Tuesday, July 20th, 2021

 

રસીકરણ: 11554 લોકોને કો-વેક્સિનનો બીજો ડોઝ બાકી છતાં પખવાડિયા બાદ 2000 જ ડોઝ આવ્યા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદના ગોદી રોડ વિસ્તારમાં વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. હવે ક્યારે આવશે તે નક્કી નહીં : દાહોદ જિલ્લાના લાભાર્થીઓ અટવાયા હતા 4,62,925એ પ્રથમ ડોઝ લીધો : 2,06930 બીજો ડોઝ લઇ ચુક્યા : 78,922એ ડોઝ લીધા દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મામલે પ્રજામાં આવેલી જાગૃતિને કારણે હવે લોકો ઘરથી બહાર નીકળતા થયા છે પરંતુ પાંચ જ દિવસ રસીકરણ ચાલતાં તેમાં ઘણી વખત વેક્સિનનો પુરતો જથ્થો નહીં હોવાને કારણે લોકોને ધરમધક્કા ખાવા પડતા હોવાની બૂમો સાંભ‌‌ળવા મળે છે. તેમાંય કોવેક્સિનનો જથ્થો છેલ્લા પખવાડિયાથી આવતો ન હોવાને કારણે બીજો ડોઝRead More


ધરપકડ: લીમડીની લૂંટની ઘટનાના 2 આરોપી પકડાયા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી. એમ.એસ.ભરાડાએ આપેલ આદેશ મુજબ દાહોદ એસ.પી. હિતેશ જોયસરે લુંટના ગુન્હામાં આરોપીઓને તાત્કાલીક પકડવા સૂચના આપી હતી. જે આધારે નાયબ પોલીસ અધિક્ષક બી.વી. જાધવ તથા સી.પી.આઈ. બી.આર.સંગાડાના માર્ગદર્શન હેઠળ લીમડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.એલ.ડામોરે લીમડી પોલીસ મથકમાં નોંધાયેલ એ-પાર્ટના ગુના ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક ગુન્હો ડીટેક્ટ કરવા સૂચના કરી હતી. જે આધારે પોલીસ સ્ટાફે ગુનાની જગ્યાની વીઝીટ કરવા સમજ કરેલ અને સુભાષ સર્કલ તથા ચાલીયા સર્કલ ફુટેજ ચેક કરતા ફરીયાદીએ આ ગુન્હાના શંકાસ્પદ આરોપીઓને તથા આરોપીઓએ ગુનો આચરવામાં ઉપયોગમાં લીધેલીRead More


કાર્યવાહી: પસાયતાથી બાઇક ઉપર દારૂની ખેપ મારતો અંતેલાનો ખેપિયો ઝડપાયો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર દારૂનો જથ્થો કેશરપુરના બૂટલેગર માટે લઇ જવાતો હતો સીંગવડના પસાયતા ગામેથી બાઇક ઉપર દારૂની ખેપ મારતા ખેપિયાને 20,200 જથ્થા સાથે રંધીકપુર પોલીસે ઝડપી પાડ્યો હતો. ખેપિયો કેશરપુરના બુટલેગરે મંગાવેલો જથ્થો લઇને જતાં પોલીસને હાથે ઝડપાઇ ગયો હતો. જથ્થો તથા એક મોબાઇલ અને બાઇક મળી 45,700 રૂ.ના મુદ્દામાલ જપ્ત કરી બે સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. સીંગવડ પોલીસ મથકના પી.એસ.આઇ. જે.એલ.પટેલ તથા સ્ટાફ ગતરોજ પેટ્રોલીંગમાં હતા. ત્યારે જીજે-20-એજ-8846 નંબરની બાઇક ઉપર ઇંગ્લિશ દારૂ લઇને જતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ત્યારે સાંજે 7Read More


ડીબી ઇમ્પેક્ટ: દાહોદ જિલ્લામાં પખવાડિયા બાદ કોવેકેસીનનો જથ્થો આવતાં રસીકરણ શરુ કરાયુ

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક રસીના 2000 ડોઝ ફળવાતાં જેમને બીજો ડોઝ લેવાનો બાકી હતો તેમને આપવાનુ શરુ કરાયુ દાહોદ જિલ્લામાં રસીકરણની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણી કોવેક્સીનની અછતને કારણે લાભાર્થીઓને ધક્કા પણ ખાવા પડતા હતા. બીજી તરફ જેઓએ કોવેક્સીન મુકાવી છે તેવા લાભાર્થીઓને થોડી રાહત થઇ છે. કારણ કે, 2000 જેટલા ડોઝ કોવેક્સીનના આવતા જેઓને બીજો ડોઝ આપવાનો છે તેમનું રસીકરણ શરુ કરી શકાયુ છે. દાહોદ જિલ્લામાં કોવિશિલ્ડની રસી મુકાવનારા લાભાર્થીઓની સંખ્યા વધારે છે.તે પ્રમાણે સત્તાવાર આંકડા પ્રમાણે દાહોદ જિલ્લામાં કુલ 4 લાખ 62 હજાર 925 લાભાર્થીઓએ પ્રથમRead More


પાણી ઘરે પહોંચશે: ​​​​​​​દાહોદ જિલ્લાના તમામ ગામોમાં નલ સે જલનો પ્લાનિંગનો તબક્કો પૂર્ણ, ઘર સુધી પાણી આપવાની યોજના કલેક્ટરે મંજૂર કરી

Gujarati News Local Gujarat Dahod In All The Villages Of Dahod District, The Planning Phase Of Tap Water Has Been Completed, The Collector Has Approved The Plan To Provide Water To The Houses. દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના 11 ગામોમાં ઘર સુધી પાણી આપવાની યોજનાને મંજૂરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી નલ સે જલમાં દાહોદ જિલ્લો નિર્ણયાક તબક્કે પહોંચી ગયો છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજે વધુ 11 યોજનાઓને મંજૂરી આપતાની સાથે જ નલ સે જલ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ ગામોમાં ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવા માટેનુંRead More


સ્ત્રી સશકિતકરણ: ​​​​​​​દાહોદની સખીમંડળની મહિલાઓ વીજમીટર રીડિંગનું કામ કરીને આર્થિક અને સામાજિક સમીકરણોમાં લાવી રહી છે પરિવર્તન

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વીજમીટર રીડિંગથી આ મહિલાઓ કરે છે મહિને રૂ. 10 હજારથી પણ વધુની કમાણી પુરૂષ આધિપત્ય ધરાવતા ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની ક્ષમતા સાબિત કરી છે. વર્ષોથી જે ક્ષેત્રોમાં મહિલાઓ કામ કરી શકે તેવી આપણે કલ્પના પણ કરી ન હોય તેવા ક્ષેત્રોમાં હવે મહિલાઓ પુરૂષોને બરાબરની ટક્કર આપી રહી છે. પુરૂષોના એકાધિકાર ધરાવતા વીજમીટર રીડિંગના કામમાં રાજય સરકારની પહેલથી દાહોદ જિલ્લાના વિવિધ સખીમંડળની આદિવાસી મહિલાઓ વીજમીટર રીડિંગનું કામ કરી આર્થિક રીતે સ્વનિર્ભર તો બની જ છે, સાથે સમાજના સમીકરણો પણ બદલી રહી છે. દાહોદ જિલ્લાની 25 સખીમંડળની મહિલાઓRead More