Saturday, June 26th, 2021

 

જલકુંભીનું સામ્રાજ્ય યથાવત્: જલકુંભીથી ગ્રસ્ત બન્યું ઐતિહાસિક છાબતળાવ

દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં તળાવની સફાઇ પાછળ સંખ્યાબંધ વખત ખર્ચેલા રૂપિયા પાણીમાં જ ગયા તળાવનો આશરે 50% જેટલો ભાગ જલકુંભીથી છવાયો દાહોદ શહેરના આશરે 1000 વર્ષ જૂના ઐતિહાસિક છાબ તળાવમાં લાખો રૂપિયાના ખર્ચા બાદ પણ જલકુંભીનું સામ્રાજ્ય યથાવત્ જોવા મળે છે. દાહોદ શહેરના મધ્યમાં આવેલ છાબ તળાવમાં છેલ્લા લગભગ બે દાયકાથી જલકુંભી નામે આ વનસ્પતિનું સામ્રાજ્ય છવાયેલું છે ત્યારે ગત 5-7 વર્ષમાં પાલિકા દ્વારા આ વનસ્પતિ કાઢવા લાખોના ખર્ચે કોન્ટ્રાક્ટ આપ્યા બાદ પણ હાલ મોટાભાગનું તળાવ જલકુંભીથી ઘેરાયેલુ જોવા મળે છે. આ તળાવમાં કેટલાય વર્ષો અગાઉ તળાવરોડ ખાતેRead More


કાર્યવાહી: ખોખરામાં ઘરમાંથી રૂા. 14 હજારનું નકલી બિયારણ ઝબ્બે

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બિયારણ ખરીદતાં ધ્યાન રાખવા જેવી વાત દાહોદ જિલ્લામાં લોકો ખોટી રીતે ખેડૂતોને નકલી બિયારણ ઊંચી કિંમતે વેચતા જોવા મળ્યા છે. જિલ્લાના ખેડૂતો આ અંગે જાગૃત થાય કેટલીક તકેદારીઓ રાખવાનું નાયબ ખેતી નિયામક-વિસ્તરણે જણાવ્યું છે. ખેડૂતો તરફથી મળેલી જાણકારી મુજબ કૃષિ વિભાગની સ્કોડ દ્વારા ગત 15 જૂને ધાનપુર તાલુકામાં ખેડૂતોનાં ઘરે પૂછપરછ કરતાં અજાણ્યા ઇસમ દ્વારા કપાસનું બિયારણ ઊંચી કિંમતે વેચ્યાનું જોવા મળ્યું હતું. આ કપાસના બિયારણ પેકેટ પર વિગતો દર્શાવેલ ન હતી તથા કંપનીનું નામ પણ બોગસ જણાવવામાં આવ્યું હતું. ખેડૂતોની બાતમીના આધારે મોજે ખોખરાRead More


આદેશ: દાહોદ જિલ્લામાં તમામ દુકાનદારોએ વેક્સિન ફરજિયાતપણે લેવાની રહેશે

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રાજય સરકાર દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને તા.25 જૂનના રોજ મુકવામાં આવેલા નિયંત્રણોને અનુસંધાને દાહોદના જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ એક જાહેરનામા દ્વારા સમગ્ર દાહોદ જિલ્લામાં લાગુ પડે તે રીતે નિયંત્રણોનો આદેશ કર્યો છે. જાહેરનામા મુજબ તમામ દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિગ કોમ્પલેક્ષ, માર્કેટિગ યાર્ડ, હેર કટીગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટસ, અઠવાડિક ગુજરી-બજાર-હાટ તેમજ વાણિજ્યક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓએ આગામી તા. 10 જુલાઇ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા એકમ ચાલુ રાખી શકાશે નહી. જીમ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખીRead More


સ્માર્ટ સીટી ક્યારે બનશે: ​​​​​​​દાહોદ સ્માાર્ટ સીટી રેન્કીંગમાં 41મા ક્રમે આવતાં ગુજરાતની અન્ય સ્માર્ટસીટીઓની સરખામણીએ નબળી કામગીરી

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક સુરત પ્રથમ નંબરે,અમદાવાદ,વડોદરા,રાજકોટમાં થતી આયોજનબદ્ધ કામગીરીને કારણે દેખાવ સારો વિશાળ મહાનગરો મોખરે પણ 6 કીમીની ત્રિજ્યામાં વસેલુ દાહોદ સ્માર્ટસીટીના નામે બદસુરત થયુ કેન્દ્ર સરકારે દેશના 100 શહેરોનો સમાવેશ સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં કર્યો છે.તેમાં દાહોદની પસંદગી પણ થયેલી છે.જ્યારે આ જાહેરાત થઇ ત્યારે દાહોદવાસીઓની છાતી ગજ ગજ ફુલતી હતી પરંતુ હાલ સુધી પરિણામલક્ષી કશુંએ દેખાતુ નથી.હાલમાં સ્માર્ટસીટીના કરોડોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે હાલમાં જ થયેલા સર્વેક્ષણમાં દાહોદનો સ્માર્ટ સીટી રેન્કીંગમાં 41 મા ક્રમે હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ છે. સ્માર્ટસીટીના પ્રથમ 100 શહેરોની યાદીમાં એક માત્રRead More


પરિવારની પડખે: ઝાલોદ સંજેલી તાલુકામાં મૃત્યુ પામેલા 16 પ્રાથમિક શિક્ષકોના પરિવારોને 10-10 લાખની સહાય

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોના સહિતના કારણોથી મૃત્યુ પામનારા શિક્ષકોના પરિવારોની પડખે આવ્યુ ઝાલોદ તાલુકા શિક્ષક સહાયક મંડળ જિલ્લામાં હાલમાં કોરોના સહિતની બીમારીઓથી 36 શિક્ષકોના મૃત્યુ થયા છે દાહોદ જિલ્લામાં કોરોના કાળમાં કોરોના તેમજ અન્ય કારણોસર કુલ 36 જેટલા પ્રાથમિક શિક્ષકોનાં મૃત્યુ નીપજી ચુક્યા છે.તે પૈકીના ઝાલોદ અને સંજેલી તાલુકાના 16 શિક્ષકોના પરિવારજનોનો શિક્ષક સહાયક મંડળ તરફથી 10-10 લાખ રુ. સહાય ચુકવવામાં આવી છે.જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આવી જ રીતે શિક્ષક સહાયક મંડળ શરુ કરવામાં આવશે. ઝાલોદ તાલુકામાં પ્રાથમિક શિક્ષકોનો શિક્ષક સહાયક મંડળ કાર્યરત છે. આ મંડળ તાલુકાના શિક્ષકોRead More


રવિવારે રજા: દાહોદના નવા કલેક્ટરનો પ્રજા જોગ પ્રથમ આદેશ,જિલ્લામા  રવિવારે બજારો ફરજીયાત બંધ રહેશે

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઑને બજારો સેનેટાઇઝ કરવા અવકાશ આપ્યો દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઇ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બજારોને સેનિટાઇઝ કરવાનો અવકાશ રહેવો જરુરી છે. એ માટે કલેક્ટરે સમગ્ર જિલ્લામાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આમ દાહોદ સહિતના બજારો રવિવારે બંધ જ રહેશે. દાહોદમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે જાહેર સેનિટાઇઝેશનની કરવી પણ ખૂબ જ જરૂરી છે. એથી દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે વેપારીઓ પોતાની વાણિજ્ય પ્રવૃત્તિ કરી નહીં શકે. એટલે કે, વેપારીઓએ રવિવારે રજા રાખવાની રહેશે. આ બાબતે બીજી સૂચનાRead More


સર્પ દંશ: ​​​​​​​લીમખેડાના ચીલાકોટામા મહિલાને આંગણામા સાપ કરડ્યો, ઝેર શરીરમાં ફેલાતા મહિલાનું મોત

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ત્રણ બાળકોના માથેથી માતાનુ છત્ર છીનવાઈ ગયુ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટા એક 34 વર્ષીય મહિલાને ઝેરી સાપએ ડંખ માર્યો હતો. ઝેરની અસર આખા શરીરમાં ફેલાઇ જતાં મહિલાનું મોત નિપજયાનું જાણવા મળે છે. આજરોજ લીમખેડા તાલુકાના ભુરીયા ફળિયામાં રહેતી એક 34 વર્ષીય પરણિતા રસીલાબેન નિલેશભાઈ ભુરીયા સવારના સમયે ઘરના આંગણે મૂકેલા લાકડા લેવા માટે અને ગરમ પાણી મૂકવાની તૈયારી કરી રહ્યા હતા. લાકડા લેવા માટે આંગણામાં ગયા હતા અને લાકડા ઉઠવતાની સાથેજ લાકડામાંથી અચાનક બહાર નીકળેલા ઝેરી સાપએ રસીલાબેન કરડી ડંખ મારતા રસીલાબેન શરીરમાં ઝેરીRead More