Tuesday, June 22nd, 2021

 

કોરોના અપડેટ: પંચમહાલ જિલ્લામાં કોરોનાના સક્રિય કેસ 22, વધુ 4 દર્દીઓએ કોરોનાને માત આપી

ગોધરા5 કલાક પહેલા કૉપી લિંક જિલ્લામાં મંગળવારે કોરોનાના 0 કેસ નોંધાતાં કુલ 9602 કેસ થયા પંચમહાલ જિલ્લામાં મંગળવારે શૂન્ય કેસ નોધાતાં જિલ્લામાં કોરોના કુલ 9602 કેસ થવા પામ્યા હતા. 4 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 22 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના શહેરી વિસ્તારોના કેસોની સંખ્યા 5523 થઈ છે. જયારે ગ્રામીણ વિસ્તારમાં કોરોના કુલ કેસની સંખ્યા 4079 થવા પામી છે. 9394 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઅોRead More


કૃષિ વૈવિધ્યકરણ યોજના: દાહોદના 35 હજાર ખેડૂતોને રૂા.6.84 કરોડના ખાતર-બિયારણની સહાય મળશે

દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક ખેડૂતોને વિવિધ કિટ્સનું વિતરણ કર્યું દાહોદ જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આ વર્ષે ખાતર-બિયારણ કિટસ વિતરણનો શુભારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા સેવા સદન ખાતે મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યાં હતા અને ખેડૂતોને કિટસનું વિતરણ કર્યું હતું. આ યોજના અંતર્ગત દાહોદના 35 હજાર ખેડૂતોને 6.84 કરોડની ખાતર-બિયારણની આ વર્ષે સહાય મળશે. ખેડૂતોને રૂ. 1957ની કિમતનું 45 કિલો યુરિયા, 50 કિલો ઓર્ગેનિક ખાતર અને 4 કિલો મકાઇનું બિયારણ આપવામાં આવશે. જેમાં લાભાર્થી ખેડૂતનો ફાળો રૂ.250નો રહેશે.Read More


કાર્યવાહી: સંજેલીમાં હોમગાર્ડ જવાનોએ દારૂ ભરેલી વગર નંબરની સૂમો ઝડપી

દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક 2,20,000 રૂા.નો મુદ્દામાલ જપ્ત : હોમગાર્ડ જ ફરિયાદી બન્યો સંજેલીથી રાત્રી દરમ્યાન પસાર થતી ઈંગ્લીશ દારૂ ભરેલી વગર નંબરની સુમો ગાડીનો પીછો કરી હોમગાર્ડ જવાન ઝડપી પાડી હતી. દારૂ સહિત 2.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાતા આ ઘટનામાં હોમગાર્ડને જ ફરિયાદી બનાવવામાં આવ્યો હતો. સંજેલી તાલુકા મથકે 96 જેટલા હોમગાર્ડ જવાનો 32 પોઈન્ટ પર ફરજ બજાવે છે. રાત્રિ દરમ્યાન વધતા જતા વાહન ચોરીના બનાવોને લઈને જીલ્લા હોમગાડ કમાન્ડન્ટ સરદારસિંહ બારીયા દ્વારા હોમગાર્ડ જવાનોને રાત્રિ દરમ્યાન યોગ્ય ધ્યાન રાખવાની સૂચના આપી હતી.જવાનો સજાગ બનતા ૨૧ મીનેRead More


ક્રાઇમ: અભલોડમાં 2 બાઇક પર આવેલા 4 યુવકોએ ટેમ્પોને રોકી લૂંટ ચલાવી

દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક નમકીનના પડીકા વેચી તેના ઉઘરાણીના રૂપિયા અને મોબાઇલ લૂંટી ગયા બાઇક પર આવેલા 2એ ટેમ્પો રોક્યો અને બીજી બાઇકવાળાએ લૂંટ ચલાવી દાહોદ જિલ્લાના અભલોડમાં બે બાઇક ઉપર આવેલા ચાર યુવકોએ રીક્ષા ટેમ્પો ચાલકને રોકી મારી નાખવાની ધમકી આપી માથામાં પાનુ મારી રોકડા રૂપિયા 25 હજાર તથા એક મોબાઇલ મળી કુલ 25,500ની લૂંટ કરી નાસી ગયા હતા. દાહોદ તાલુકાના રળીયાતી ગામના શૈલેષભાઇ મનસુખભાઇ માવી તેના શેઠના ગોડાઉનમાંથી જીજે-17-યુયુ-6742 નંબરનો ટેમ્પોમાં નમકીનના પડીકા ભરી બપોરના સમયે જેસાવાડા આપવા માટે નીકળ્યા હતા. અને જેસાવાડાના કરિયાણાના અલગ અલગ વેપારીઓનેRead More


ધરપકડ: લીંબડીની ચોરીના 2 વોન્ટેડને ધાનપુર પોલીસે આંબાકાચથી ઝડપી પાડ્યા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક નવાનગરના 2 શખ્સોએ વર્ષ પૂર્વે 17.50 લાખની ઘરફોડ ચોરી કરી હતી ઝડપાયેલા બંનેને લીંબડી પોલીસને સોંપવાની કાર્યવાહી કરી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનના 17.50 લાખની ચોરીમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે ઘરફોડીયાઓને ધાનપુર પોલીસે આંબા કાચ ગામેથી ઝડપી પાડયા હતા. ઝડપાયેલા બન્ને આરોપીઓને સુરેન્દ્રગરના લીંબડી પોલીસને સોંપવામાની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારીયા સીપીઆઇ બી.બી.બેગડીયાએ આપેલી સુચના આધારે ધાનપુર પી.એસ.આઇ. બી.એન.પટેલે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ધાનપુર પોલીસ સ્ટાફના પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાનRead More


કાર્યવાહી: 37 એગ્રો સેન્ટર પર રૂપિયા 10.53 લાખનો બિયારણનો જથ્થો અટકાવ્યો

દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક ક્ષતિઓ બદલ 47 ડીલરોને નોટિસો ફટકારવામાં આવી રાસાયણિક ખાતરના 17 નમૂના પૃથક્કરણ માટે મોકલાયા દાહોદ જિલ્લામાં બિયારણ અને ખાતરનું વેચાણ કરતાં એગ્રો સેન્ટર ઉપર સ્કવોર્ડ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં કેટલીક ક્ષતિઓ જણાતા ડિલરોને નોટિસો આપવા સાથે 10 લાખથી વધુ કિંમતનો બિયારણનો જથ્થો રોકી દેવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં 18 એગ્રો સર્વિસ સેન્ટર અને 184 એગ્રો બિસનેસ સેન્ટર આવેલા છે. રાજ્ય સરકારે હલકી ગુણવત્તાના કે અનધિકૃત એવા બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી ખેડૂતોને રક્ષણ મળે તે માટે સઘન પગલાં ભરી રાજ્યભરમાં ગુણવત્તા ચકાસણીRead More


મુશ્કેલી: મંગળવારે દાહોદમાં વીજ પ્રવાહ બંધ રહેતાં હાલાકી

દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક આખા શહેરમાં 6 કલાક સુધી બંધ મોટાભાગનો વ્યવહાર ઠપ્પ થયો મંગળવારે સમગ્ર દાહોદ શહેરી વિસ્તારમાં વીજપુરવઠો બંધ રહેતા અનેક ક્ષેત્રે તકલીફ સર્જાઈ હતી. દાહોદ શહેરના ગોદી રોડ તથા રેલ્વે બ્રિજની બીજી બાજુના વિસ્તાર‌ સિવાયના અન્ય તમામ વિસ્તારોમાં તા.22.06.’21 ને મંગળવારે છ કલાક વીજપુરવઠો બંધ રહેતા શહેરી વિસ્તારમાં અનેકવિધ તકલીફો સર્જાઈ હતી.જેટકો દ્વારા વીજપુરવઠો બંધ રખાતા તેનો લાભ લઈ દાહોદ MGVCL દ્વારા પણ આ સમયે શહેરી વિસ્તારની વિવિધ નાનીમોટી કામગીરી સંપન્ન કરવામાં આવી હતી. એકતરફ શિક્ષણથી લઈ બેન્કિંગ સેક્ટર અને સરકારી કામકાજોથી લઈ આરોગ્ય ક્ષેત્રે રસીકરણનીRead More


