Sunday, July 11th, 2021

 

તસ્કરી: સીમલીયા બુઝર્ગમાં ઘરમાં પ્રવેશીને દાગીનાની તસ્કરી

ગરબાડાએક કલાક પહેલા કૉપી લિંક તસ્કરો 69 હજારની મુદ્દામાલની ચોરી કરી ગયા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમલીયાબુઝર્ગમાં રાત્રીના સમયે એક મકાનને નિશાન બનાવી ધાબાના દવારાના નકુચા તોડી ઘરમાં પ્રવેશી તીજોરીમાં મુકી રાખેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી 69 હજારની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામના ભૂરીયા ફળિયામાં રહેતા સોમાભાઈ મોતીભાઈ ભુરીયાના મકાનને તા.9મીની રાત્રીએ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ધાબા પરના દરવાજાના નકૂચા તોડી ઘરમાં રાખેલ તિજોરીના લોક તોડી રાખેલો સામાન વેર‌વિખેર કરી અંદર મુકી રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા કુલ મળી 69 હજારનીRead More


કાર્યવાહી: કાળીતળાઇ પાસે કાર ડિવાઇડર કૂદી ટેન્કર સાથે અથડાઇ : ચાલકનું મોત

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ઇજાઓ થતાં ઝાલોદના 25 વર્ષિય યુવકનું ઘટનાસ્થળે જ મોત ટેન્કરને નુકસાન થતાં ચાલકે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર કાળીતળાઇ પાસે સામેથી આવતી કાર ડીવાઇડર કુદી ટેન્કરના આગળના ભાગે અથડાઇ ફેકાઇ જતાં કારના ચાલકને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે ટેન્કરને નુકસાન થયું હતું. આ સંદર્ભે ટેન્કર ચાલકે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના બસ્તી જીલ્લાના ગોપાલપુર કોઇલસા ગામના દુર્ગેશભાઇ શ્રીશ્યામસુંદર ચમાર ગતરાત્રે પોતાનું MP-13-H-07230 નંબરનું ટ્રેન્ટર લઇને ભોપાલથી ભરૂચ (દહેજ) એલ.પી.જી. ગેસ ભરવાRead More


હુમલો: રસ્તામાં રોકી ‘તું ભાડાની વર્ધીનો ભાવ બગાડે છે’ કહી ડ્રાઇવરનું માથું ફોડ્યું

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક છકડામાં આવેલા બે શખ્સોએ સળીયો મારી હુમલો કર્યો રૂપારેલમાં હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી દેવગઢ બારિયાના રૂપારેલ ગામે રસ્તામાં છકડો રોકી તુ ભાડાઓની વર્ધીનો ભાવ બગાડે છે કહી ઉશ્કેરાઇ જઇ બે વ્યક્તિએ લોખંડના સળિયાથી હુમલો કરી માથામાં મારી ઇજા પહોંચાડી હતી. આ સંદર્ભે સાગટાળા પોલીસ મથકે હુમલાખોરો સામે ગુનો નોંધાવ્યો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ફાંગીયા ગામનો જવલાભાઇ મનાભાઇ રાઠવા શુક્રવારના રોજ બપોરના સમયે પોતાનો GJ-20-W-2747 નંબરનો છકડો લઇને પોતાના ઘરે જતો હતો. ત્યારે રસ્તામાં રૂપારેલ ગામે ફાંગીયા ગામનોRead More


રથયાત્રા: દાહોદ જિલ્લામાં ચાર સ્થળે જગન્નાથની નગરચર્યા નીકળશે

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક બંદોબસ્ત સાથે નિયંત્રિત રૂટ પર 2 કલાકમાં રથયાત્રા સંપન્ન થશે દાહોદ જિલ્લામાં આજે દાહોદ, ઝાલોદ, લીમડી અને લીમખેડા ખાતે પોલીસના સઘન બંદોબસ્ત સાથે ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે. તા.12 જુલાઈએ અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે એસ.પી. હિતેશ જોયસરના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાની ચારેય રથયાત્રા ટૂંકા રૂટમાં નીકળનાર છે તો જે વિસ્તારમાંથી રથયાત્રા નીકળે એ વિસ્તારમાં સંચારબંધી અમલમાં બનશે. રથનું વહન કરવા માટે મહત્તમ 60 ભક્તો જ ભાગ લઇ શકશે. ઉપરાંત યાત્રામાં પાંચ કરતા વધુ વાહનો નહીં જોડાય. અને કોઇ સ્થળે વિરામ પણRead More


બૂટલેગરો માટે મોકળું મેદાન: હોમગાર્ડે દારૂ પકડ્યો એ પોઈન્ટ બંધ કરી દેવાયા

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક સંજેલી બાયપાસ રોડથી હોમગાર્ડના જવાનોએ દારૂ પકડ્યો હતો સંજેલી બાયપાસ પ્રતાપરા મુખ્ય રોડ પર રાત્રી ફરજ દરમ્યાન હોમગાર્ડ જવાનોએ દારૂ પકડયા બાદ પોલીસનું આબરૂના ધજાગરા ઉડતા પોઈન્ટો બંધ કર્યા જેથી બૂટલેગરોને મોકળું મેદાન મળ્યું છે. ચોરી લૂંટફાટ અને દારુની હેરાફેરીનો સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો હતો. રોલકોલ દરમિયાન તાલુકા ઓફીસર કમાન્ડિગ સહિત દારૂની ગાડી પકડનાર સહિત 6 જવાનોને પીએસઆઈ ધમકી આપી તગેડી મૂક્યા હતા. સંજેલી તાલુકામાં વર્ષોથી હોમગાર્ડ જવાનો બાયપાસ રોડ સહિત વિસ્તારોમાં રાત્રી દરમ્યાન 96 જેટલા જવાનો 32 પોઈન્ટ પર ફરજ બજાવે છે. મહામારીમાંRead More


અકસ્માત: દાહોદના લીમખેડામાં ભારે વરસાદના કારણે અડધી રાત્રે એસટી બસ ડિવાઇડર પર ચઢી જતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા ન થતા સૌએ હાશકારો અનુભવ્યો દાહોદ જિલ્લાના લીમખેડા હડફ નદીના પુલ પર ગતરોજ મધ્યરાત્રિના સમયે એક એસટી બસ વરસાદી માહોલમાં પસાર થઈ રહી હતી. ભારે વરસાદના કારણે એસટી બસ રસ્તાની બાજુમાં આવેલ ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઇ પ્રકારની જાનહાનિ ન થતા ડ્રાઈવર, ક્લિનર સહિત મુસાફરોને હાશકારો અનુભવ્યો હતો. ગઈકાલે બપોર બાદ દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ઠેરઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતા ત્યારે મળતી માહિતી પ્રમાણે ગતરોજ લગભગ રાત્રીના સાડા બાર વાગ્યાનાRead More


મેઘ મહેર: દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમા 108 મીમી વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લાંબા સમયથી જોવાથી મેઘરાજાની રાહની આતુરતાનો અંત આવ્યો સૌથી વધુ દાહોદમાં મહત્તમ 58 મીમી વરસાદ ખાબક્યો દાહોદ શહેર સહિત જિલ્લામાં ગતરોજ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા હતા. લાંબા સમયથી જોવાથી મેઘરાજાની રાહની આતુરતાનો અંત આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી જિલ્લાવાસીઓ અસહ્ય બફારા તેમજ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે ગતરોજના વરસાદને પગલે જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. બીજી તરફ જિલ્લાના ધરતીપુત્રો મેઘરાજાની રાહ જોઈ બેઠા હતા અને ગઇકાલના વરસાદને પગલે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને ધરતીપુત્રોRead More


તસ્કરોનો તરખાટ: દાહોદના સીમલીયા બુઝર્ગ ગામે મકાનના ધાબાના દરવાજાનો નકુચો તોડી તસ્કરો રૂપિયા 69 હજારની ચોરી કરી ફરાર

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે એક મકાનની ધાબાના દરવાજાનો નકુચો તોડી અજાણ્યા ચોર ઈસમોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તિજોરીમાંથી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 69 હજારની ચોરી કરી નાસી જતાં પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે. ગત તારીખ 2 જુલાઈના રોજ ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે ભુરીયા ફળિયામાં રહેતા શીલાબેન સોમાભાઈ ભુરીયાના મકાનમાં રાત્રીના આશરે સાડા દસેક વાગ્યાના સમયે ધાબાનો ઉપરના દરવાજાનો નકૂચો તોડી ચોર ઈસમોએ ઘરમાં પ્રવેશ કર્યો હતોRead More