Friday, July 2nd, 2021

 

શ્રમયોગી: કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા બાંધકામ શ્રમિકો નોંધણી કરે

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક જિલ્લાના બાંધકામ શ્રમયોગીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવી લેવા દાહોદનાં શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિરીક્ષકે જણાવ્યું હતું. રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી જાતે નોંધણી કરી શકે તે માટે ઇ-નિર્માણ પોર્ટલ https:// enirmanbocw .gujarat. gov.in અને ગુગલ પ્લે સ્ટોર પરના ઇ-નિર્માણ એપ દ્વારા બોર્ડમાં જાતે જ નોંધણી કરી શકે છે. જીલ્લાના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર પર જઈને નોંધણી કરાવી શકે છે. નોંધણી માટેની 18 થી 60 વર્ષની વય માર્યાદા, છેલ્લા 12 મહિનામાં 90 દિવસથી ઓછુRead More


તમામ ઘરોમાં નળ જોડાણનો સંકલ્પ: દાહોદમાં રૂ. 403 કરોડના ખર્ચે 381 ગામોને પાણી આપવાની યોજનાઓને એક સાથે મંજૂરી

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક રાજ્યના તમામ ઘરોને વર્ષ 2022 સુધીમાં પીવાનું શુદ્ધ પાણી આપવાના મુખ્યમંત્રીના સંકલ્પને સાકાર કરવા માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદ જિલ્લામાં એક સાથે 381 ગામોની યોજનાની મંજૂરી આપી છે. પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના બે મુખ્ય ઇજનેરોએ દાહોદમાં સતત 3 દિવસ મુકામ નાખી રૂ.403 કરોડની આ યોજનાઓને આખરી આપી શકાયો છે. વિશેષ વાત તો એ છે કે, આ 381 ગામો પૈકી 189 ગામોમાં સોલાર પેનલ આધારિત વીજળીની બેકઅપ વ્યવસ્થા કરાશે. દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા દાહોદ જિલ્લામાં હાલની સ્થિતિએ ચાલી રહી યોજનાની વિગતોRead More


અનલોક: દાહોદના દેવસ્થાનો ખુલ્યાં પણ શ્રદ્ધાળુઓ ઘટી ગયા

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ગાઈડલાઈનના ચુસ્ત અમલથી ઘટાડો દાહોદ ખાતે વૈષ્ણવ સમાજ, જૈન‌ સમાજ, સ્વામિનારાયણ સમાજ, મોઢવણિક સમાજ, પંચાલ સમાજ, ડબગર સમાજ, સિંધી સમાજ સહિત જે-તે જ્ઞાતિઓના અને સાથે સાથે શિવાલયો, અંબેમાતા, ચામુંડામાતા, શીતળામાતા, ગાયત્રી માતા, હનુમાનજી, સિદ્ધિ વિનાયક જેવા અનેક મંદિરો આવેલા છે‌‌‌. જેમાં અમુક જ મંદિરોમાં પ્રસાદીનું વિતરણ થાય છે. જોકે કોરોના કાળમાં ધાર્મિક સ્થળો બંધ થવાની ગાઈડલાઈન બાદ હવે લાંબા સમયે ધાર્મિક સ્થાનો ખુલવા પામ્યા છે પરંતુ, હવે નવી ગાઈડલાઈન મુજબ ગણતરીની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોઈ હાલમાં પ્રસાદી પણ નહિંવત્ માત્રામાં જ હોઈ નોંધપાત્ર પ્રમાણમાંRead More


હુમલો: ‘ટ્રેક્ટરથી જમીન કેમ નથી ખેડી આપતા’ કહી પુત્રનો પિતા પર હુમલો

દાહોદ42 મિનિટ પહેલા કૉપી લિંક ‘2ના ભાગની જમીન ખેડી આપી મને કેમ નહીં’ કહી હુમલો મોટા સલરા ગામે ટ્રેક્ટરથી જમીન ખેડવાના મામલે થયેલ ઝઘડામાં લાકડીથી હુમલો કરી પુત્રએ પિતાનો પગ ભાંગી નાંખી ગંભીર ઈજા પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પિતાએ પુત્ર સામે ગુનો નોંધાવ્યો હતો. મોટા સલરા ગામના કૌશીકભાઈ રામજીભાઈ ગરાસીયા તેના પિતા 78 વર્ષીય રામજીભાઈ કમજીભાઈ ગરાસીયાના ઘરે લાકડી લઈ આવી તમે રાજુ અને સ્વરૂપના ભાગની જમીન ટ્રેક્ટરથી કેમ ખેડી આપેલ અને મને કેમ ખેડી નહીં આપો તેમ કહેતા પિતાએ પુત્રને કહેલ કે, તું દરરોજ અમારી જોડેRead More


લાંચ કેસ: ​​​​​​​ઝાલોદના ઘાવડિયા ગ્રામ પંચાયતના લાંચ લેતા ઝડપાયેલા તલાટીના જામીન નામંજુર

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક નરેગાના કામોની ફાઈલો પર સહી સિક્કા કરવા 13,500રૂપિયાની લાંચ માંગી હતી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ધાવડીયા ગામનો તલાટી કમ મંત્રી રૂા.13,500 હજારની લાંચમાં દાહોદ એસ.સી.બી. પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આરોપી તલાટીએ પોતાના જામીન માટે અરજી કરતાં કોર્ટે આરોપી તલાટી કમ મંત્રીના જામીન નામંજુર કર્યા છે. એનઆરજી યોજના હેઠળ વિવિધ નવીન કામોની કુલ – 18 ફાઈલોમાં સહી સિક્કા કરી આપવા માટે ઝાલોદ તાલુકાના ધાવડીયા ગ્રામ પંચાયતના તલાટી કમ કમંત્રી અલ્પેશકુમાર પનાલાલ પ્રજાપતિએ એક જાગૃત નાગરિક પાસે ફાઈલ દીઠ રૂા.500ની લાંચની માંગણી કરી હતી .તેમજRead More


શંકાસ્પદ મોત: ​​​​​​​ગરબાડાના મીનાક્યારના તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ચાર દિવસમા જુદા જુદા સ્થળોએથી મૃતદેહ મળ્યા હતા દાહોદ જિલ્લામાં અજાણી વ્યક્તિઓના મૃતદેહો વિવિધ જગ્યાએથી મળવાનો સિલસીલો રહ્યો છે. આજે ફરીવાર ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામેથી ગામના એક તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવતાં તળાવ પાસે ગ્રામજનો એકઠા થઈ ગયાં હતાં અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લાશને તળાવમાંથી બહાર કાઢી લાશને પીએમ અર્થે નજીકના દવાખાને રવાના કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ – ચાર દિવસના સમયગાળા દરમ્યાન જિલ્લામાંથી ત્રણ થી ચાર વ્યક્તિઓની લાશ મળી હતી. ચાર દિવસમાં બે મહિલા અને બે પુરૂષોના અલગ અલગRead More


રેસ્ક્યૂ: દાહોદના ખરોદામાં વાડીમાંથી  સાડા નવ ફૂટ લાંબો અજગર મળી આવ્યો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસોમાં જ અજગર દેખાયાની ત્રીજી ઘટના દાહોદ તાલુકાના ખરોદા ગામે એક વાડીમાં સ્થાનિકોને અજગર જોવાતા આ અંગેની જાણ લાઈફ ફોર વાઇલ્ડ ગ્રુપને કરવામાં આવી હતી.ભારે જહેમત બાદ 9.5 ફૂટના અજગરનું રેસ્ક્યું કરી અનુકૂળ સ્થળ પર છોડી મૂકવામાં આવ્યો હતો. જિલ્લામા ગામડાંઓમા અજગર દેખાવાની આ ત્રીજી ઘટના થોડા દિવસમા જ બની છે. દાહોદ તાલુકાના ખરોદા ગામે રહેતા હીરાભાઈ સોઇડાની વાડીમાં તેઓને અજગર દેખાયો હતો. આ અંગેની જાણ આસપાસ સહિત ગ્રામજનોને થતાં તમામ વાડી તરફ દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ લાઈફRead More


માગણી: દાહોદની મુલાકાતે આવેલા શિક્ષણ મંત્રી સમક્ષ શાળા સંચાલક મંડળ દ્વારા વિવિધ રજૂઆતો કરવામા આવી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક નિભાવ ગ્રાન્ટ આપવા તેમજ વિવિધ વેરા માફ કરવા માંગ કરી દાહોદ જિલ્લાના મુખ્ય મથકે એવા દાહોદ શહેરમાં આજરોજ ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં આવ્યા હતાં. . આ દરમ્યાન દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લામાં આવેલ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક ઉત્તર બુનિયાદી શાળાના વિવિધ પ્રશ્નોની લેખિત રજુઆત પણ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા આજે દાહોદ શહેરના વિશ્રામગૃહ ખાતે આવેલા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મુલાકાતે પહોંચ્યાં હતાં. જ્યાં દાહોદ જિલ્લામાં આવેલા માધ્યમિક ઉચ્ચ માધ્યમિક ઉત્તર બુનિયાદી શાળાના વિવિધ પ્રશ્નો જેવા કે, પરિણામRead More