Friday, July 23rd, 2021

 

રોષ: વોર્ડ 3માંથી કાઉન્સિલરોએ ભગાડ્યા તો વરસાદી પાણીની લાઇન નાંખવા સ્ટેશન રોડ ખોદી નાંખ્યો

દાહોદ39 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદમાં ચાલુ ચોમાસે ભરચક રોડ પર કામગીરી શરૂ કરવામાં આવતાં લોકોમાં રોષ દાહોદના રેલ્વે સ્ટેશન રોડ ઉપર શુક્રવારે વહેલી સવારથી જ જે.સી.બી. અને હિટાચી જેવા તોતિંગ મશીનો ગોઠવીને વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપ નાંખવા માટેની કાર્યવાહી આરંભતા આસપાસના લોકોમાં જયારે દાહોદમાં ચોમાસું વ્યવસ્થિત આરંભાયું છે ત્યારે જ આ વિસ્તારમાં કાર્યવાહી શરુ કરતા અચરજ ફેલાયું હતું. દાહોદમાં આગાહી મુજબ જો આગામી ત્રણ દિવસ મોટો વરસાદ નોંધાશે તો અત્રે પાઈપ નાંખવાની કાર્યવાહી બાદ રસ્તા ઉપર માટીના ઢગલાથી સમગ્ર વિસ્તારમાં કાદવ- કીચ્ચડ થશે અને નાના મોટા અકસ્માત થશેRead More


કોરોના અપડેટ: મહીસાગરમાં સતત 33માં દિવસે શૂન્ય કેસ

લુણાવાડા44 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર એક પણ દર્દી સારવાર હેઠળ નથી મહીસાગર જિલ્‍લામાં સતત 33મા દિવસે એકપણ કેસ ન નોંધાતા મહીસાગર જિલ્‍લો કોરોનામુકત રહ્યો છે. જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 7491 કેસ પોઝીટીવ નોધાયા છે. હાલ જિલ્‍લામાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7418 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. દાહોદ જિ.માં 1 કેસ નોંધાયોદાહોદ. દાહોદ જિલ્લામાં શુક્રવારે પણ એક કેસ નોંધાયો હતો. તા.23.7.’21 ને શુક્રવારે Rtpcr ટેસ્ટના 1931 સેમ્પલો પૈકી 1 કેસ પોઝિટિવRead More


દીપડાનો આતંક: લિમડીમેન્દ્રીમાં દીપડાનો આતંક 8 બકરા ખાઇ ગયો, માણસો ભયમાં

ધાનપુરએક કલાક પહેલા કૉપી લિંક જંગલમાં પશુ ચરાવવાનું બંધ કરતાં દીપડો ગામમાં આવવા લાગ્યો થોડા દિવસ પહેલા બાઇક ચાલકની સીટ પર દીપડાએ પગ ચઢાવી દીધા હતા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લીમડી મહેન્દ્ર ગામમાં છેલ્લા એક માસથી દીપડાનો આંતક વધી જવા પામ્યો છે. જેના પગલે ગામ લોકોએ પોતાના પાલતુ પશુઓને જંગલમાં ચરાવવાનું જ છોડી દેતા દીપડો હવે ગામમાં પણ દિવસે આવવા લાગતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધાનપુર તાલુકાના લીમડી મહેન્દ્ર ગામના એક મહિનાથી વન્યપ્રાણી દીપડા પોતાના પાલતુ પશુઓ બકરાઓનો ખાસ કરીને શિકાર કરતો હતો અને અત્યાર સુધીમાં 8Read More


મેઘાએ મોઢું ફેરવ્યુ: દાહોદ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી છુટક છાંટા સિવાય વરસાદ ન વરસતાં ચિંતાના વાદળો ઘેરાયા

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક છેલ્લે 16 જુલાઇના રોજ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયા બાદ મેઘો રિસાયો જિલ્લામાં એકધારા વરસાદને અભાવે જળાશયોમાં પણ નવા નીરની આવક નથી થઇ દાહોદ જિલ્લામાં ચોમાસું જામતુ ન હોવાથી હવે ચિંતાના વાદળો ઘેરાયા છે. ધરતીપુત્રોએ પ્રથમ વરસાદ બાદ વાવેતર કરી દીધુ છે, ત્યારે છેલ્લા એક સપ્તાહથી મેઘાએ મોઢું બતાવ્યુ નથી. જેથી એક તરફ બફારાથી પ્રજા ત્રસ્ત છે તેમજ ખેડૂતો પણ હવે આકાશો મીટ માંડીને બેઠા છે. જોકે, હવામાન વિભાગની આગાહીથી આશા બંધાઇ છે. દાહોદ જિલ્લામાં આ વખતે ચોમાસુ મોડું શરુ થયુ હતુ તેમજ જિલ્લામાં જે તેRead More


કિસ્મત બાદ કોરોના વેરી બન્યો: પિયરમાં રહેતી મહિલાના પિતાનો કોરોનાએ ભોગ લીધો, ભાઈ-ભાભીએ કાઢી મૂકતાં 181ની ટીમ વ્હારે આવી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક તારી કોઈ મિલ્કત નથી તેમ કહી કાઢી મૂકવાનો તખ્તો તૈયાર હતો અને 181 વ્હારે આવી ખાખીને જોતા જ ભાઈ ભાભીની શાન ઠેકાણે આવતા માફી માંગી દાહોદમાં એક ગૃહકલેશના કિસ્સામા પીડિત મહિલાને સાથ આપી દાહોદની મહિલા અભયમ ટીમે પરિવારમાં સમાધાન કરાવ્યું હતું. વાત એમ હતી કે દાહોદના કોઇ એક ગામમાંથી એક મહિલાનો 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો કે તેમના ભાભી દરરોજ હેરાન કરે છે અને વાત હિંસા સુધી પહોંચી છે. અભયમ રેસ્ક્યુ ટીમ દાહોદ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાના ભાઇ-ભાભીને કડક શબ્દોમાં સૂચના આપી આRead More