Wednesday, June 23rd, 2021

 

ભાસ્કર વિશેષ: દેવગઢ બારિયા તાલુકામાં બાળકોને શિક્ષણ મળે માટે દાતાઓએ 26 ટીવી દાનમાં આપ્યા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાતાઓ દ્વારા મળેલી T.V વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. બી.આર.સી ભવન દે.બારિયા ખાતે ટીવી વિતરણનો કાર્યક્રમ યોજાયો બી.આર.સી ભવન દે.બારિયા ખાતે ડી.પી.ઈ.ઓ. મયુર પારેખની પ્રેરણાક્ષી વિવિધ દાતાઓ દ્વારા મળેલ ટીવી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલ બાળકોનું પ્રત્યક્ષ શિક્ષણ શક્ય નથી. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ચેનલ મા૨ફતે અને અન્ય વર્ચ્યુઅલ માધ્યમો દ્વારા ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવી ૨હ્યો છે. પરંતુ દેવગઢ બારિયાના અંતરિયાળ વિસ્તારોમાં વાલીઓ પાસે ટીવી પણ નથી. જેથી આ શિક્ષણ મેળવવું એમના માટે શક્ય નથી. ત્યારે દેવગઢ બારીઆ તાલુકાના બી.આર.સી. કો.ઓ. ધર્મેશ એમ. પટેલ તથાRead More


શાળાઓ બંધ પણ શિક્ષણ ચાલુ: દાહોદના પજ્ઞાચક્ષુ શિક્ષકે પોતાની શારીરિક અક્ષમતાને વળોટી ઘરે-ઘરે જઇને બાળકો ભણાવ્યા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ યુવાનીમાં અકસ્માતે દિવ્યાંગ બનેલા હેતલકુમાર છેલ્લા બાવીસ વર્ષથી વિદ્યાર્થીઓને આપી રહ્યાં છે શિક્ષણ કોરોનાકાળમાં શાળામાં શિક્ષણકાર્ય બંધ છે. ત્યારે દાહોદના એક પજ્ઞાચક્ષુ શિક્ષકે પોતાની શારીરિક અક્ષમતાને વળોટી જઇ ફળિયે ફળિયે જઇને શિક્ષણની જ્યોતને પ્રજ્વતિલત રાખી છે. ગુજરાત-મધ્યપ્રદેશના સીમાડે આવેલા દાહોદના ખંગેલા ગામના પ્રાથમિક શાળાના પજ્ઞાચક્ષુ શિક્ષક હેતલકુમાર કોઠારી વિદ્યાર્થીઓને તેમના ફળિયે જઇને શિક્ષણ આપી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા દરેક વિદ્યાર્થી સુધીશિક્ષણ પહોંચે એ માટે ઓનલાઇન શિક્ષણ ઉપરાંત ફળિયા શિક્ષણનો પણ પ્રયોગ કરવામાંRead More


અપહરણ: દાહોદના કાંટુ ગામે પોતાની રિક્ષામાં આવતા દંપતિને માર મારી બે શખ્સો પતિને ઉઠાવી ગયા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પતિ-પત્ની ખાતરની ખરીદી કરીને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામા આંતરયા પતિનું અપહરણ કરતાં પત્નીએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાટું ગામે પતિ-પત્નિ બંન્ને પોતાની ઓટો રિક્ષામાં બેસી જઈ રહ્યાં હતાં. તે સમયે એક બોલેરો ગાડીમાં સવાર થઈ આવેલા બે વ્યક્તિઓએ રિક્ષા ઉભી કરાવી દંપતિ સાથે અગમ્ય કારણોસર ઝઘડો તકરાર કરી પતિને માર મારી પોતાની બોલેરો ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે પત્નિએ ફરિયાદ નોંધાવી છે. ધાનપુર તાલુકાના ઝાબુ ગામે નિશાળ ફળિયામાં રહેતાં માજુભાઈ ચીમનભાઈ પરમાર અને તેમની પત્નિRead More


પદ ગ્રહણ: દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેજસ પરમારે પદભાર સંભાળ્યો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પદભાર સંભાળ્યા બાદ જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેજસ પરમારે પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ અમરેલી ખાતે ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા. મૂળ પાલનપુરના વતની એવા તેજસ પરમાર શિક્ષણમાં ઉચ્ચ કારકીર્દિ ધરાવે છે. તેમણે સુરત સ્થિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ખાતેથી મિકેનિકલમાં બીટેકની પદવી હાંસલ કર્યા બાદ ખાનગી કંપનીમાં ઉચ્ચા હોદ્દા ઉપર નોકરી કરી છે. એ બાદ અમદાવાદ ખાતે સરદાર પટેલ પ્રશાસનિક સેવા તાલીમ કેન્દ્રમાં તૈયારી કરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને 2016માં ભારતીય પ્રશાસનિક સેવામાંRead More