dahodonline

 

૩૫ વર્ષીય સર્ગભા હદીકાબેન ૧૩ દિવસ સુધી કોરોના સામે જંગ લડીને આખરે કોરોનામુક્ત થયા અને એક સ્વસ્થ બાળકીને આપ્યો જન્મ

હાઇ બી.પી., ડાયાબિટીશ અને લોહી ગંઠાવવાને લગતી અન્ય વ્યાધિઓને પણ હરાવી સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. સગર્ભાવસ્થા ઉપરાંત અન્ય મહાવ્યાધિઓ છતાં દાહોદ મેડીકલ ટીમે આ પડકારને સફળતાપૂર્વક નિભાવ્યો. દાહોદના ૩૫ વર્ષીય સર્ગભા હદીકાબેન મન્સુરી ૧૩ દિવસ સુધી કોરોના સામે જંગ લડીને આખરે કોરોનામુક્ત થયા છે અને એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. આ ૧૩ દિવસો સગર્ભાવસ્થાના પણ આખરી દિવસો હોય ઝાયડસ સીવીલ હોસ્પીટલની મેડીકલ ટીમ માટે તેમને કોરોનામુક્ત કરવા સાથે સ્વસ્થ બાળકના જન્મનો બેવડો પડકાર હતો. ઉપરાંત હદીકાબેનને હાઇ બી.પી., ડાયાબિટીશ અને લોહી ગંઠાવવાને લગતી અન્ય વ્યાધિઓ પણ હોય તે પણRead More


દાહોદ અખિલ ભારતીય લબાના સમાજ તરફથી કોરોના વોરિયર્સ મીડિયાકર્મીઓનું બહુમાન કરવામાં આવ્યું

આજે તા.૧૮/૦૬ ૨૦૨૦ ને ગુરુવારના રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના APMC ના કોન્ફ્ન્સ હોલમાં અખીલ ભારતીય લબાના સમાજ દ્વારા મીડિયાકર્મીઓનું કોરોના વોરિયર્સ તરીકે બહુમાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ Dy.S.P. કલ્પેશ ચાવડા, અખિલ ભારતીય લાબના સમાજના પ્રમુખ ડો. રણજીતસિંહ નાયક, નેણાંસિંહ બાકલિયા, જીતેન્દ્રસિંહ નાયક, હરીશભાઈ નાયક, નવલસિંહ નાયક (મ.પ્ર.), ઉપેન્દ્રસિંહ નાયક, સોહનભાઈ બામણ, અમરસિંહ બઠા, નીલેશભાઈ બડદવાલ, સુંદરસિંહ હાડા, વિનોદભાઈ પડવાલ, બળવંતસિંહ ડાંગર, સચિન પડવાલ, અનિલ હાડા, મુકેશભાઈ ઘોતી, ડો.નીલમ બામણ, ડો.કિરીટ નાયક, ડો. રાજેન્દ્ર નાયક, જયેશકુમાર નાયક તથા સમાજના આગેવાનો, ડોક્ટર્સ મિત્રો, કર્મચારી મિત્રો હાજરRead More


🅱️reaking : દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામા કોરોના પોઝીટીવનો કેસ નોંધાતા તંત્રમાં મચી ખળભળાટ

દાહોદ જિલ્લામાં આજે તા.૧૮/૦૬/૨૦૨૦ ને ગુુરૂવારના રોજ કોરોના પોઝીટીવનો ૦૧ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ખળભળાટ મચતા દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૯૭ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૧૮/૦૬/૨૦૨૦ ને ગુરુવારના રોજ પ્રથમ ૯૮ લોકોના સેમ્પલ આવ્યા તેમાં દરેકના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્યની તે હાશકારો અનુભવ્યો હતો, પરંતુ સાંજના ૦૭:૦૦ વાગ્યાની આસપાસ બીજા ૯૯ લોકોના સેમ્પલના રિપોર્ટ આવતા ૯૮ લોકોના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા અને ૦૧ વ્યક્તિ કે જે લીમખેડા તાલુકાના પીપેરી ગામના નિલેશ ઈશ્વરભાઈ મુનિયા ઉ.વ. – ૩૩ વર્ષને કોરોનાRead More


