CAG રિપોર્ટમાં ગુજરાતને ખુલ્લામાં શૌચમુક્તનો સરકારનો દાવો ખોટો

ખેડૂતો દેવામાફીની રાહ જોતા રહ્યા, સરકારે વીમા કવચ વધાર્યું આનંદીબેને 2015માં ખેડૂતોને 4 લાખ આપવાની જાહેરાત…

  • Dahod - CAG રિપોર્ટમાં ગુજરાતને ખુલ્લામાં શૌચમુક્તનો સરકારનો દાવો ખોટો

    ગુજરાતને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરવાના સરકારી દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોવાનું કેગે જણાવ્યું છે. ઘણા ગ્રામીણ વિસ્તારોના ઘરમાં આજે પણ શૌચાલય નથી. 8 જિલ્લાના 120 ગામોની લીધેલી મુલાકાત દરમિયાન રાજ્ય સરકારનો આ દાવો પોકળ સાબિત થયો છે. કેગને આ ગામોના 29 ટકા ઘરોમાં શૌચાલય નથી અથવા શૌચાલય છે તો તેનો ઉપયોગ થઇ શકે તેવી સ્થિતિ નહીં હોવાનું જણાયું હતું. રાજ્ય સરકારે બે ઓક્ટોબર 2017 સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરી દીધા હતા. જોકે, 2014-2017 દરમિયાન 8 જિલ્લા પંચાયતોમાંથી 120 ગ્રામપંચાયતોની તપાસમાં ખુલાસો થયો કે, 29 ટકા ઘરોમાં હજી પણ શૌચાલય નથી. આ સર્વેક્ષણ દાહોદ, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, વલસાડ, જામનગર અને જૂનાગઢમાં કરાયું હતું. વર્ષ 2012-13માં હાથ ધરાયેલા પાયાના સર્વેક્ષણ અનુસાર રાજ્યમાં 33.21 લાખ ઘરો શૌચાલય વિનાના હતા. જે પૈકી માર્ચ 2017 સુધીમાં 23.86 લાખ મકાનોને આવરી લેવાયા હતા.

    રાજ્યના આઠ જિલ્લાના 30 ટકા ઘરોમાં શૌચાલય જ નથી

    જીવતો ખેડૂત કોડીનો, મરેલો બે લાખનો

    ખેડૂતોના દેવામાફી અને પાકના પોષણક્ષણ ભાવ મળે તેવી વ્યવસ્થા કરવાની માગ થઇ રહીં છે ત્યારે રાજય સરકારે વિધાનસભા પૂર્ણ થયા પછી મોટો ખેડૂતલક્ષી નિર્ણય જાહેર કરાશે તેવી જાહેરાત કરીને ખેડૂતોને ધોળે દિવસે સ્વપ્ન દેખાડયું હતું. જો કે આ સ્વપ્ન સ્વપ્ન જ રહ્યું અને સરકારે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનામાં વળતરની રકમ વધારવાની જાહેરાત ગુરુવારે કરી હતી.

    સરકારે અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂ. એક લાખને બદલે રૂ. 2 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે, પણ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નવેમ્બર-2015માં રૂ. એક લાખને બદલે રૂ. ચાર લાખ આપવાની જાહેરાત કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ર્ડા. મનિષ દોશીએ કર્યો હતો. આ ચાર લાખના વળતરની જાહેરાતને અમલ ન કરવા બદલ રૂપાણી, નીતિનભાઈ જવાબ આપે.

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: