધાયેલો જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં ખેડુતોએ શરૂઆતના વરસાદમાં જ હરખભેર વાવણી કરી દીધી હતી. ત્યાર બાદ ચોમાસુ જામશે તેવી આશા હતી પણRead More


દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત એક્ટિવ કેસની કુલ સંખ્યા 300 થઇ

દાહોદમાં સોમવારે કોરોનાના નવા 27 કેસ ગત સપ્તાહથી શરૂ રેપિડ ટેસ્ટના નામ નિયમિત રીતે જાહેર નહીં કરાતાં લોકોમાં કચવાટ દિવ્ય ભાસ્કર Aug 04, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ ખાતે સોમવારે પણ કોરોનાના નવા 27 દર્દીઓ નોંધાવા પામ્યા હતા. સોમવારે રેગ્યુલર ટેસ્ટમાં 15 અને રેપીડ ટેસ્ટમાં 12 મળી જિલ્લામાંથી કુલ નવા 27 દર્દીઓ કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા. તા.3 ઓગસ્ટને સોમવારે રક્ષાબંધનના દિવસે જાહેર થયેલ નવા કોરોના પોઝિટિવ દર્દીઓમાં મનોરમાબેન અગ્રવાલ, રબાબબેન લુખડીયા, કાંતાબેન ચૌહાણ, મેઘાબેન દેસાઈ, મહેશભાઈ શ્રીગોડ, મનોજભાઈ શ્રીગોડ, ગજાનનબેન શ્રીગોડ, જશવંતભાઈ ગારી,મનીષ ભાષણી, અલીઅસગાર હોંશિયાર, અજયભાઈRead More


7 ઓગસ્ટ સુધી થનારી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

દિવ્ય ભાસ્કર Aug 03, 2020, 04:00 AM IST દાહોદ. 1 ઓગષ્ટથી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ‘સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે’ થીમ પર ઉજવણીની શરૂઆત દાહોદમાં કરી છે. જેમાં રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે પ્રસૂતિ થવાની છે તેવા લાભાર્થીઓ જોડે વિડીયો કોલ મારફતે તેમજ ટેલિફોનિક સંવાદ સાધ્યો હતો અને આ મહાનુભાવોએ સગર્ભાઓને સ્તનપાનનું મહત્વ સમજાવ્યું હતું. આ ઝુંબેશમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ પણ જોડાઈ અને અત્યારે વિશ્વભરમાં ઓગસ્ટના પહેલા સપ્તાહને વર્લ્ડ બ્રેસ્ટ ફિડિંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આRead More


દાહોદમાં રેગ્યુલર ટેસ્ટમાં 7 અને રેપિડ ટેસ્ટમાં 10 કેસ નોંધાયા

રવિવારે માત્ર 17 જ કેસ નોંધાતાં ગભરાયેલાં લોકોને રાહત મળી દિવ્ય ભાસ્કર Aug 03, 2020, 04:00 AM IST દાહોદ. રવિવારે દાહોદ ખાતે કોરોનાના 17 નવા દર્દીઓ નોંધાવા પામ્યા હતા. તા.2ને રવિવારે જાહેર થયા મુજબ 104 રેગ્યુલર ટેસ્ટના સેમ્પલો પૈકી 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. તો રેપિડ કીટના 120 સેમ્પલો પૈકી પોઝિટિવ આવેલ 10 દર્દીઓ સાથે કુલ 17 વ્યક્તિઓ નવા પોઝિટિવ જાહેર થયા હતા. તા.2ને રવિવારે દાહોદમાં પોઝિટિવ જાહેર થયેલા 17 વ્યક્તિમાં પરમેશ્વરીબેન કેવલાની, કલાબેન પ્રજાપતિ, સિરાજ કથીરિયા, ભેમજીભાઇ ભરવાડ, પંકજ ભરવાડ, બ્રિજેશ ભરવાડ અને મુરલીભાઈ અગ્રવાલ રેગ્યુલર ટેસ્ટમાં અને નગીનદાસRead More


જમીન ખેડવા મુદ્દે બોલાચાલી કરી દાતરડંુ મારતાં એકને ઇજા

જમીન અમારી છે કહી બે સાથે મારામારી : 4 વિરુદ્ધ ગુનો નોંધાવ્યો દિવ્ય ભાસ્કર Aug 03, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ તાલુકાના બોરવાણી ગામના પાંગળાભાઇ ધારજીભાઇ ડામોર અને તેમનો છોકરો દિનેશ તેમજ ભાઇ સુરેશભાઇ ધારજીભાઇ ડામોર અને કુટુંબી ભાઇ સબુંભાઇ હવસીંગભાઇ ડામોર ગઇકાલે સવારના સમયે ખેતરમાં નીંદવા ગયા હતા. ત્યારે બપોરના સમયે ગામના શનુ કાનજી બારીયા, ચેના લાલજી બારીયા, ગવલા પુનિયા બારીયા તથા રાજુ લાલજી બારીયા ગાળો બોલતા તેમની પાસે ખેતરમાં આવી ગાળો બોલતા આપતા હતા. જેથી તેઓને ગાળો કેમ બોલો છો તેમ કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ આ જમીનRead More


આડા સંબંધ મુદ્દે પત્નીના વાળ કાપી મારતા પતિ સામે ફરિયાદ

ઝાબુઆ પોલીસે શૂન્ય નંબરથી ફરિયાદ લઇ જેસાવાડા પોલીસને જાણ કરી જેસાવાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી દિવ્ય ભાસ્કર Aug 03, 2020, 04:00 AM IST દાહોદ. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની સન્નુબેનના લગ્ન પાંચેક વર્ષ પહેલા અભલોડ ગામના અજીત રામસિંહ ભાભોર સાથે સમાજના રિતિરીવાજ મુજબ થયા હતા. બન્ને પતિ પત્નીનું લગ્નજીવન સુખમય રીતે ચાલતુ હતું અને વસ્તારમાં તેમને બે છોકરાઓ પણ છે. ત્યાર બાદ થોડા મહિનાઓથી પતિ અજીત તેની પત્ની સન્નુબેન ઉપર શંકા કરી મારકુટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું પરંતુ ઘર સંસાર નહી બગડે તેથી બધુRead More


ઝાલોદની કોલેજમાં ફીના 10 હજાર રોકડા તથા ફોટો કેમેરાની તસ્કરી

કાર્યાલય તેમજ રૂમોના તાળાં તોડી 15 હજારના મુદ્દામાલની ચોરી ઝાલોદ પોલીસ મથકે તસ્કરી કરનાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો દિવ્ય ભાસ્કર Aug 03, 2020, 04:00 AM IST દાહોદ. ઝાલોદની શ્રી કે.આર.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને નિશાન બનાવી કાર્યાલય તથા અન્ય ચાર રૂમોના તાળા તોડી લાઇબ્રેરીમાં મુકેલા ફીના 10 હજાર રોકડા તથા ફોટોગ્રાફ કેમેરો મળી કુલ 15,000ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા. આ સંદર્ભે ઝાલોદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.ઝાલોદની શ્રી કે.આર.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કાર્યકારી આચાર્ય મધુકરભાઇ મુળજીભાઇ પટેલ તથા સ્ટાફના પટેલ અરવિંદભાઇ, પ્રવિણભાઇસેલક, ચીમનભાઇ પી. પ્રજાપતિ તથા મંગાભાઇRead More


દેશમાં વધુ 90 ટ્રેન ઓગસ્ટમાં દોડાવવાની તૈયારી, રતલામ મંડળથી પસાર થતી 13 સહિત 100 જોડી સ્પે. ટ્રેન દોડી રહી છે

10 ઓગસ્ટ આસપાસ જાહેરાતની સંભાવના, રેલવે દ્વારા શેડ્યુલ તૈયાર ગ્રીન સિગ્નલ મળવાની રાહ જોતંુ બોર્ડ, રતલામ મંડળની 6 ટ્રેન રહેશે અવન્તિકા, શાંતિ એક્સપ્રેસનો સમાવેશ, અનલોક-3માં છૂટ જોઇને રેલવેનો ધમધમાટ દિવ્ય ભાસ્કર Aug 03, 2020, 04:00 AM IST દાહોદ. અનલોક 3ના મળેલી છુટ જોઇને રેલવેએ ઓગસ્ટમાં આખા દેશમાં 90 જોડી અને સ્પે. ટ્રેનો ચલાવવાની રેલવેએ તૈયારી પુરી કરી લીધી છે. તેમાં રતલામ મંડળની ઇન્દૌરથી ચાલનારી છ ટ્રેનો પણ શામેલ છે. આ ટ્રેનોમાં 3 દાહોદ-રતલામ થઇ અને 3 ઉજ્જૈનથી પસાર થશે. તમામ મંડળોથી ટાઇમ ટેબલ આવ્યા બાદ રેલવે બોર્ડે ટ્રેનોનું શેડ્યુલ પણRead More