7 ઓગસ્ટ સુધી થનારી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 04:00 AM IST

દાહોદ. 1 ઓગષ્ટથી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ‘સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે’ થીમ પર ઉજવણીની શરૂઆત દાહોદમાં કરી છે. જેમાં રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે પ્રસૂતિ થવાની છે તેવા લાભાર્થીઓ જોડે વિડીયો કોલ મારફતે

તેમજ ટેલિફોનિક સંવાદ સાધ્યો હતો અને આ મહાનુભાવોએ સગર્ભાઓને સ્તનપાનનું મહત્વ સમજાવ્યું હતું. આ ઝુંબેશમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ પણ જોડાઈ અને અત્યારે વિશ્વભરમાં ઓગસ્ટના પહેલા સપ્તાહને વર્લ્ડ બ્રેસ્ટ ફિડિંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન સ્તનપાનથી થતા ફાયદાઓથી સગર્ભા અને ધાત્રી માતાઓને અવગત કરવામાં દાહોદ જીલ્લાના મંત્રી તેમજ અધિકારીઓ દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને વિડીયો કોલ કરી સ્તનપાન સપ્તાહની ઉજવણી ની શરૂઆત દાહોદ જીલ્લામાં કરવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: