Friday, July 9th, 2021

 

શિક્ષણ: દાહોદમાં ધો.10 અને 12ની રીપીટર્સની પરીક્ષામાં 16380 વિદ્યાર્થીઓ નોંધાયા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર આગામી તા. 15મી તારીખથી પરીક્ષાઓ શરૂ થશે દાહોદ જિલ્લામાં ધોરણ 10 ઉપરાંત ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની રીપીટર્સ માટે આગામી તા. 15થી શરૂ થનારી પરીક્ષાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ બન્ને ધોરણની પરીક્ષામાં કુલ મળી 16380 છાત્રો નોંધાયા છે. જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેએ જણાવ્યું હતુ કે, ધોરણ 10ની પરીક્ષામાં દાહોદ ઝોનમાં 10 કેન્દ્રોની 41 બિલ્ડિંગમાં 363 બ્લોકમાં 7260 પરીક્ષાર્થીઓ તથા લીમખેડા ઝોનમાં આઠ કેન્દ્રોના 28 બિલ્ડિંગમાં 240 બ્લોકમાં 4800 છાત્રો મળી બન્ને ઝોનમાં 12060 પરીક્ષાર્થીઓRead More


વિવાદ: જમીનમાં ભાગ મુદ્દે પિતાએ લાકડી મારી પુત્રનું માથુ ફોડ્યુ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર વાનકોલમાં નાનાભાઇએ પણ લાકડીથી હુમલો કર્યો ઝાલોદના વાનકોલમાં જમીનના ભાગ મુદ્દે પિતાએ લાકડી મારી પુત્રનું માથુ ફોડ્યું હતું. તેમજ સાથે નાના ભાઇએ પણ લાકડી વડે માર મારી જમીનમાં ભાગ આપવાનો નથી કહી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તની પત્નીએ સસરા અને દિયર સામે લીમડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઝાલોદ તાલુકાના વાનકોલ ગામના ખારાપાણી ફળિયામાં રહેતા ચંદુભાઇ માનાભાઇ ભેદીએ ગતરોજ તેમના છોકરા પ્રતાપભાઇ ભેદીને જમીનનો ભાગ જોઇએ છે તેમ કહી ખેતરમાં બોલાવી તેમ તેમ બોલતા હતા. જેથી પ્રતાપભાઇએ પિતાને બોલવાની ના પાડતાં તે એકદમRead More


હવામાન: દાહોદ જિલ્લાનાં 6 તાલુકામાં ગત વર્ષ કરતાં ઓછો, 3માં સરેરાશ વરસાદ નોંધાયો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર 10 જુલાઈ 2019માં 282 મિમી નોંધાયો હતો 2020માં 164 મિમીની સામે આ વર્ષે માત્ર 53 મિમી નોંધાયો છે ગત વર્ષે તા.10.7.20ની સરખામણીએ આ વર્ષે તા.10.7.21 સુધીમાં દાહોદ જિલ્લામાં 2.66 % ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષે તા.10 સુધીમાં જિલ્લાના નવ તાલુકાઓમાં સરેરાશ વરસેલા 9.80 % વરસાદની સામે આ વર્ષે સરેરાશ 7.14 % વરસાદ નોંધાયો છે. જિલ્લાના દાહોદ તાલુકામાં તા.10 જુલાઈ 19 ના રોજ 282 મીમી અને ગત વર્ષે તા.10.7.20 સુધીમાં વરસી ચુકેલા 164 મીમી વરસાદની સામે આ વર્ષે દાહોદ તાલુકામાં માત્ર 53 મીમીRead More


હાલાકી: સંજેલી ગ્રામ પંચાયત દ્વારા રોડ પર પાણી કાઢનારને નોટિસ આપવામાં ગલ્લાં તલ્લાં

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સરપંચ વોટ મેળવવા માટે લોકોને પડતી હાલાકી બાબતે મોં સીવી બેઠાં છે સંજેલી પંચાયત દ્વારા જાહેર રોડ પર ગંદુ પાણી કાઢનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરવા માટે નોટિસ આપવા ગલ્લાંતલ્લાં જ્યારે સરપંચ પોતાના વોટ બેંક માટે લોકોને પડતી હાલાકી આ બાબતે કંઈ પણ કહેવા તૈયાર નથી. જેથી ચામડીયા ફળિયામાં મકાનના પાણી રોડ પર તળાવ બન્યું વાહનચાલકો તેમજ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને હાલાકી વેઠવી પડી રહી છે. સંજેલી ખાતે આવેલા ચામડીયા ફળિયા વિસ્તારમાં ચાર દિવસ અગાઉ તલાટી સરપંચ દ્વારા રોડ પર થયેલી ગંદકી દૂર કરાવીRead More


બેદરકારી: દાહોદની સરકારી કચેરીઓમાં જ સંભવિત ત્રીજી લહેરને આવકાર

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરના ગઢી કિલ્લાના પરિસરમાં આવેલ વિવિધ સરકારી કચેરીઓમાં કોરોનાની ત્રીજી લહેરને નિમંત્રણ અપાતું હોય તે રીતે લોકટોળાં ઉમટી રહ્યા છે. દાહોદના ઐતિહાસિક ગઢીના કિલ્લામાં મામલતદાર કચેરી, સિટી સર્વે ઓફિસ, ડીવાયએસપી. કચેરી, રેશનકાર્ડ- ચૂંટણીકાર્ડની ઓફીસ, જનસેવા કેન્દ્ર સહિતની વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે. આ સરકારી કચેરીઓમાં ડોમીસાઈલ સર્ટીફીકેટ, આવકનો દાખલો, 7- 12 ના ઉતારાની નકલ સહિતના વિવિધ કામ અર્થે દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી વહેલી સવારથી લોકોના ટોળાં ઉમટે છે. હાલમાં જિલ્લા ત્રણેક સપ્તાહ બે સપ્તાહ ઉપરાંતના સમયથી દાહોદ શહેરમાં બીજી લહેર સમાપ્ત થઇRead More


ચોરી: દાહોદમાંથી દિવસે બે અને ફતેપુરાથી રાત્રે 1 બાઇકની તસ્કરો દ્વારા ઉઠાંતરી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર રાત્રી બજાર, જૈન નસીયા અને મોટી નાદુકોણમાંથી બાઇક ચોરાઇ દાહોદમાંથી બુધવારના રોજ વહેલી સવારે અને બપોરના સમયે અલગ અલગ જગ્યાએથી બે મોટર સાયકલની ઉઠાંતરી થઇ હતી. તેમજ ફતેપુરામાં ઘર આંગણામાં મુકેલી મોટર સાયકલની ચોરી થઇ હતી. દાહોદની સુખદેવકાકાની ચાલમાં રહેતા અને પાલિકામાં નોકરી કરતાં અશોકભાઇ ગગાભાઇ કેવડ બુધવારના રોજ સવારના 7.45 વાગે તેમની જીજે-07-બીસી-2760 નંબરની બાઇક રાત્રી બજારના કમ્પાઉન્ડ આગળ મુકી હાજરી પુરાવા માટે ગયા હતા. તથા દેવાઇવાડમાં રહેતા જગત પંકજકુમાર શાહે પોતાની જીજે-20-ડી-7046 નંબરની બાઇક સ્ટેશન રોડ ઉપર આવેલા જૈન નસીયાની બાજુમાંRead More


ઉદવહન સિંચાઇ: હવે ખેડૂતો બારેમાસ પાક લેશે, ઝાલોદમાં રૂા.1.28 કરોડના ખર્ચે કાર્યરત થયેલી યોજનાનું જસવંતસિંહ ભાભોરના હસ્તે લોકાર્પણ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ તાલુકાના અંતરિયાળ ગામોના 230 એકર વિસ્તાર સુધી બે ઉદવહન સિંચાઇ યોજનાઓ પૂર્ણ થતાં ખેડૂતો સુધી સિંચાઇના પાણી પહોંચ્યા છે. અંદાજે સવા કરોડના ખર્ચે તૈયાર થયેલી આ બે ઉદવહન સિંચાઇ યોજનાથી આ વિસ્તારનાં 120 ખેડૂતો બારેમાસ પાક લઇ શકશે. સાંસદ જસવંતસિંહ ભાભોરે આ બંને ઉદ્વહન સિંચાઇ યોજનાનું આજે ઝાલોદ ખાતે લોકાર્પણ કર્યું હતું. સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ઝાલોદના ચાકલીયા ગામે 53.18 લાખના ખર્ચે ઉદવહન સિંચાઇ યોજના પૂર્ણ કરવામાં આવી છે. અહીંના 40 હેક્ટર વિસ્તારમાં કાળી નદીના પાણીનો લાભ મળશે અને 50 જેટલા ખેડૂતો સમૃદ્ધિનીRead More


નીર્ણય: દાહોદમાં રથયાત્રા પસાર થશે તે વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ થશે

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ ખાતે તા.12 જુલાઈના રોજ કાઢવામાં આવનાર 14મી રથયાત્રા સંદર્ભે દાહોદ જિલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવીએ એક જાહેરનામું બહાર પાડી કોરોના સંક્રમણને ધ્યાને લઈને રથયાત્રાનો નિર્ધારિત રૂટ ટૂંકો કરી જે વિસ્તારમાંથી રથયાત્રા નીકળશે તે વિસ્તારમાં નિયંત્રણો અમલી બનાવી શકાય તે કાજે જે તે સમયે જનતા કર્ફ્યુ લાગુ પાડવામાં આવશે તેમ જણાવ્યું છે. રથયાત્રા માટે માત્ર 5 જ વાહનોની મર્યાદા સાથે બેન્ડવાજા, ભજન મંડળી, અખાડા વગેરે ઉપર પ્રતિબંધ સાથે જે તે સમયે માત્ર 60 જ વ્યક્તિઓ હાજર રહી શકશે અને 48 કલાક અગાઉના RTPCR નેગેટિવ રિપોર્ટRead More


કર માફીની માગ: ​​​​​​​દાહોદના વેપારીઓનો 50 % મિલકતવેરો અને 3 માસનુ ભાડુ માફ કરવા AAPની માંગ

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક લોકડાઉન અને કોરોનાકાળમા વેપારીઓ આર્થિક રીતે પાયમાલ છે-AAP આજરોજ આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા ફરી એકવાર પ્રજાનો અવાજ, પ્રજાની માંગ ને દાહોદ નગરપાલિકાના સત્તાધીશો સુધી પોહચડવામાં આવ્યોહતો. છેલ્લા 18 મહિનાથી સમગ્ર દેશ- દુનિયા અને ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે દાહોદનગર પણ તેનાથી બાકાત રહી શક્યુ નથી. આ કપરા સમયમાં જિલ્લામાં અને દાહોદ નગરપાલિકા હદમાં લાંબા સમય સુધી સંપૂર્ણ લોકડાઉન રહ્યા બાદ ઘણા સમય સુધી મર્યાદિત સમયગાળા માટે ધંધા રોજગાર માટે છૂટ મળતી હતી. જેના કારણે વ્યાપારીઓ તેમજ નગરજનો આર્થિક રીતે પાયમાલ થયા છે.Read More


રોષ ફેલાયો: મધ્યપ્રદેશના દેવાસમા આદિવાસી પરિવાર પર ગુજારેલા અત્યાચારથી દાહોદ જિલ્લામા રોષ ભભુકયો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક આદિવાસી સમાજે આવેદન પત્ર આપી આરોપીઓને ફાંસી આપવા માંગ કરી મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જીલ્લાના નેમાવર ખાતે આદિવાસી સમાજની મહિલાઓ ઉપર બળાત્કાર કરી તેઓની લાશને ઉંડા ખાડામાં દફનાવી દેવાની ઘટના બાદ સમગ્ર દેશભરમાં આક્રોશ ફેલાઇ જવા પામ્યો છે. ત્યારે આ સંબંધે દાહોદ જીલ્લા આદિવાસી સમાજ દ્વારા એસડીએમને આવેદનપત્ર આપી આરોપીઓ સામે રોષ ઠાલવ્યો હતો. મધ્ય પ્રદેશ રાજ્યના દેવાસ જીલ્લાના નેમાવર વિસ્તારમાં આદિવાસી સમાજની મહિલાઓ ઉપર બળાત્કાર કરી આરોપીઓ દ્વારા નિર્દયતા પૂર્વક તમામ પરિવારની હત્યા કરી જેસીબીની મદદથી ઊંડો ખાડો ખોદી પરિવારના સદસ્યોની લાશને દફનાવી દેવામાં આવીRead More