🅱️reaking : દાહોદના બોરખેડાના સરપંચને ₹.15,000/- ની લાંચ માંગતા ACB એ ઝડપી પાડયો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS  દાહોદ જિલ્લામાં લેફ્ટ આઉટ બેનીફિસરીઝમાં બાકી રહેલા શૌચાલયના બાંધકામના કોન્ટ્રાક્ટર પાસે ચેક આપી ₹. ૧૫,૦૦૦/- ની લાંચ લેતા બોરખેડાના સરપંચ અને તેના મળતીયાને રંગે હાથ ACB એ ઝડપી પાડ્યા. ફરીયાદીના બોરખેડા ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત LOB (લેફ્ટ આઉટ બેનીફીશરીઝ) કુટુંબ માટે વ્યકિતગત શૌચાલયનું બાંધકામ કરવા માટે ગ્રામ પંચાયત સાથે થયેલ MOU (એમ.ઓ.યુ.) મુજબ કુલ ૧૦૦ શૌચાલયનું બાંધકામ શિવાની સખી મંડળ, બોરખેડાએ કરવાનું હતું. આ મંડળના પ્રમુખ તરીકે ફરિયાદીના પત્ની તથા મંડળના મંત્રી તરીકે શાન્તિબેન કામ કરે છે. તાલુકા પંચાયતRead More


🅱️reaking : લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક ડો.કાનન દેસાઈએ લાખોની અનડીટેક્ટ ચોરીનો ભેદ ઉકેલ્યો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષકે દાહોદ LCB અને દેવગઢબારીયા પોલીસની મદદથી 2 મોટી અનડીટેકટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપી ઝડપી લીધા. ગત વર્ષે ગુજરાતમાં સુરત શહેર તથા પુર્વકચ્છ, ગાંધીધામ જીલ્લાના અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા  પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા. ગાંધીનગરનાઓની મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરાયેલ સુચના અન્વયે નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરાનાઓની માર્ગદર્શનથી પોલીસ અધિક્ષક હીતેશ જોયસર  તથા I/C પોલીસ અધિક્ષક  કલ્પેશ ચાવડાની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક  ડો.કાનન દેસાઇ લીમખેડાRead More


દાહોદ જિલ્લામાં જનજાગૃતિ ઝૂંબેશના પ્રથમ દિને ૨૨૬૯૦ નાગરિકો જોડાયા

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ગામમાં રથ રોકાણ દરમિયાન ગ્રામજનોને આરોગ્ય, શિક્ષણ, પોષણ, કૃષિ જેવી બાબતોની આપવામાં આવતી માહિતી. સરકારની પ્રજાકલ્યાણની વિવિધ યોજનાની માહિતી જનજન સુધી પહોંચાડવા અને તેમાં લોકભાગીદારી વધારવા માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરંભવામાં આવેલી જનજાગૃતિ ઝૂંબેશના પ્રથમ દિવસે નવ તાલુકાના ૧૧૩ ગામોના ૨૨૬૯૦ નાગરિકો તેમાં જોડાયા હતા. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલા આ નવતર અભિયાનમાં મહત્વાકાંક્ષી જિલ્લા હેઠળ નિતિ આયોગ દ્વારા નિયત કરવામાં આવેલા માપદંડો પરત્વે લોકોમાં જાગૃત આણવામાં આવી રહી છે. દાહોદ જિલ્લા પંચાયતની બેઠક મુજબ રથનાRead More


દાહોદ જિલ્લા આચાર્ય સંઘનો 12 મો વાર્ષિક સેમિનાર યોજાયો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય નગર દાહોદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં દાહોદ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા આયોજિત ૧૨ મો શૈક્ષણિક અને વહીવટી સંઘનો સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે બોર્ડ સભ્ય જયપ્રકાશ નારાયણ પટેલ, દિનેશભાઇ સેવક, રમણભાઈ ડી.પટેલ, અરવિંદભાઈ આર. પટેલ, ઉમેશભાઈ પટેલ, દાહોદ નગર પાલિકા અભિષેક મેડા, ડી.કે. પટેલ, મનોજ વ્યાસ, સુધીર લાલપુરવાળા, દીપેશ લાલપુરવાળા, નરેન્દ્ર સોની ઇન્ચાર્જ ડી.ઇ.ઓ. સુરેશભાઈ મેડા તેમજ અન્ય મંચસ્ત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાહોદ જિલ્લા આચાર્ય અને વહીવટી સંઘના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાહોદનાRead More


ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત ખરેડી ગામના સરપંચ બન્યા આંગણવાડીના પાંચ બાળકોના પાલક વાલી

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આહ્વાનથી પ્રેરાઇ સરપંચ બાળકોને સુપોષિત કરવા માટે સંકલ્પબદ્ધ થયા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ નો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ જિલ્લાથી પ્રારંભ કર્યો છે ત્યારે સરકારી અધિકારીઓ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ સહિત કુલ મળી ૧૦૪૭ પાલક વાલી દાહોદ જિલ્લાના ૬૦૦૦ થી વધુ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે સંકલ્પિત થયા છે. જિલ્લાના આંગણવાડી કાર્યકરો પણ મુખ્યમંત્રીના આહ્વાનથી ખૂબ જ ઉત્સાહમાં છે અને જિલ્લાને સુપોષિત કરવા માટે નિર્ધાર વ્યકત કર્યો છે. દાહોદના ખરેડી ગામના સરપંચ રાજેન્દ્રભાઇએ પાંચ કુપોષિત બાળકોને દત્તક લીધા છે.Read More


પોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતના નિર્માણની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી તા. ૩૦, ૩૧ અને ૧ના રોજ રાજ્યની તમામ જિલ્લા પંચાયતો-મહાનગરપાલિકાઓ અને નગર પાલિકા વિસ્તારોમાં પોષણ અભિયાનના કાર્યક્રમો યોજાશે. -: મુખ્યમંત્રીશ્રી :- વડાપ્રધાનશ્રીએ આપેલા સહી પોષણ-દેશ રોશનને ચરિતાર્થ કરવા માટે ગુજરાત પાછી પાની નહી કરે. રાજ્ય સરકારે કિશોરી-સગર્ભા માતા-ધાત્રી માતા-બાળક એમ તમામ સ્તરે પોષણ મળી રહે એ માટે યોજનાઓ શરૂ કરી છે. મહિલા અને બાલ વિકાસ વિભાગને અલાયદો બનાવી તેના બજેટમાં રૂ. ૪૦૦ કરોડમાંથી વધારો કરી રૂ. ૩૦૦૦Read More


દાહોદમાં “ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨” અંતર્ગત “રન ફોર પોષણ સ્પર્ધા” સંપન્ન, છાત્રોએ રેલી યોજી આપ્યો પોષણનો સંદેશ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  રન ફોર પોષણ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇનામો અપાશે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.૨૩ જાન્યુઆરીના રોજથી ‘ગુજરાત પોષણ અભિયાન વર્ષ ૨૦૨૦-૨૨’ નો રાજય વ્યાપી પ્રારંભ દાહોદ જિલ્લાથી કરાવવાના છે ત્યારે દાહોદ જિલ્લામાં પોષણ અભિયાનને સફળ બનાવવા માટે ગામે ગામ અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોષણ બાબતે જાગૃતતા આવે તે માટે જિલ્લાના દરેક તાલુકામાં યોજવામાં આવેલી ‘રન ફોર પોષણ’ સ્પર્ધાના ત્રણ ત્રણ વિજેતા ખેલાડીઓ વચ્ચે આજે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા દાહોદRead More


જિલ્લા ઉધોગ કેન્દ્ર, દાહોદ દ્વારા MSME કમિશનર જે. રંજીથકુમારની અધ્યક્ષતામાં યોજાયો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગોને પ્રોત્સાહન અને બેન્કર્સ પરિસંવાદ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ૫૦ ઉદ્યોગો સાહસિકોને ૧.૫૩ કરોડથી વધુ રકમની લોનનું વિતરણ જિલ્લા ઉધોગ કેન્દ્ર, દાહોદ દ્વારા MSME કમિશનર જે. રંજીથકુમાર ગાંધીનગરની અધ્યક્ષતામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગોને પ્રોત્સાહન અને બેન્કર્સ પરિસંવાદ યોજાયો હતો. જિલ્લાના ઉધોગ સાહસિકોએ આ પરિસંવાદમાં ભાગ લઇ MSME ની વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ૫૦ ઉધોગ સાહસિકો ને ૧.૫૩ કરોડથી વધુ રકમની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનું આયોજન બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંબોધન કરતાં MSME કમિશનર જે. રંજીથકુમારે જણાવ્યુંRead More


🅱️reaking : દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આગળ ગેસ લાઇનમાં લાગી આગ

દાહોદ બ્રેકીંગ : દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ઝાલોદ રોડ ખાતે આવેલ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આગળ ગેસ પાઈપ લાઈનમાં આગ લાગી. ગેસ લાઇનમા આગ લાગતા મચી ભાગદોડ. ગેસ લાઇનમા વારંવાર આગ લાગવાના બનાવ ના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરાતા તેઓ ધટના સ્થળે પહોંચી. દાહોદ રૂરલ પોલીસ ને જાણ કરતા પોલીસ સત્વરે દોડી આવી. ગેસ કંપનીના કમઁમચારી અધિકારીઓ પણ દોડી આવ્યા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.


દાહોદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૧૯ – ૨૦ માં ૪૦૦ થી વધુ લાભાર્થીઓને સ્વરોજગાર લોન ₹. ૯૧૪.૫૨ લાખ ની સહાય ચુક્વાઇ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ફક્ત સાત ધોરણ ભણેલા દક્ષાબેનની મહિને ₹. ૪૦ હજારથી પણ વધુની કમાણી. રાજય સરકારની સહાયથી છૂટક વેપારની સાથે કરિયાણાનો હોલસેલ બિઝનેસ શરૂ કર્યો. અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પોતાનું જીવનધોરણ ઉચું લઇ જવા મથી રહ્યો છે, પોતાની આવક વધારી કુંટુંબીજનો માટે શિક્ષણ, આરોગ્ય વગેરે ઉચ્ચ કક્ષાના મળે તે માટે પ્રયાસરત હોય છે. ઘણા નાના વેપારીઓ પોતાના ધંધાની પાંખો વિસ્તારી ને ઉંચા સ્તરે લઇ જવા માંગતા હોય છે. પરંતુ ધંધાને વિસ્તારવા માટે પૂરતું મૂડીરોકાણ કરી શકતા ન હોય વેપારને વિસ્તારી શકતા નથી. કેટલાંક વેપારીઓRead More