Monday, July 19th, 2021

 

કાર્યવાહી: સંજેલી ટીડીઓના ચેકિંગમાં આંગણવાડી કેન્દ્રો પર તાળાં મળતાં સંચાલકોને નોટિસ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક કેટલીક આંગણવાડી કેન્દ્ર પોતાની મરજીથી ખુલે છે અને મરજી પડે ત્યારે બંધ કરાય છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં 56 જેટલા ગામડાં અને 16 ગ્રામ પચાયત આવેલી છે. જેમાં 137 જેટલી આંગણવાડી આવેલી છે. જેમાં કેટલીક આંગણવાડી કેન્દ્ર પોતાની મરજીથી ખુલે છે અને મરજી પડે ત્યારે બંધ કરવામાં આવે છે. કોઈ નિયમ અહીંયા લાગુ પડતા નથી. ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’ જેવી પરિસ્થિતીમાં ચાલી રહેલી આંગણવાડી કેન્દ્રમાં સંજેલી તાલુકા વિકાસ અધિકારી હરેશ મકવાણાએ કા મુવાડા, પ્રતાપપુરા, પિછોડા નાળ, બચકરીયા, વાસીયા 2, ઘોડા વડલી સહિતની આંગણવાડીઓનીRead More


ભાસ્કર વિશેષ: દાહોદની ITIમાં પ્રથમ રાઉન્ડના અંતે 1100 બેઠક ખાલી !

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બસ સ્ટેન્ડમાં પ્રવેશ માટેના પ્રચાર અર્થે પેમ્ફલેટનું વિતરણ કરતો ITIનો સ્ટાફ. 1866 બેઠક સામે માત્ર 768 ફોર્મ જ ભરાયા, સ્કીલ ડેવલપમેન્ટના કોર્સ માટે ધસારો ઘટતાં ચિંતાનો વિષય ગામડે-ગામડે જઇને સ્ટાફને જનજાગૃતિ ફેલાવવાની ફરજ પડતા પ્રચાર માટે માઇક દ્વારા એલાન કરાવાઇ રહ્યું છે દાહોદ જિલ્લામાં ધોરણ 10 બાદ સ્કીલ ડેવલપમેન્ટ માટે જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં એડમીશન ફુલ થઇ જતાં હતાં. જોકે, આ વખતે ધોરણ 10માં માસ પ્રમોશન અપાયા છતાં ગણતરીના વિદ્યાર્થીઓએ જ ફોર્મ ભરતાં ચર્ચાનો વિષય બન્યો છે. જો દાહોદ શહેરની જ ITIની વાત કરાય તોRead More


મુશ્કેલી: દાહોદમાં વિકાસકાર્યો બાદ બનેલા રસ્તાની દુર્દશા બેઠી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ખોદકામ બાદ ગોધરા રોડ ઉપર બેસી ગયેલા રસ્તામાં માટી નાખ્યાં બાદ પુરાણ કરવામાં આવ્યું હતું. ગોધરા રોડનો રસ્તો ઢળી જતાં સરખો કરાયો રસ્તા પર ઠેકઠેકાણે ખાડા અને કાંકરીઓ નીકળી સ્માર્ટ સીટીની કાર્યવાહી અંતર્ગત થયેલ વિવિધ ખોદકામ બાદ દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ નવા બની રહ્યા છે. ત્યારે શહેરના ગોધરા રોડનો નવો જ બનાવેલ આખો રસ્તો એકતરફ ઢળી પડવા સાથે અને કાંકરીઓ નીકળી જતા સમગ્ર રસ્તો ખખડપંચમ થઈ ગયો છે. દાહોદના પ્રવેશદ્વાર ગણાતા ગોધરારોડ ખાતે ભૂગર્ભ ગટર, ગેસલાઈન અને વરસાદી પાણીની લાઈન માટે લાંબો‌ સમય ખોદકામRead More


સાપનું રેસ્ક્યૂ: 19 નાગ, 22 ઝેરી સર્પ તેમજ 26 ધામણ સહિત 49 સર્પોનું રેસ્ક્યૂ

દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક દાહોદમાં ચોમાસાના આરંભ સાથે સાપ નીકળવાનું પ્રમાણ નોંધપાત્ર માત્રામાં વધ્યું છે. દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા સપ્તાહમાં 71 સાપનું રેસ્ક્યૂ પકડાયેલા 30 % સાપ ઝેરી: જાનના જોખમે સાપ પકાડાયા દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા છેલ્લા એક જ સપ્તાહમાં 71 ઝેરી- બિનઝેરી સર્પોને રેસ્ક્યૂ કરી પકડી લેવાયા છે. દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા સતત ત્રણ ઉપરાંત દાયકાથી શહેર અને આસપાસના વિસ્તારોમાં નીકળતા સર્પોને રેસ્ક્યુ કરવામાં આવે છે. તાજેતરમાં ચોમાસાના આરંભ બાદ સ્નેક રેસ્ક્યુ કરતા સભ્યોને અવારનવાર સાપ નીકળવાના કોલ મળતા રહે છે. દાહોદ પ્રકૃતિRead More


ધરપકડ: ઘુઘસમાં બે વર્ષીય દીકરીનું અપહરણ કરનાર કુટુંબી દિયર સહિતના આરોપીઓ ઝડપાયા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ભાભીએ બીભત્સ માગણીને વશ નહિ થતાં દીકરીનું અપહરણ કરાયું હતું દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના ખુંટા ફળિયામાં રહેતી 23 વર્ષિય કુટુંબી ભાભી પાસે જઇ દિયર આનંદ મલજી પારગીએ બિભત્સ માગણી કરી હતી. ત્યારે ભાભીએ તેની અઘટીત માગણીને વશ નહિ થતાં તેના પતિ સહિતના સાસરીયાઓ પોલીસમાં ફરિયાદ આપતાં જતા હતા. ભાભીએ તેની બે વર્ષની છોકરીને પોતાની નણંદ પાસે ઘરે મુકીને ગયા હતા. ભાભી પોલીસમાં ફરિયાદ આપવા ગયા હોવાનું દિયર આનંદ મલજી પારગીને જાણ થતાં પ્રકાશ ઉર્ફે પતરેશ હકરા પારગી, પપ્પુ ચમન પારગી, સંદીપ ખમા પારગીRead More


નો(કો)વેકસીન: દાહોદ જિલ્લામાં પખવાડિયાથી કોવેક્સીનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી બીજા ડોઝના લાભાર્થીઓ અટવાઇ પડ્યા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કુલ 11,554 લાભાર્થીઓને કોવેકેસીનનો બીજો ડોઝ આપવાની કામગીરી લટકી પડી દાહોદ જિલ્લામાં રસીકરણની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણી વખત વેક્સીનની અછતને કારણે લાભાર્થીઓને ધક્કા પણ ખાવા પડે છે.બીજી તરફ જેઓએ કોવેક્સીન મુકાવી છે એવા લાભાર્થીઓ હાલ વધુ મુશ્કેલીમાં મુકાયા છે.કારણ કે છેલ્લા 15 દિવસથી જિલ્લામાં કોવેક્સીનનો જથ્થો ઉપલબ્ધ નથી.તેને કારણે બીજો ડોઝ લેનારા ઘણાં લાભાર્થીઓ અટવાઇ પડ્યા છે. દાહોદ જિલ્લામાં તારીખ 17 જુલાઇ સુધીમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ કુલ 5,08163 લોકોએ લઇ લીધો છે.જ્યારે 2,40,614 લાભાર્થીઓએ રસીના બંન્નો ડોઝ મુકાવી લીધા છે.જિલ્લામાં હવે સરકારનીRead More


