Monday, July 5th, 2021

 

સુવિધા: ગુજરાતમાં પ્રથમ વખત દાહોદમાં ‘‘આળસુ આંખો’’ને સક્રિય બનાવાશે

દાહોદ5 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક દાહોદના દ્રષ્ટિ નેત્રાલયમાં નવા આવેલા અત્યાધુનિક ‌મશીનો. આંખના રેટિનાના સિટીસ્કેન – એન્જિઓગ્રાફી કરી માઈક્રો સર્જરીમાં મદદરૂપ: ભારતમાં માત્ર 4 સ્થળે જ મશીનો છે ‘‘એન્જિઓગ્રાફી સ્પેક્ટ્રાલીસ’ અને ‘‘મેગ્નો સેલ્યુલર સ્ટીમ્યુલેટર’ મશીન દ્રષ્ટિ નેત્રાલયમાં લવાયા ગુજરાતના છેવાડે આવેલા દાહોદના દ્રષ્ટિ નેત્રાલય ખાતે આંખની દ્રષ્ટિ વધારતાં અને રેટિનાના સીટીસ્કેન – એન્જીઓગ્રાફી કરી માઇક્રો સર્જરીમાં મદદરૂપ થતા અત્યાધુનિક મશીનોથી થતી સારવારનો શુભારંભ થયો છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને ભારતભરમાં કુલ મળીને માત્ર 4 જ હોસ્પિટલો પાસે છે એવા ‘મેગ્નો સેલ્યુલર સ્ટીમ્યુલેટર’ તરીકે ઓળખાતી નવતર શોધ વડે વર્ષોવર્ષથીRead More


હુમલો: મોટા ઘાંચીવાડામાં જમીન ભાગ મુદ્દે કાકા ઉપર બે ભત્રીજાનો હુમલો

દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક લાકડીથી હુમલો કરી કાનના ભાગે ઇજા પહોંચાડી દાહોદના મોટા ઘાંચીવાડામાં જમીનના ભાગ મુદ્દે બે ભત્રીજાઓએ કાકા ઉપર લાકડીથી હુમલો કરી ઘાયલ કરી જાનથી મારવાની ધમકી આપી હતી. કાકાએ બન્ને ભત્રીજાઓ સામે દાહોદ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દાહોદના મોટા ઘાંચીવાડામાં જુમ્મા મસ્જીદ સામે રહેતા સલમાન યુસુફભાઇ સદ્દુ શનિવારે રાત્રે 8ના અરસામાં ઘરે હતા. ત્યારે તેના ભત્રીજાઓ સલમાન સલીમ તથા અરબાજ સલીમ તેમને ઘરની સામે ઉભા રહીને અપશબ્દો બોલી સ્મશાન પાછળ આવેલ જમીનમાં અમારો ભાગ છે કહી ગાળો આપતાં હતા. જેથી સલમાન યુસુફભાઇ આ જમીનમાં મારુંRead More


ક્રાઇમ: પાંચીયાસાળમાં પોલીસને જોઇ દારૂ સાથે બાક ફેંકી ખેપિયો ફરાર

દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક દારૂ-મોટરસાયકલ મળી 48,280નો મુદ્દામાલ જપ્ત સાગટાળાના પાંચીયાસાળમાં પોલીસને જોઇ દારૂની ખેપ મારતો ખેપિયો દારૂ સહિત મોટર સાયકલ ફેંકી નાસી ગયો હતો. પોલીસે રૂા.25,200નો દારૂ અને બાઇક મળી રૂા.48,280નો મુદ્દામાલ જપ્ત કરી ખેપિયા સામે કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એ. રાઠવા તથા સ્ટાફ ગતરાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા. ત્યારે એક વ્યક્તિ મોટર સાયકલ ઉપર વિદેશી દારૂ લઇને આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પાંચીયાસાળ ગામના કુંકળીયા ફળિયા તરફ જતાં રસ્તા ઉપર વોચમાં ઉભા હતા. ત્યારે બાતમી વાળી મોટરRead More


દુષ્કર્મ: બાવકાના મિત્રની મદદથી તરુણીનું અપહરણ કરી યુવકે દુષ્કર્મ આચર્યું

દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક દાહોદ તાલુકાના બાવકા ગામના યુવકે તેના મિત્રની મદદથી બાઇક ઉપર તરૂણીનું અપહરણ કરી લીમખેડા લઇ ગયા બાદ ત્યાંથી પોતાની પત્ની બનાવાના ઇરાદે બસમાં બેસાડી અપહરણ કરી ભરૂચ લઇ જઇ તેની મરજી વિરૂદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. આ સંદર્ભે તરૂણીએ યુવક અને તેના મિત્ર સામે જેસાવાડા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. દાહોદ તાલુકાના બાવકા ગામનો મુકેશ ઉર્ફે પ્રકાશ બાબુભાઇ ભાભોર તથા તેનો મિત્ર તા.9 જૂનના રોજ સવારે 8:00 વાગ્યાના અરસામાં નેલસુર ગામેથી એક તરૂણીને લીમખેડા ફરવા જવાના બહાને બાઇક ઉપર બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા. ત્યાંથીRead More


મારામારી: જાફરપુરા ગામે જમીન સંબંધી તકરારમાં હથિયારો ઉછળતાં મહિલા સહિત 4 ઘાયલ

દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક બંને પક્ષેે ફરિયાદ આપતાં પોલીસે ત્રણ મહિલા સહિત 10 સામે ગુનો નોંધ્યો ઝાલોદના જાફરપુરામાં જમીન સંબંધી અદાવતાં બે પરિવારના લોકો વચ્ચે થયેલી તકરાર બાદ મારક હથિયારો ઉછળતાં બે મહિલા સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. આ મામલે સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ મહિલા સહિત દસ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદના ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામના વિનેશભાઇ ડામોર સહિત પરિવારના લોકો જાફરપુરામાં આવેલ ખાતા નં.2, સર્વે નં.60 વાળી જમીનમાં ઓરવાનું કામ કરતા હતા. ત્યારે બપોરના સમયે તેમના ભાઇ મહેશ ડામોર, ત્રણ ભત્રીજા ભાવેશ,Read More


વરસાદ ફરી રીસાયો: સારા વરસાદ માટે જુલાઇ માસમાં સપ્તાહ રાહ જોવી પડશે

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર દાહોદ જિલ્લામાં વરસાદ ફરી રીસાયો છે. તેના કારણે અંગ દઝાડતો તાપ અને બફારો વધી ગયો છે. જુલાઇ માસના પ્રારંભમાં પણ એપ્રિલ જેવી ગરમી પડી રહી છે. સોમવારે દાહોદ શહેરમાં હવામાં 50% ભેજ સાથે લઘુત્તમ 25 અને મહત્તમ તાપમાન 33 સે.ગ્રે. ડિગ્રી નોંધાયું‌ હતું. વેધર વૈજ્ઞાનિકો મુજબ પશ્ચિમી ગતિવિધિને કારણે મોનસુન સિસ્ટમ મંદ પડતાં વરસાદ માટે હજી એક સપ્તાહની રાહ જોવી પડશે. દાહોદ જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ તો થઇ ગયો છે પણ તેને અનુકુળ સ્થિતિ બની નથી રહી. મુખ્યત્વે 15 જૂનથી 15 સપ્ટેમ્બર સુધીના સમયગાળાનેRead More


પથ્થરમારો: નવાનગરમા રસ્તાને લઈ ટોળાનો ઘર પર તીરમારો અને પથ્થરમારો

ધાનપુર2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામ વર્ષો જૂની શેરી રસ્તો હોય જે શેરી રસ્તાને લઈને વિવાદ થતાં 30 જેટલા ઈસમોએ એક ઘર પર પથ્થરમારો, તીરમારો કરી ધિંગાણું મચાવતા ખળભળાટ મચ્યો હતો. નવાનગર ખેતરમાં જવાના રસ્તા ઉપર ખેડાણ કરતાં રોકવાના મુદ્દે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઇ હતી. તેની અદાવત રાખીને એક પક્ષના 30 લોકોના ટોળાએ દેવલાભાઇના ઘરે ધસી જઇને હુમલો કર્યો હતો. તીરમારો અને પથ્થરમારો કરવામાં આવતાં રાજુભાઇ ડામોરના પેટમાં તીર ખુંપી જતાં ગંભીર ઇજા થઇ હતી. ગોફણો વડે પથ્થરો ફેંકતાં કનુભાઇ ડામોર, પુનમ ડામોર, ઇશ્વરભાઇRead More


શોકની કાલિમા: દાહોદના સંજેલીના પશુની પાછળ જતા ભાઈ-બહેન તળાવમાં ડૂબ્યા, બન્નેની અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ભાઈ બહેનની એક સાથે અર્થી ઉઠતા પરિવાર સહિત ગામમા શોક છવાયો સંજેલી પુષ્પસાગર તળાવમા રમતા રમતા ઢોરોની સાથે તળાવમાં પડતા ભાઈ બહેનના મોત થતા પરિવાર સહિત ગામમાં શોક છવાયેલો છે. આજે બંન્ને ભાઈ બહેનની સ્મશાન યાત્રા સાથે નીકળતા ગામ આખુ હિબકે ચડયુ હતુ. સંજેલીમા પુષ્પસાગર તળાવમા રવિવારના રોજ બપોરના બાર વાગ્યાની આસપાસ રિતેશભાઈ જયંતીલાલ સોની અને તેમની પત્ની તેમજ તેમના બે બાળકો સાથે તળાવ કિનારે આવેલા ખેતરમાં હતા. તે દરમ્યાન બન્ને ભાઈ બહેનો પોતાના પશુઓની પાછળ ફરતા હતા ત્યારે પશુ તળાવમાં કૂદતાં તેની પાછળ બન્નેRead More