Saturday, July 3rd, 2021

 

કાર્યવાહી: ભુવાલમાં ઘર આંગણામાંથી ટ્રેક્ટર અને નવાનગરમાંથી મો.સાઇકલની તસ્કરી કરાઇ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર શોધખોળ કરવા છતાં કોઇ પતો નહીં બંને બનાવમાં તસ્કરો સામે ફરિયાદ દેવગઢ બારિયાના ભુવાલ ગામેથી ઘર આંગણામાંથી ટ્રેકટરની ચોર ઇસમો ચોરી કરી જતાં ગામમાં ચકચાર મચી ગઇ હતી. રૂા. 3.20 લાખનું ટ્રેક્ટર ચોરી અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ ધાનપુરના નવાનગરમાં ઘર આંગણામાંથી બાઇક ચોરી થઇ હતી. આ સંદર્ભે રમેશભાઇ મોહનિયાએ ધાનપુર પોલીસ મથકે 25,000 રૂ.ની બાઇક ચોરી કરી જતાં તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભુવાલ ગામના રામસિંગભાઇ જશુભાઇ પટેલે પોતાનુંRead More


વિવાદ: પાતા ગામે બે પક્ષો વચ્ચે મારક હથિયારો ઉછળતાં મહિલા સહિત 5 ઘાયલ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર ધારિયા, સળિયા વડે હુમલો કરાયો 6 મહિલા સહિત 21 સામે ગુનો સિંગવડ તાલુકાના પાતા ગામે બે પક્ષો વચ્ચે થયેલી તકરાર બાદ મારક હથિયારો ઉછળતાં એક મહિલા સહિત 5ને ઇજા થઇ હતી. તેમજ છુટ્ટા પથ્થરો મારી જીવતા છોડવાના નથી કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને પક્ષના 21 લોકો સામે હત્યાની કોશીષનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સિંગવડ તાલુકાના ભુતખેડી ગામના સુભાષભાઇ કાળુભાઇ ચરપોટ તથા તેમની સાથેના કાળુભાઇ, સુરેશભાઇ સવિતાબેનRead More


વિવાદ: બે ભાઇને ગામમાં આવવાની ના પાડી છે કહી હુમલો કરાયો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર છાપરીમાં હુમલો કરાતાં એક ઘાયલ ફળિયામાં રહેતા 4 લોકો સામે ગુનો દાહોદ તાલુકાના છાપરી ગામમાં યુવકને રસ્તામાં રોકી તુ ગામમાં કેમ જાય છે અને તને અને તારા ભાઇને ગામમાં આવવાની ના પાડી છે તેમ કહી બન્ને ભાઇઓ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ફળિયામાં રહેતા ચાર સામે પોલીસમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકાના છાપરી ગામના તળાવ ફળિયામાં રહેતો રોહીતભાઇ રામુભાઇ મેડા તેની કાકી રાખાબેન રમસુભાઇ મેડાને ભાણુ આપવા માટે જતાં હતા. ત્યારે રસ્તામાં મનિષભાઇRead More


નિમણુક: દાહોદ ભાજપના હોદ્દેદારો સહિત પાલિકાના ચેરમેનોની નિયુક્તિમાં કોરોનાથી વિલંબ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક 6 માસ અગાઉ જે તે હોદ્દેદારોના રાજીનામા લઇ લેવાયા હતા દાહોદ શહેર સાથે તાલુકા તથા જિલ્લા ભાજપના વિવિધ હોદ્દેદારોની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી નિમણુકો બાબતે ભાજપ બેડામાં ચર્ચા જન્મી છે. છ માસ અગાઉ 13 ફેબ્રુઆરીએ દાહોદ નગર પાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે દાહોદ શહેર તથા તાલુકા અને જિલ્લા ભાજપના જે તે હોદ્દેદારોના રાજીનામાં લેવાયા હતા.ત્યારબાદ લાંબો સમયગાળાઓ સમાપ્ત થઇ ચુક્યો હોવા છતાંય કોઈ અકળ કારણોસર શહેર પ્રમુખ સહિતના જે તે હોદ્દાઓ હજુ સુધી ખાલી જ છે. ત્યારે આ નિમણુક ક્યારે કરવામાં આવશેRead More


કોરોના અપડેટ: 30 એપ્રિલે 876 કેસ ધરાવતો જિલ્લો કોરોનામુક્ત બન્યો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર દાહોદમાં 1 જૂને 117 એક્ટિવ કેસ હતા દાહોદ જિલ્લામાં 4 માસ પૂર્વે સંક્રમિતોનું પ્રમાણ ઘટતા તા.15.2એ એક્ટિવ કેસોની સંખ્યા માત્ર 8 જ રહી હતી. બાદમાં સંખ્યા ક્રમશ: પારાવાર માત્રામાં વધતા 30.4.ના રોજ એક્ટિવ કેસની સંખ્યા 876 થઇ હતી. બાદમાં પુન: સંખ્યા ઘટતા 2021ના જૂનના આરંભે કુલ 117 એક્ટિવ કેસો હતા જે પણ ક્રમશ: ઘટતા અને સાથે સાજા થયેલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવાનું વધતા રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસના સપરમા પર્વના ત્રીજા દિવસે તા.3 જુલાઈએ જિલ્લાના એકમાત્ર એક્ટિવ કેસને ડિસ્ચાર્જ/રિકવર કરાતા સંપૂર્ણ કોરોનામુક્ત બન્યો છે. શનિવારે પણRead More