આરોપી ઝડપાયા: ઝાલોદના લીમડીમા રસ્તો બતાવવાના બહાને રાહદારીને લૂંટનાર મોડાસાથી ઝઙપાયા,સોનીને લૂંટવાનો પ્રયાસ કરનાર પણ ઝડપાયો

Gujarati News Local Gujarat Dahod Modasa, Who Robbed A Pedestrian, Was Caught On The Pretext Of Showing The Way In Lemdi Of Jhalod. He Was Also Caught Trying To Rob Soni. દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લૂંટેલા દાગીના, મોબાઈલ અને ઉપયોગમાં લેવાયેલી કાર સહિત 4.45 લાખનો મુદ્દામાલ જપ્ત સોનીને લાત મારી ભાગતા એક તે દિવસે જ ઝડપાઇ ગયો હતો,બીજાને પણ દબોચી લીધો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા લીમડીમાં થોડા દિવસ અગાઉ લુંટની ઘટના બની હતી. જેમાં અજાણ્યા ચોર ઈસમોએ એક વ્યક્તિ પાસેથી ચાંદીના ભોરીયા, મોબાઈલ ફોન વિગેરે લુંટી લઈ નાસીRead More


ત્રસ્ત પરિણીતા મોતને શરણે: દાહોદના આગાવાડામાં પતિ અને સસરાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર પતિ ચારિત્ર્ય પર શંકા કરતો અને સસરા મેણા મારતા હતા મૃતકના પીયરીયાએ તેના સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના આગાવાડા ગામે એક પરિણીતાને પતિ તથા તેના સસરા શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતા. આવા અમાનુષી ત્રાસથી કંટાળી પરિણીતાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આગાવાડા ગામે લીમડી ફળિયામાં રહેતી પરિણીતાને તેનો પતિ ચેતન પરમાર તેમજ તેના સસરા હિમા નુરાભાઈ પરમાર અવાર મેણા ટોણા મારતાં હતાં અને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં હતાં. પતિ ચેતન પરિણીતાRead More


દુરાચારીઓનું દુષ્કર્મ: દાહોદ જિલ્લો ફરી એક વાર કલંકિત, સીંગવડ તાલુકામાં સગીરા સાથે બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાસાના બે નરાધમો બાઈક પર આવી સગીરાને જબરદસ્તી ઉઠાવી ગયા સગીરાને કાળિયાવાવ ગામે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ, પિતાએ ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લામાં મહિલાઓ પર અત્યારના બનાવો રોકાવાનું નામ જ નથી લેતા. ધાનપુર તાલુકાના ખજૂરીમાં પરિણીતા સાથે ઘટેલી ઘૃણાસ્પદ ઘટના હજી વિસરાઈ નથી, ત્યારે સીંગવડ તાલુકાના વધુ એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં બે યુવકોએ એક 13 વર્ષીય સગીરાનું બાઇક પર અપહરણ કરી લઈ બંન્ને યુવકોએ સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ ગુજારતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે બંન્ને યુવકોનાRead More


પરિવાર નિયોજન: દાહોદ જિલ્લામાં ‘નાનું કુંટુંબ, સુખી કુંટુંબ’ સૂત્રને ધ્યાનમાં રાખી વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક વસ્તી નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેની વિસ્તૃત માહિતી અપાઇ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પખવાડિયા દરમિયાન લોકજાગૃતિના કાર્યક્રમ યોજ્યા વિશ્વમાં વસ્તીની સ્થિરતા લાવવા અને આ અંગે જનતામાં જાગૃતિ લાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ ‘વિશ્વ વસ્તી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગત તા. 27 જૂનથી 10 જુલાઈ દરમિયાન દાહોદ જિલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સમગ્ર પખવાડિયા દરમિયાન લોકજાગૃતિ તેમજ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજયા હતા. જેમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયાની રાહબરીમાં આ કાર્યક્રમો યોજાયા હતા.Read More