🅱️reaking : દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવનો આજે વધુ 01 કેસ આવતા તંત્ર દોડતું થયું

દાહોદ જિલ્લામાં આજે તા.૧૭/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ કોરોના પોઝીટીવના ૦૧ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ચિંતાનો વિષય બનવા પામ્યો છે. આરોગ્ય વિભાગની ડો.પહડિયા સાહેેેબના માર્ગદર્શન હેઠળ એક બાજુ કોરોના પોઝીટીવ સારા થઈ ઘરે જઈ રહ્યા છે. તો બીજી બાજુ કોરોના સંક્રમિત લોકોનો આંકડો જેેવો ઘટીને કોરોના મુક્ત તરફ દાહોદ જિલ્લો આગળ વધે છે ત્યાંજ ફરીથી કોરોના પોઝીટીવ આવતા તંત્ર દોડતું થઈ જાય છે. ગત રોજ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૦૩ સેમ્પલોને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા તેમાંથી આજ રોજ ૧૦૨ વ્યક્તિઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧ વ્યક્તિનો ટેસ્ટRead More


એમ.જી.વી.સી.એલ. ના કર્મચારીઓએ જાનના જોખમે પ્રતિકુળ સંજોગો વચ્ચે ૨૫ મીટરની ઊંચાઇના ધરાશાયી થયેલા બે વીજ ટાવરોને ફરીથી યથાવત કર્યા

દાહોદ શહેર સહિત કુલ ૨૮૫ ગામડાઓમાં અંધારપટને દૂર કરવા પાંચ દિવસ સુધી સતત જાનના જોખમ વચ્ચે વીજ કર્મચારીઓનું ઓપરેશન. અંધારપટ થયેલા વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી ઓપરેશન હાથ ધર્યુ. અત્યારના સમયમાં સામન્ય માણસ ઘણી સુખ સુવિધાઓ સાથે જીવન જીવે છે. પરંતુ વિજળી, પાણી જેવી આ સુવિધા ઓ સતત મળતી રહે તે માટે સરકારી તંત્રના કર્મચારીઓ રાત દિવસ, કોઇ પણ સંજોગોમાં જીવના જોખમે પણ કામગીરી કરતા હોય છે. ગત તા.૧૨ જુનના રોજ દાહોદ તાલુકામાં વર્ષાઋતુનું વાવાઝોડા સાથે આગમન થતા ધરાશાયી થયેલા ૨૫ મીટરની ઊંચાઇના બે વીજ ટાવરોને વીજકર્મીઓએ ભારે જહેમત અને પ્રતિકુળRead More


દાહોદમાં કોરોના સંક્રમિત વધુ બે દર્દીઓ સાજા થયા, એક્ટિવ કેસની સંખ્યા હવે ફક્ત બે જ રહી

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ એક દર્દીને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. જયારે એક સર્ગભા મહિલાનો રીપોર્ટ પણ કોરોના નેગેટીવ આવતા ગઇ કાલ તા.૧૬/૦૬/૨૦૨૦ ને મંગળવારના રોજ તેમને રજા આપી હતી. દાહોદના રળીયાતી ખાતેના સરકારી અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્ગભાવસ્થાની વધુ સારસંભાળ માટે ખસેડવામાં આવ્યા છે. આમ દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ ૪૪ કેસો પૈકી હવે માત્ર ૨ કેસ જ સક્રિય રહ્યા છે. અમદાવાદથી પરત ફરેલા ફતેપુરા તાલુકાના ૫૭ વર્ષીય આદમભાઇ ધીરાભાઇ કલાસવાનો તા.૦૭ જુનના રોજ કોરોના પોઝિટિવનો રીપોર્ટ આવ્યો હતો. ત્યાર બાદ તેમને દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પીટલમાંRead More


દાહોદમાં કોરોના વાયરસના એક દર્દી સાજા થતાં રજા અપાઇ, ૧૦ એક્ટિવ કેસ

દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ એક દર્દીને આજે તા.૧૨/૦૬/૨૦૨૦ ને શુક્રવારના રોજ રજા આપવામાં આવી હતી. દાહોદમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ૧૦ રહી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૪૫ વર્ષિય ભાતુભાઈ દિતિયાભાઈ ભૂરિયા કોરોના વાયરસથી મુક્ત થતાં રજા આપવામાં આવી હતી. કોરોના વાયરસની સઘન સારવાર હેઠળ હતા. બાદમાં તેમને કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેઓ કોરોનાથી મુક્ત થતાં આ એક દર્દીને કોવિડ કેર સેન્ટર ખાતેથી વિદાય આપવામાં આવી હતી સ્ટાફના તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી.


🅱️reaking : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં કોરોના પોઝીટીવના 02 કેસ એક્ટિવ થતા તંત્રમાં ખળભળાટ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આજે તા.૧૧/૦૬/૨૦૨૦ ને ગુુરૂવારના રોજ કોરોના પોઝીટીવના 02 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ચિંતાનો વિષય બનવા પામ્યો છે. આરોગ્ય વિભાગની ડો.પહડિયા સાહેેેબના માર્ગદર્શન હેઠળ એક બાજુ કોરોના પોઝીટીવ સારા થઈ ઘરે જઈ રહ્યા છે. તો બીજી બાજુ કોરોના સંક્રમિત લોકોનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગત રોજ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૩૩ સેમ્પલોને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા તેમાંથી આજ રોજ ૧૩૧ વ્યક્તિઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા અને દેેવગઢ બારીયાના ૦૨ વ્યક્તિઓના ટેસ્ટ પોઝીટીવ આવતા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચીRead More


વીજ કર્મીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 1 July થી માસ C. L. ઉપર જશે

મધ્ય ગુજરાત વીજ કંપનીના ઇજનેર, ટેકનિકલ અને નોન ટેકનિકલ કર્મચારીઓના પ્રશ્નનું નિરાકરણ ન આવતાં GEBIA અને AGVKS દ્વારા તા.૦૧/૦૭/૨૦૨૦ એ માસ C. L. નું એલાન કર્યું છે. જી.ઇ.બી. એન્જીનિયર્સ એસોસિએશન અને અખિલ ગુજરાત કામદાર  સંગઠન તરફથી તા.૧૦/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ PGVCL ના એમ.ડી.ને સંબોધીને આંદોલનની નોટિસ આપી હતી. જેમાં લોકડાઉન દરમિયાન દાહોદ અને અન્ય જિલ્લામાં ફસાઈ ગયેલા કેટલાક વિજ કર્મીઓ ફરજ પર હાજર ન થઈ શકતા તેવા કર્મચારીઓને E. L. કે પગાર કપાતની રજા મૂકવા માટે સૂચના આપવામાં આવી. અને તેને લઇને વિવાદ ઊભો થયો હતો. તેવી જ રીતે ત્રણ-ત્રણ વર્ષથીRead More


દાહોદમાં કોરોના વાઈરસના 02 દર્દી સાજા થતાં રજા અપાઇ, ૯ એક્ટિવ કેસ

દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાઈરસના વધુ 02 દર્દીઓને ગત રોજ તા.૧૦/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ  રજા આપવામાં આવી હતી. દાહોદમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 09 રહી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 60 વર્ષીય કંકુબેન દેવડા અને 28 વર્ષીય શિરીનબેન ગરબાડાવાલા કોરોના વાઈરસથી મુક્ત થતાં રજા આપવામાં આવી હતી. કોરોના વાઈરસની સઘન સારવાર હેઠળ હતા. સઘન સારવારને કારણે તેઓ કોરોનાથી મુક્ત થતાં આ બન્નેને હોસ્પિટલમાંથી સ્ટાફના તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી.