3500 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરીને બાવકાના પૌરાણિક શિવમંદિરે નંદનવનનું નિર્માણ કરાશે
દિવ્ય ભાસ્કર
Aug 07, 2020, 04:00 AM IST
દાહોદ. દાહોદ જિલ્લામાં 71 માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પૌરાણિક શિવમંદિર, બાવકા ખાતે આગામી તા. 9 ઓગસ્ટના રોજ કરાશે. આ ઉજવણી નિમિત્તે 3500 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરીને બાવકા ખાતે નંદનવનના નિર્માણનો શુભારંભ કરાશે. જિલ્લા કક્ષાના વનમહોત્સવના ઉદ્દધાટક તરીકે મંત્રી બચુભાઇ ખાબડ અને મુખ્ય મહેમાન તરીકે જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ અને સર્વે ધારાસભ્યઓ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેવડીયા જંગલ સફારીના નિયામક રામ રતન નાલાની પણ આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ રહેશે. કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના માર્ગદર્શન હેઠળ નાયબ વન સંરક્ષક આર.એમ. પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે..

Related News
બેટી બચાવો: દાહોદમા મહિલા તબીબે દેવદુત બનીને આ દીકરીને માવતર તરછોડે તે પહેલાં જ બચાવી, મોઢેથી શ્વાસ આપી નવજીવન આપ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
વિચિત્ર બદલો: કોરોના સંક્રમિત મૃતકના પરિવારજનોએ અંતિમ વિધિ હત્યાના આરોપીઓના ઘર આગળ જ કરી દેતા ગામમાં ભય ફેલાયો
Gujarati News Local Gujarat Dahod Fear Spreads In The Village As The Family Members OfRead More
Comments are Closed