9 Dec. ”Pratibadhdhta Din” Celebration at DAMSES ‘Shatabdi Mahotsav’ (Part:5)

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના 100 મા અર્થાત ‘શતાબ્દી વર્ષ’ની ઉજવણી તા:6 થી 9 ડિસેમ્બર, 2014 દરમ્યાન સંપન્ન થઇ હતી. આ અંતર્ગત સંસ્થાના સ્થાપના દિન કે જે ”પ્રતિબદ્ધતા દિન” તરીકે ઉજવાય છે તે દિવસે તા: 9-12-’14 ના રોજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી સુરેશભાઈ શેઠના હસ્તે અર્બન ક્રીડાંગણ ખાતે દર વર્ષની માફક ધ્વજારોહણ થયા બાદ નવજીવન ગર્લ્સ હાઈસ્કુલના પરિસરમાં સંસ્થાના ગત વર્ષોના ભવ્ય અતીતને તાદ્રશ્ય કરતા તસ્વીર પ્રદર્શનને અર્બન હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઇન્દ્રવદનભાઈ શેઠના હસ્તે ખુલ્લું મુકાયું હતું.  બાદમાં રતિકાકા ઓપન થીએટર ખાતે ગુજરાતના સુખ્યાત ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લના અધ્યક્ષસ્થાને અને કંજરી, હાલોલના મહારાજ શ્રી રામશરણદાસજીની વિશેષ ઉપસ્થિતિમાં સંસ્થાના મુખ્ય દાતાઓ અને કેટલાક પૂર્વ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ”સવાઈ દાહોદીયન” એવા દાતાશ્રી ધનસુખભાઈ દાદરવાલાએ સંસ્થાના એમ.વાય. અને આર.એલ. હાઈસ્કુલના અત્યાધુનિક રીતે નિર્માણાધીન ભવનો કાજે રૂ. 1 કરોડના દાનની જાહેરાત કરી હતી. બાદમાં બંને વક્તાઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્યો આપ્યાં હતા. આ કાર્યક્રમની વિવિધ તસ્વીરો શ્રી મોહંમદી કપૂરના સૌજન્યથી આપણે અત્રે નિહાળીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com        


Related News

Comments are Closed

%d bloggers like this: