Saturday, July 10th, 2021
મેઘ સવારી આવી: દાહોદમાં મોડે મોડે મેઘ મહેર થતાં ગરમીથી ત્રસ્ત લોકો અને ચિંતાગ્રસ્ત ખેડૂતોના મોઢાં મલકાયા
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શહેરમાં ચારે કોર પાણી પાણી થઇ ગયુ, કેટલાયે વિસ્તારોમાં વીજળી ડુલ થઇ ગઇ સાંજે ગોકુલ સોસાયટીમાં ઝાડ પડી જતાં ફરીથી વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી દાહોદ જિલ્લામાં ધરતીપુત્રો અને જન સામાન્ય કેટલાયે સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે શનિવારે મેઘસવારી વાજતે ગાજતે આવી પહોંચી હતી. દાહોદ શહેરમાં સાંજે ચારે કોર પાણી પાણી થઇ ગયુ હતુ અને બફારાથી લોકોને છુટકારો મળ્યો છે. જનમાનસ પરથી ચિંતાના વાદળો ઓસરી ગયા હતા ત્યારે આગામી દિવસોમાં પણ ઇન્દ્રદેવની કૃપા ચથાવત રહે તેવી ઇચ્છા વ્યક્ત થઇ રહીRead More
અકસ્માત: દાહોદ પાસે અમદાવાદ ઈન્દોર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારનો કચ્ચરઘાણ વળી ગયો
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક કાર ચાલકને ઈજા થતા દવાખાને ખસેડવામા આવ્યો દાહોદ શહેરમાં આવેલા અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર એક મારુતિ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. દાહોદ શહેર પાસેથી પસાર થતા અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર આજરોજ સવારના સમયે એક મારુતિ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ માર્ગ અકસ્માતમાં કારના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. આRead More
લાખોનો ચોર ઝડપાયો: સુરેન્દ્રનગરના લીંબડીમા 17.50 લાખની ચોરીના આરોપીને ધાનપુર પોલીસે ઝડપી પાડયો
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક આરોપી કાટુ ગામે તેના ઘરે હતો ત્યારે જ પોલીસ ત્રાટકી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17.50 લાખની ઘરફોડ ચોરીનો આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતા ચોરને ધાનપુર તાલુકા પોલીસે તેના રહેણાંક વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. છેલ્લા એક વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17.50 લાખની ઘરફોડ ચોરીનો આરોપી નાસતો ફરતો હતો. ત્યારે દાહોદ જિલ્લા પોલીસ હાલ ગુનાહિત પ્રવૃતીને અટકાવવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા દાહોદ જિલ્લામાં કોમ્બીંગ હાથ ધરી રહી છે. તેવા સમયે ધાનપુર પોલીસને મળેલી બાતમીનાRead More
શિક્ષણનો નવો અભિગમ: દાહોદ તાલુકા ટીમ બી.આર.સીએ શેરી શિક્ષણ માટે શાળાઓને રોલ અપ બોર્ડ નું વિતરણ કર્યું
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક શેરીમાં શિક્ષણ આપવા માટે જતા શિક્ષકો વિધાર્થી સાથે સારી રીતે શિક્ષણ કાર્ય કરી શકે તેવા શુભ આશયથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખના માર્ગદર્શન હેઠળ દાહોદ તાલુકાના બી.આર.સી અને સી.આર.સીની સમગ્ર ટીમ દ્વારા સ્વ ભંડોળ એકત્રિત કરીને શિક્ષકો માટે રોલ અપ બોર્ડની ખરીદી કરી શાળાઓને આપવામાં આવ્યા હતા. કોરોના સમયમાં હાલ બાળકોને શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ આપી શકાતું નથી.આવા સમયે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે તાલુકાના શિક્ષકો દ્વારા શેરીએ શેરીએ નાના નાના જૂથોમાં જઈ ને શેરી શિક્ષણનો નવો અભિગમ અપનાવીને બાળકો શિક્ષણથી વંચિત રહી નRead More