અનલોક બાદ: હોટલ-રેસ્ટોરેન્ટમાં 35, ગારમેન્ટમાં 30,જ્વેલર્સમાં 20% ગ્રાહક પાછા ફર્યા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વેપાર ધંધાની ખડી પડેલી ગાડી પુન: પાટે ચઢી, જુલાઇથી ગતિ વધવાની આશા કરિયાણાની દુકાનો ઉપર ઘરાકી 80% સુધી પહોંચી : સ્વીટની દુકાને 30% પાછા ફર્યાકરિયાણાની દુકાનો ઉપર ઘરાકી 80% સુધી પહોંચી : સ્વીટની દુકાને 30% પાછા ફર્યા દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણના બીજી લહેરની સ્થિતિ હળવી પડતા રાજ્ય સરકારે હળવા કરેલા નિયંત્રણો બાદ વિવિધ આર્થિક ગતિવિધિઓમાં ધીમે-ધીમે તેજી આવતી જોવા મળી રહી છે. વેપારીઓ માટે છેલ્લા એક વર્ષથી ચાલતી વિવિધ પાબંદીઓ બાદ હવે વ્યવસાયનો સમય પણ વધારીને દાહોદ શહેર સહિત જિલ્લામાં રાતનો કર્ફ્યુ પણRead More


નિર્ણય: વડોદરા-કોટા પાર્સલ ટ્રેનનો 15 માસ બાદ પ્રારંભ, કોટા-મંદસૌર 5 જુલાઇથી શરૂ થશે

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઓછામાં ઓછું રૂા. 30 ભાડું લાગશે સામાન્ય મુસાફરોને રાહત આપતા રેલવેએ ગુરુવારે બે મુખ્ય પેસેન્જર ટ્રેનોનો શેડ્યુલ બહાર પાડ્યો હતો. જેમાં પાર્સલ પેસેન્જર એટલે કે કોટા-વડોદરા-કોટા 2 જુલાઇથી શરૂ કરવામાં આવી હતી. જ્યારે કોટા-મંદસૌર-કોટા 5 જુલાઇથી શરૂ કરવામાં આવશે. સ્પેશ્યલ રૂપે ચલાવવામાં આવનાર આ ટ્રેનોમાં મુસાફરી માટે નોનો રિઝર્વેશન મેલય એક્સપ્રેસનું ઓછામાં ઓછુ 30 રૂપિયા ભાડુ ચુકવવુ પડશે. હેડક્વાર્ટરથી પરવાનગી મળ્યા બાદ મંડળના રેલ પ્રબંધક કાર્યલયે શેડ્યુલ બહાર પાડ્યુ હતું. કોરોનાના પ્રારંભ સાથે જ 15 માસ પહેલાં જીવાદોરી ગણાતી આ ટ્રેન બંધ કર હતી. 05832Read More


રિઅલ એસ્ટેટમાં તેજી: દાહોદમાં છેલ્લા ત્રણ મહિનામાં 1439 મિલ્કતોના સોદા થયા, 420 મિલ્કતો મહિલાઓના નામે નોંધાઈ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક એક વર્ષમાં 50 લાખથી વધુની 42 મિલ્કતોનું ખરીદ-વેચાણ કોરોના વાયરસના સંક્રમણને પગલે અટકી પડેલી બહુધા આર્થિક ગતિવિધિઓમાં હવે ધીમેધીમે તેજ બની રહી છે. વિશેષતઃ અનેક લોકોને રોજગારી પૂરી પાડી રહેલા બાંધકામ વ્યવસાય શરૂ થતાની સાથે મિલ્કત ખરીદીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. દાહોદ જિલ્લામાં માત્ર છેલ્લા ત્રણ જ માસમાં 1439 મિલ્કતોના સોદા થયા છે. આ જ ત્રણ માસમાં 420 મિલ્કતો મહિલાઓએ ખરીદ કરી છે. છેલ્લા ત્રણ માસમાં રાજ્ય સરકારને દસ્તાવેજોની નોંધણી માટે ડ્યુટી પેટે રૂ. 4 કરોડની આવક થઇ છે. દાહોદ જિલ્લાની વિશેષતા એ છેRead More


ધરપકડ: ધાનપુરના કાલીયાવડથી ઘરફોડ ચોરીના બે રીઢા આરોપીઓ ઝડપાયા

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક 6 ઘરફોડીયાની ગેંગ મજૂરીના બહાને દિવસે રેકી કરી રાતે ત્રાટકતી હતી દાહોદ જિલ્લાના કાલીયાવાડ ગામનો આરોપી ઘરફોડ ચોરી તેમજ જિલ્લામાં તેમજ જિલ્લા બહાર ઘરફોડ ચોરીના કુલ 11 ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હતો .તેના મુખ્ય સુત્રધાર ગણાતા આરોપી મળી કુલ બે આરોપીને આજરોજ દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલી બાતમીના આધારે ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામેથી પોલીસે વોચ દરમ્યાન મોટરસાઈકલ સાથે બંન્ને આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે. દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલી બાતમી મળી હતી કે ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે ઘરફોડ ચોરીનો આરોપી તેમજ તેનોRead More


ધિંગાણું: ​​​​​​​સીંગવડના પાતા ગામમાં જમીનમા ખેતી કરવા મામલે હથિયાર ઉછળતા ચારને ઈજા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બંન્ને પક્ષોએ સામ સામે ફરિયાદો નોંધાવી દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પાતાં ગામે ખેતરમાં ખેતીકામ કરવા આવવા મામલે ગામમાંજ રહેતાં બે પરિવારો વચ્ચે ઝઘડો તકરાર થયી હતો. બંન્ને પક્ષો વચ્ચે મારક હથિયારો ઉછળતાં બંન્ને પક્ષોના મળી કુલ મહિલા સહિત ચાર જણાને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાતાં ગામે તળાવ ફળિયામાં રહેતાં મહેશભાઈ વરસીંગભાઈ સંગાડા દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસારRead More