Friday, June 25th, 2021

 

ભાસ્કર વિશેષ: કટોકટી દરમિયાન જનસંઘના નેતાઓનું બલિદાન ભૂલાય નહીં : જસવંતસિંહ ભાભોર

લીમખેડાએક કલાક પહેલા કૉપી લિંક 25મી જૂનને કાળો દિવસ તરીકે ઉજવે છે : 1975માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં લીમખેડા આર્ટસ કોલેજ મુકામે યોજાયેલ કટોકટીના કાળા દિવસની ઉજવણી અંતર્ગત લીમખેડા તાલુકા ભાજપના હોદ્દેદારોને સંબોધિત કરતા સાંસદે જણાવ્યું હતું કે અન્ય પક્ષો કરતા ભાજપ દિનપ્રતિદિન વધુને વધુ મજબૂત બની રહ્યો છે. તે પક્ષના ભૂતકાળના સમયમાં બલિદાન આપનારા નેતાઓ તથા વર્તમાનના પ્રમાણિક કાર્યકરો સદસ્યોની મહેનતને આભારી છે. 1975માં 25 મી જૂને ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા સરમુખત્યારશાહીનો ઉપયોગ કરી કટોકટી લાદવામાં આવી હતી. તે સમયે કોંગ્રેસ વિરુદ્ધ વિચારધારાRead More


નિર્ણય મોકૂફ રાખવાનો હુકમ: રાજ્યની તમામ 8 મોડેલ ડે સ્કૂલ બંધ કરવાનો સરકારનો નિર્ણય મોકૂફ રહ્યો

લીમખેડાએક કલાક પહેલા કૉપી લિંક વજેલાવ મોડેલ સ્કૂલ. 8 શાળાના ધો. 5થી 8ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા સૂચના ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યની બનાસકાંઠા, દાહોદ, કચ્છ, પંચમહાલ, સાબરકાંઠા, વલસાડ સહિતના છ જિલ્લાઓમાં કાર્યરત આઠ જેટલી મોડેલ ડે સ્કૂલ બંધ કરવાનો પરિપત્ર તા.15/06/2021 ના રોજ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓને પાઠવવામાં આવ્યો હતો. જેના કારણે દાહોદ જિલ્લાની અગાસવાણી તથા વજેલાવ મોડેલ ડે સ્કૂલ ના 775 વિદ્યાર્થીઓ તથા ફરજ બજાવતા શિક્ષકો તથા અન્ય છ મોડેલ ડે સ્કૂલના સેંકડો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનું ભાવિ અંધકારમય બન્યું હતું.આ બાબતે દિવ્યRead More


મુશ્કેલી: દાહોદમાં રોકડીયા પાક સોયાબીનનો ભાવ ગત વર્ષ કરતા બમણો થતાં ખેડૂતો સાથે વેપારીઓ પણ વિમાસણમાં મુકાયા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ખેડૂતો મોંઘાદાટ સોયાબીનને ‌બદલે મકાઈ, મગફળી, ડાંગર જેવા પાક તરફ વળ્યાં : ગયા વર્ષે સરેરાશ ભાવ 3806 હતો, જે આ વર્ષે 9000 જેટલો નોંધાયો પ્રોટીન અને તેલનો સ્ત્રોત ગણાતા સૂપરફૂડ સોયાબીનનો ઉપયોગ અનેક ખાદ્ય ઉત્પાદનોમાં થાય છે ચોમાસા પૂર્વે બિયારણ કાજે સોયાબીનનો ભાવ આસમાને જતા દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે બિયારણ લેવા આવતો ખેડૂત વર્ગ મૂંઝવણમાં મુકાયો છે. દાહોદ જિલ્લાના કુલ 3,82,04, 204 હેકટર ક્ષેત્રફળ પૈકી 2,24, 000 હેક્ટર જમીન ખેતીલાયક છે. જિલ્લામાં સિંચાઈની સુવિધા નહિંવત્ હોઈ શિયાળામાં થતા રવિ અને ચોમાસું વરસાદથી થતાRead More


કાર્યવાહી: ટેમ્પોમાં કતલ માટે લઇ જવાતા 3 ગૌવંશ સાથે ડ્રાઇવરની ધરપકડ

દાહોદ9 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર પીપેરોના ખાટકી ઇરફાન તથા સિકંદર ઘાંચી નાસી ગયા 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ સામે ગુનો કરાયો દેવગઢ બારિયાના વાકલેશ્વર રોડ પરથી કતલ માટે ધાનપુર તરફ લઇ જવાતા ત્રણ ગૌવંશ ભરેલા ટેમ્પો સહિત ડ્રાઇવરને ઝડપી પાડ્યો હ તો. જ્યારે બે વ્યક્તિઓ ભાગી ગયા હતા. દેવગઢ બારિયા પોલીસે 1.35 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ત્રણ સામે કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગત અનુસાર ગૌરક્ષકોને ધાનપુર તાલુકાના પીપેરો ગામના ઇરફાન ઈસ્માઈલ ઘાંચી તથા સિકંદર ઈસ્માઇલ ઘાંચી જીજે-09-ઝેડ-0470 નંબરના ટાટામાં ગૌવંશ કતલ માટે લાવતાં હોવાની બાતમી મળતાં ગૌરક્ષકોએRead More


સદભાવના: દાહોદમાં જિલ્લા પોલીસ હેડકવાર્ટસ ખાતે કેન્દ્રીય પોલીસ ભંડારનો ફરી આરંભ કરાયો

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પોલીસ કર્મીઓને રોજીંદી જરૂરિયાતની વસ્તુઓ કિફાયતી ભાવે મળશે દાહોદ જિલ્લા પોલીસ હેડકવાર્ટસ, દાહોદ ખાતે કેન્દ્રીય પોલીસ ભંડારનો જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા ફરીથી કાર્યરત કરાયું છે. જે અગાઉ સીપીસી, કેન્ટિન નામે કાર્યરત હતું. અહીંથી રોજિંદી ઘરેલું સામાનની વસ્તુઓ પોલીસકર્મીઓ કિફાયત ભાવે ખરીદી શકશે. અહીંથી રોજિંદી ઘરેલું વપરાશનો સામાન ખરીદી શકાશે નાયબ પોલીસ અધિક્ષક પરેશ સોલંકીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ કેન્દ્રીય પોલીસ ભંડાર રાજય કે કેન્દ્ર સરકારના પોલીસકર્મીઓ જે નિવૃત થયા હોય તેમના દ્વારા સંચાલન કરવામાં આવશે. પોલીસના કલ્યાણ માટે શરૂ કરવામાંRead More


કરે કોઈ,ભરે કોઈ: ગરબાડાના આમલી ખજૂરિયામાં વીજચોરી કરવા નાખેલા લંગરિયામાં વીજ શોર્ટ લાગતા 8 વર્ષના બાળકનું મોત

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગરબાડા તાલુકાના આમલીખજુરીયા ગામે રહેતાં એક ઈસમે પોતાના ઘરના આગળ આવેલા વીજળીના થાંભલા ઉપર લંગરીયું નાંખ્યું હતું. આ લંગરીયાના વાયરને એક 8 વર્ષીય બાળક અડી જતાં તેને કરંટ લાગતાં તેનું ઘટના સ્થળ પરજ મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આંબલી ખજુરીયા ગામે મિનામા ફળિયામાં રહેતાં મગનભાઈ ભલજીભાઈ પલાસે પોતાના ઘર આગળથી પસાર થઈ રહેલા વીજ થાંભલા ઉપર વાયર વડે લંગરીયું નાંખ્યું હતું. લંગરીયાના ચાલુ વાયરને ગામમાંજRead More


હડતાળ: ધરતી પરના ભગવાન ભગવાનના શરણે, સરકારી તબીબોએ પોતાાની માંગણીઓ સંતોષવા કેદારનાથ મહાદેવને અરજી કરી

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક જિલ્લાના 175 સરકારી તબીબો પડતર પ્રશ્નોને લઈ આજથી હડતાળ પર ઉતર્યા દાહોદ જિલ્લામાં સરકારી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર્સની પડતર માંગણીઓ ન સંતોષાતા આજથી તેઓ હડતાળ પર ઉતરી જતાં આરોગ્યસેવા ખોરંભે પડી છે.કેટલીયે વાર રજૂઆતો કરવા છતાં સરકારના પેટનું પાણી હાલતુ ન હોવાથી આજે જિલ્લાના તબીબ એસોસીએશનના હોદ્દેદારોએ દાહોદ નજીક સુપ્રસિધ્ધ કેદારનાથ મહાદેવને પણ અરજી કરી છે.આમ ધરતી પરના ભગવાન લેખાતા ડોક્ટર પણ ભગવાનના શરણે જવા મજબૂર થયા છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા સરકારી ઇન સર્વિસ તબીબો પોતાની 12 જેટલી માંગણીઓ પુરી કરવા સરકાર સામેRead More