Tuesday, July 27th, 2021
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બે વાર મંજૂર થવા છતાં બિસ્માર હાલત આ રસ્તા ઉપરથી દૈનિક મોટી સંખ્યામાં રાહદારીઓ તથા વાહનચાલકો પસાર થાય છે ગુજરાત રાજ્યના રસ્તાઓ સરકાર દ્વારા પૂરી પડાતી સારી સુવિધા માટે વખાણાય છે.તેમજ રાજ્યમાંથી પસાર થતા સ્ટેટ તથા નેશનલ હાઈવે માર્ગો અન્ય રાજ્યોની સરખામણીમાં સારા કહી શકાય તેવા છે, પરંતુ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આઝાદીના દાયકાઓ વિતવા છતાં આજ દિન સુધી રસ્તાની સુવિધા ઉપલબ્ધ થઇ શકી નથી. તે પણ એક સર્વવિદિત બાબત છે. જેમાં સુખસર પાસે આવેલ સુખસરથી રાવળનાRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામે એક પરિણીત યુવક અન્ય યુવતી સાથે આડા સંબંધ રાખતો હતો. પોતાની પત્નિને આ મામલે જાણ થતાં પતિને અવાર નવાર આવુ નહીં કરવા કહેતા પતિ મારઝુડ કરી શારિરીક અને માનસીક ત્રાસ આપતો હતો. આવા અમાનુષી ત્રાસ તેમજ પતિ દ્વારા અન્ય યુવતી સાથેના આડા સંબંધથી કંટાળી જઈ પરિણીતાએ સાસરીમા જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પથકમાં ચકચાર મચી ગઈ છે. બૈણા ગામે જુના ફળિયામાં રહેતો ભોપત હીરસીંગભાઈ બારીયા પોતે પરિણીત હોવા છતાં પણ અન્યRead More
બારોબાર ઉપાડ: દેવગઢ બારીયાના મોટી ઝરીના યુવકના ખાતામાંથી બારોબાર રૂ. 50 હજાર ઉપડી જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક રૂ. 1 લાખ 3 હજાર જમા હતા જેમાથી રૂ. 50 હજાર બારોબાર ઉપડી ગયા દાહોદ જિલ્લામાં એટીએમમાંથી બારોબાર નાણા ઉપાડી લેવાના ગુના નોંધાઈ ચુક્યા છે. ત્યારે દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે એક 38 વર્ષીય યુવકના બેન્ક ખાતામાંથી કોઈ અજાણ્યા ભેજાબાજે નાણા સેરવી લીધા છે. ઈલેક્ટ્રોનિક માધ્યમથી અથવા એટીએમ માધ્યમથી રૂ.50 હજાર ઉપાડી લઈ છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાવામા આવી છે. ગત તા.15મી જુલાઈથી તા.16મી જુલાઈના રોજના સમયગાળા દરમિયાન દેવગઢ બારીયા તાલુકાના મોટીઝરી ખોડી ખાખર ફળિયામાં રહેતાં 38 વર્ષીય દિપસીંગભાઈ શકરાભાઈ બારીયાના બેન્ક ખાતામાં રૂ.1 લાખRead More