Wednesday, July 21st, 2021

 

ભાસ્કર વિશેષ: દાહોદની સખીમંડળની મહિલાઓ વીજમીટર રીડિંગનું કામ કરી આર્થિક-સામાજિક ક્ષેત્રે ઉદાહરણરૂપ બની

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વીજમીટર રીડિંગથી આ મહિલાઓ કરે છે મહિને રૂ. 10 હજારથી પણ વધુની કમાણી પુરૂષ આધિપત્ય ધરાવતા ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની ક્ષમતા સાબિત કરી છે. વર્ષોથી જે ક્ષેત્રોમાં મહિલાઓ કામ કરી શકે તેવી આપણે કલ્પના પણ કરી ન હોય તેવા ક્ષેત્રોમાં હવે મહિલાઓ પુરૂષોને બરાબરની ટક્કર આપી રહી છે. પુરૂષોના એકાધિકાર ધરાવતા વીજમીટર રીડિંગના કામમાં રાજય સરકારની પહેલથી દાહોદ જિલ્લાના વિવિધ સખીમંડળની આદિવાસી મહિલાઓ વીજમીટર રીડિંગનું કામ કરી આર્થિક રીતે સ્વનિર્ભર તો બની જ છે, સાથે સમાજના સમીકરણો પણ બદલી રહી છે. દાહોદ જિલ્લાની 25 સખીમંડળની મહિલાઓRead More


અકસ્માતનો ભય: દાહોદના સ્માર્ટ સીટી રસ્તામાં ટ્રક ફસાયાના 5 દિવસ બાદ પણ ખાડો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ટ્રક ફસાયાના 5 દિવસ બાદ પણ ખાડો પુરવાની તસ્દી લેવાઇ નથી. રસ્તા પર લાઇટ ન હોવાથી અકસ્માતનો ભય : ડિવાઇડર પર લાઇટની માંગ આ જ રસ્તે કેન્દ્રીય વિદ્યાલય, પોલીસ મથક તેમજ પ્રસિદ્ધ મંદિરોએ જવાય છે સ્માર્ટ સીટી અંતર્ગત આખા દાહોદ શહેરમાં વિવિધ વિકાસ કામો થઇ રહ્યા છે. ત્યારે આ અંતર્ગત કરાયેલા કામમાં પાંચ દિવસ પહેલા ટ્રક ફસાઇ ગઇ હતી. ત્યાં હજી સુધી તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા ખાડો પુરવઠાની તસ્દી લેવાઇ નથી. તેમજ આ રસ્તા ઉપર કેન્દ્રીય વિદ્યાલય, તાલુકા પોલીસ મથક તેમજ પ્રસિધ્ધ મંદિરો આવેલા હોવાથીRead More


ધરપકડ: પેથાપુરમાં ફાઇનાન્સ કર્મચારીઓને લુંટનાર ચાકલીયાના લૂંટારા ઝડપાયા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર લૂંટેલામાંથી રૂા. 20 હજારથી વધુ રિકવર કરાયા 7 જૂનના રોજ ઝાલોદ તાલુકાના પેથાપુર બલેન્ડીયા રોડ ઉપર આવેલ નહેર નજીક સુના માળમાં ત્રણ અજાણ્યા ઇસમો મોટર સાયકલ ઉપર આવી ફાઇનાન્સ કર્મચારીને લૂટનો બનાવ બન્યો હતો. જેમાં ફીનકેર ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ મહીલા સખી મંડળમાં જોડાયેલ મહીલાઓ પાસેથી લોનના હપ્તાના નાણાં રૂા. 25,300 એકત્રીત કરી પોતાની અલગ અલગ બે મોટર સાયકલ ઉપર બેસીને જતા હતા તે દરમ્યાન તેઓ બન્નેને રોકી બન્ને પૈકી એક કર્મચારીને પાવડાના હાથા વડે માર મારી તેની પાસેના રોકડા રૂપિયા 25,300 તથા મોબાઇલRead More


મેઘમહેર: દાહોદના તાલુકાઓમાં વરસાદ નોંધાયો પણ નદીનાળા વહે તેવા મહેરની ઊણપ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વરસાદના અભાવે જિલ્લાના 8 જળાશયોની પરિસ્થિતિ હજુ જૈસે થે જિલ્લામાં સૌથી વધુ દાહોદમાં કુલ 158 મિમી વરસાદ વરસ્યો એક સપ્તાહમાં દાહોદનું તાપમાન 4 સે.ગ્રે.ડિગ્રી ઘટ્યું દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઓછેવત્તે અંશે મેઘમહેર નોંધાઈ છે પરંતુ, જિલ્લાના નદીનાળાં વહેતા થાય તેવો નોંધપાત્ર વરસાદ નથી થયો એટલે મોટાભાગના જળાશયોમાં પાણીની આવક નથી નોંધાઈ.જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં છૂટાંછવાયા ઝાપટાં જ વરસ્યા છે એટલે પૂરતા વરસાદની ઓછપનાં લીધે વરસાદી પાણી જમીનમાં પચવા બદલે એમ જ વહી જાય છે એટલે વર્તાતા દાહોદવાસીઓને હજુ જોઈએ તે પ્રમાણમાં ઠંડક નહીં થતા ઉકળાટવાળા વાતાવરણથીRead More