આશા સાથે અરજી: ​​​​​​​દાહોદમાં ભગવાન જગન્નાથજીની 15મી રથયાત્રા કાઢવા માટે આયોજકોએ પરવાનગી આપવા એસડીએમને અરજી કરી

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક કોરોનાનું ગ્રહણ લાગતાં તમામ તહેવારોની ઉજવણી એક વર્ષથી કરી શકાતી નથી ગત વખતે રથયયાત્રા કોરોનાને કારણે મોકુફ રાખવી પડી હતી દાહોદ જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવતાં વિવિધ પ્રકારે નુક્સાન થયુ છે. ગત વર્ષના તમામ ધાર્મિક અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી પર પાણી ફરી વળ્યુ છે. ત્યારે આ વખતે પણ તેવું પુનરાવર્તન ન થાય તેમ સૌ કોઇ ઇચ્છી રહ્યા છે. ત્યારે હવે 12 જુલાઇએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે ગત વર્ષની માફક જ ઉજવણી કરવી પડશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.તેમ છતાં દાહોદમાં રથયાત્રા કાઢવા માટેRead More


હાશકારો: દાહોદ જિલ્લાની સૌથી મોટી કોવિડ ઝાયડસ હોસ્પીટલમાં કોરોનોનો એક પણ દર્દી દાખલ નથી

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક બીજી લહેર શાંત થઇ જતાં 306 બેડનો કોવિડ વોર્ડ ખાલીખમ ડોક્ટર્સ સહિત તમામ કર્મચારીઓમાં આનંદની લહેર દાહોદ જિલ્લામાં બીજી લહેરમાં તો કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. કેટલાયે પરિવારોમાં મોભીઓના મોત થઇ ચુક્યા છે. ત્યારે ઘણાં પરિવારો તો હજીયે શોકમાંથી બહાર આવી શક્યા નથી. હાલ કોરોના મામલે જિલ્લામાં રાહત છે કારણ કે શૂન્ય કેસ આવે છે. પરિણામે દાહોદની સરકારી ઝાયડસ કોવિડ હોસ્પીટલ ખાલીખમ થઇ જતાં તમામ સ્ટાફ પણ જાણે કોઇ વિકરાળ જગ્યાએથી બચીને આવ્યા હોય તેવો હાશકારો અનુભવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે કુલRead More


નવા કલેક્ટર: દાહોદના 20માં કલેક્ટર તરીકે ડો. હર્ષિત ગોસાવીએ ચાર્જ સંભાળ્યો, નાગપુરમા MBBS થયા પછી IAS થયા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વિજય ખરાડી જિલ્લામા મહત્તમ સમય 3 વર્ષ અને 2 માસ કલેક્ટર રહેવાનો વિક્રમ સ્થાપી વિદાય થયા દાહોદના 20માં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. બદલી પામનારા વિજય ખરાડીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા હતા અને ચાર્જ સોંપ્યો હતો. બન્ને અધિકારીઓએ કલેક્ટર કચેરીમાં કાર્યરત મહેસુલી અધિકારીઓ સાથે પરિચય બેઠક પણ યોજી હતી. જેમાં અધિક કલેક્ટર મહેશ દવે સહિત નાયબ કલેક્ટરોએ તેમને આવકાર્યા હતા. ડો. હર્ષિત ગોસાવી મૂળ મહારાષ્ટ્રના વતની છે અને તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમબીબીએસની પદવિ હાંસલ કરી છે. તે બાદRead More